સુરતના વેપારીઓએ વિકસાવી એવી પ્રોડક્ટ કે સૈન્ય જવાનો 10 હજાર ફૂટથી નિર્ભિક થઇને કુદી શકશે

સમગ્ર દેશ સહિત દુનિયામાં જાણીતું સુરતનું કાપડ હવે ડિફેન્સ માં પણ જોવા મળશે. ચીનની અવળ ચડાઈ બાદ ભારત દેશ આત્મનિર્ભર બની રહ્યો છે. ડિફેન્સના જવાનોને વધુ મજબૂત બનાવવા માટે હવે સુરત ટેક્સટાઇલ ઉદ્યોગ પેરાશૂટ અને જવાનોના બેગ બનાવવાની ખાસ ફેબ્રિક ઉત્પાદન કરવા માટે તત્પર બની છે. હાલ જ આ ખાસ ફેબ્રિકને કેન્દ્રીય લેબ દ્વારા પ્રમાણિત કરવામાં આવ્યું છે. હાલ આ પ્લાન્ટ અંકલેશ્વર અને સુરતમાં નાના પાયે સ્થાપવામાં આવ્યો છે. કુલ ઉત્પાદન થતા સાડા ચાર કરોડ મીટરમાંથી બે ટકા કાપડની ડિફેન્સમાં માંગ વધી છે.

સુરતના વેપારીઓએ વિકસાવી એવી પ્રોડક્ટ કે સૈન્ય જવાનો 10 હજાર ફૂટથી નિર્ભિક થઇને કુદી શકશે

ચેતન પટેલ/સુરત : સમગ્ર દેશ સહિત દુનિયામાં જાણીતું સુરતનું કાપડ હવે ડિફેન્સ માં પણ જોવા મળશે. ચીનની અવળ ચડાઈ બાદ ભારત દેશ આત્મનિર્ભર બની રહ્યો છે. ડિફેન્સના જવાનોને વધુ મજબૂત બનાવવા માટે હવે સુરત ટેક્સટાઇલ ઉદ્યોગ પેરાશૂટ અને જવાનોના બેગ બનાવવાની ખાસ ફેબ્રિક ઉત્પાદન કરવા માટે તત્પર બની છે. હાલ જ આ ખાસ ફેબ્રિકને કેન્દ્રીય લેબ દ્વારા પ્રમાણિત કરવામાં આવ્યું છે. હાલ આ પ્લાન્ટ અંકલેશ્વર અને સુરતમાં નાના પાયે સ્થાપવામાં આવ્યો છે. કુલ ઉત્પાદન થતા સાડા ચાર કરોડ મીટરમાંથી બે ટકા કાપડની ડિફેન્સમાં માંગ વધી છે.

સમગ્ર વિશ્વમાં કાપડ નગરી તરીકે ઓળખાતું સુરત શહેર નવી ઊંચાઈ સર કરી રહ્યું છે. ટેકસટાઇલ નગરી હવે ડિફેન્સ ફેક્ટર તરફ આગળ વધી રહ્યું છે. અત્યારસુધી ડિફેન્સના જવાનો માટે બેગ અને પેરશુટ નું કાપડ વિદેશની કંપની બનાવતી હતી.અગાઉ આ કાપડ ચીન થી આયાત કરવામાં આવતું હતું. જો કે જે રીતે ભારત ચીન વરચે ના સબંધ માં તણાવ ઉભો થતા આ કાપડ ની આયાત કરવાનું બંધ કર્યું હતું.  બાદમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના આત્મનિર્ભર બનાવવાનું સપનું સુરતે પૂરું કર્યું છે.દેશના જવાનો માટે બેગ અને પેરાશુટ નું કાપડ બનાવવાની શરૂઆત સુરત થી થઈ રહી છે.  

વિશ્વભરમાં રક્ષા ક્ષેત્રે વપરાતા કાપડનો ઈમ્પોર્ટ 40 ટકા ચીન કરતું હોય છે. હાલ ચીનમાં વસ્તુઓ મોંઘી થઈ છે સાથે ચીનના પ્રોડક્ટથી યુરોપીય દેશો, જાપાન, કોરિયા અને અમેરિકા ચાઈનાની વસ્તુઓ મોટાભાગે વાપરવાનું ટાળી રહ્યા છે. સસ્તુ અને મેક ઇન ઇન્ડિયા કોન્સેપ્ટથી તૈયાર કાપડ આવનાર વર્ષોમા વિદેશોમાં પણ ડંકો વગાડશે. અત્યાર સુધી ડિફેન્સ સેક્ટરમાં નાયલોન પોલિસ્ટ  ફેબ્રિક ઈમ્પોર્ટ કરવામાં આવતુ  હતુ. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મેક ઇન ઇન્ડિયા કોન્સેપ્ટ ના કારણે આ ફેબ્રિકનો સેમ્પલ લેવામાં આવ્યો. તેની ટેસ્ટિંગ કરવામાં આવી અને ટેસ્ટિંગમાં આ કાપડ પાસ થયો. 

આ કાપડની ખાસિયત છે કે નાયલોન પોલિસ્ટર કાપડનું ટેસ્ટિંગ પણ વૈશ્વિક સ્તરે કરાયું છે. કેન્દ્ર સરકાર દ્વારા પણ તેને સર્ટિફાઇડ કરવામાં આવ્યું છે. જેથી આવનાર દિવસોમાં આ કાપડની વધુ ડિમાન્ડ ડિફેન્સ સેક્ટરમાં સાફ જોવા મળશે. પેરાશૂટ માટે ફેબ્રિક ખૂબ જ મજબૂત હોવું જરુરી છે. 10 હજાર ફૂટ ઉપરથી જો પેરાશૂટ પડે તો હવાનો માર ઝીલી શકે આ તમામ પાસાઓ ધ્યાનમાં રાખી લેબમાં કાપડ પ્રમાણિત કરવામાં આવતું હોય છે અને આ કાપડ તે માપદંડમાં ખરું ઉતર્યું છે. આ અંગે ફિયાસ્વી ઓલ ઇન્ડિયાના ચેરમેન ભરત ગાંધીએ ઝી 24 કલાક સાથે વાતચીત કરતા જણાવ્યુ હતુ કે રક્ષા ક્ષેત્રમા વપરાતા કાપડ કેન્દ્રના લેબમા પાસ થવુ ખુબ જ જરુરી હતુ. હાલમા સુરતના રો મટીરીયલ્સની ગુણવત્તા પણ સ્ટાન્ડર્ડના નજીક આવી રહ્યુ છે. આ માટે હવે સુરતમા કરોડો રુપિયાના ખર્ચે અર્ધતન મશીનો પણ મંગાવવામા આવ્યા છે. આવનારા મહિનામાં રીપેર લુમ્સ , વોટર જેટ લુમ્સ આવનાર દિવસોમાં ઈમ્પોર્ટ થશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news