અમદાવાદના વસ્ત્રાપુર તળાવ પાસે તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી સિક્યુરિટી ગાર્ડની હત્યા, પોલીસ પહોંચી...

વસ્ત્રાપુરમાં તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને સિક્યુરીટી ગાર્ડની હત્યા કરવામાં આવી છે. આ ધટનાની જાણ થતાં વસ્ત્રાપુર પોલીસ ઘટના સ્થળે પહોચી  છે.

અમદાવાદના વસ્ત્રાપુર તળાવ પાસે તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી સિક્યુરિટી ગાર્ડની હત્યા, પોલીસ પહોંચી...

ઝી બ્યુરો/અમદાવાદ: રાજ્યમાં અવારનવાર હત્યાના બનાવો બનતા હોય છે, ત્યારે અમદાવાદના વસ્ત્રાપુર તળાવ પાસે તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને સિક્યુરિટીની હત્યા કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાને પગલે પોલીસે ઘટના સ્થળે પહોંચીાને તપાસ શરૂ કરી છે. આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, અમદાવાદના વસ્ત્રાપુરમાં મોડી સાંજે હત્યાની ઘટના બનતા વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.

વસ્ત્રાપુરમાં તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને સિક્યુરીટી ગાર્ડની હત્યા કરવામાં આવી છે. આ ધટનાની જાણ થતાં વસ્ત્રાપુર પોલીસ ઘટના સ્થળે પહોચી  છે.

એ ડિવિઝનનાં ACP જી.એસ. સ્યાનનું આ ઘટના મુદ્દે નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, વસ્ત્રાપુર લેક ખાતે 9 વાગ્યાની આસપાસ મૃતદેહ હોવાની માહિતી મળી હતી. અજાણ્યા ઇસમની લાશ ખાટલા પર પડેલી મળી હતી. મૃતદેહના ગળા અને માથાના ભાગે ઇજાના નિશાન મળ્યા છે. અજાણ્યા વ્યક્તિએ તિક્ષણ હથિયારથી હત્યા કર્યાની પ્રાથમિક માહિતી છે.

બોથડ પદાર્થથી પણ હત્યા કરાઈ હોવાની શક્યતા છે. એ વ્યક્તિ ત્યાં એક ઓરડીમાં રહેતો હતો, સિક્યોરિટી ગાર્ડ તરીકે ત્યાં રહેતો હતો. વસ્ત્રાપુર લેક ખાતે થઈ રહેલા કામકાજમાં ત્યાંના કોન્ટ્રાકટર પાસેથી મૃતકની ઓળખ કરવા માટે તપાસ શરૂ કરી છે. 

Trending news