કચ્છના દરિયાઈ ક્રિક વિસ્તારમાંથી ફરી BSFને મળી આવી એવી વસ્તુ કે મચ્યો હડકંપ!
દેશની આંતરરાષ્ટ્રીય સરહદે આવેલા કચ્છ જિલ્લાના દરિયાઈ ક્રિક વિસ્તારમાંથી લાંબા સમયના અંતરાલ બાદ ફરી એક વખત બિનવારસી હાલતમાં માદક પદાર્થનું પેકેટ મળી આવ્યાનું જાણવા મળ્યું છે.
Trending Photos
રાજેન્દ્ર ઠક્કર/કચ્છ: સરહદી જિલ્લા કચ્છમાં દરિયાઈ સીમાથી અવારનવાર કેફી દ્રવ્યો મળી આવવાના કિસ્સાઓ અવારનવાર સામે આવતાં હોય છે. ત્યારે BSFને પેટ્રોલીંગ દરમ્યાન ફરી કચ્છની દરિયાઈ સીમામાંથી બિનવારસી હાલતમાં ચરસનું પેકેટ મળી આવ્યું છે. જે મામલે બીએસએફ દ્વારા વધુ તપાસ હાથ ધરાઇ છે.
દેશની આંતરરાષ્ટ્રીય સરહદે આવેલા કચ્છ જિલ્લાના દરિયાઈ ક્રિક વિસ્તારમાંથી લાંબા સમયના અંતરાલ બાદ ફરી એક વખત બિનવારસી હાલતમાં માદક પદાર્થનું પેકેટ મળી આવ્યાનું જાણવા મળ્યું છે. છેલ્લા ઘણા સમયથી ઘુસણખોરી અને માદક પદાર્થ મળવાનો સિલસિલો થંભી ગયો હતો.
કરવામાં આવી છે.
પરંતુ ગત તા. 22ના BSFની પેટ્રોલિંગ ટીમેં સરક્રિક વિસ્તારમાંથી 3 પાક નાગરિક સાથે 1 માછીમારી બોટને ઝડપી પાડ્યાના માત્ર 3 દિવસ બાદ દરિયાઈ ક્રિક વિસ્તારમાંથી માદક પદાર્થનું પકેટ મળી આવ્યાનું સલામતી દળોના સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. જે ક્યાંકને ક્યાંક હાલમાં પકડાયેલા ઘુસણખોરના બનાવમાં સબંધ કરતા હોય એવું પ્રાથમિક તબક્કે લાગી રહ્યું છે.જોકે આ મામલે સલામતી વિભાગ દ્વારા ગંભીરતાપૂર્વકની તપાસ ચાલુ છે.
આજે 102 બટાલીયનના બીએસએફના જવાનોની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન નારાયણ સરોવર નજીકની દરિયાઈ સીમા નજીકના ઇબ્રાહિમ પીર બેટમાંથી ચરસનો એક પેક્ત મળી આવતા જપ્ત કરવામાં આવ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે