આ ઘટનાથી ગુજરાતનું માથું શરમથી ઝૂકી જશે! યુવતીને ભગાડી જનાર યુવકની માતાને નિર્વસ્ત્ર કરી ગામમાં ફેરવી

પંચમહાલ જિલ્લાના આદિવાસી પંથક એવા મોરવા હડફ તાલુકાના અંતરિયાળ ગામમાં થોડા દિવસ પહેલા એક યુવક ગામની જ એક યુવતીને લઇ ભાગી જવાની ઘટના બની હતી. યુવક યુવતીના ભાગી જવાની ઘટનાના જે પ્રત્યાઘાતો સામે આવ્યા છે તેને માનવજાતને હચમચાવી મૂકી છે. યુવતીના પરિવારજનોએ યુવકના ઘરે જઈ મારામારી કરી.

આ ઘટનાથી ગુજરાતનું માથું શરમથી ઝૂકી જશે! યુવતીને ભગાડી જનાર યુવકની માતાને નિર્વસ્ત્ર કરી ગામમાં ફેરવી

જયેન્દ્ર ભોઈ/પંચમહાલ: પંચમહાલના મોરવા હડફ પંથકથી હચમચાવી દેતી ઘટના સામે આવી છે. જ્યાં એક મહિલાને દોરડે બાંધી નિર્વસ્ત્ર કરી ગામમાં ફેરવવામાં આવી છે. મહિલાનો પુત્ર ગામની જ એક અન્ય જ્ઞાતિની યુવતીને ભગાડી ગયો હોવાની અદાવત રાખી યુવતીના પરિવારે યુવકની માતાને તાલિબાની સજા આપી હોવાનું સામે આવ્યું છે.

પંચમહાલ જિલ્લાના આદિવાસી પંથક એવા મોરવા હડફ તાલુકાના અંતરિયાળ ગામમાં થોડા દિવસ પહેલા એક યુવક ગામની જ એક યુવતીને લઇ ભાગી જવાની ઘટના બની હતી. યુવક યુવતીના ભાગી જવાની ઘટનાના જે પ્રત્યાઘાતો સામે આવ્યા છે તેને માનવજાતને હચમચાવી મૂકી છે. યુવતીના પરિવારજનોએ યુવકના ઘરે જઈ મારામારી કરી. પરંતુ ત્યારબાદ જે થયું તેને સમગ્ર માનવજાતને શર્મશાર કરી છે. 

યુવતીના પરિવારજનોએ પોતાની દીકરીને ભગાડી જનાર યુવકની માતાને માર મારી તેને દોરડે બાંધી ત્યારબાદ નિર્વસ્ત્ર કરી ગામમાં ફેરવી હતી. ઘટનાને અંજામ આપનાર આરોપીઓમાં પણ મોટાભાગની મહિલાઓ જ હતી. જેમને યુવકની માતાને નિર્વસ્ત્ર કરી આ આખી ઘટનાને અંજામ આપ્યો હતો. 

જો કે ઘટનાની ગંભીરતા જોતા પોલીસ પણ એક્શનમાં આવી ગઈ હતી અને તાત્કાલિક સમગ્ર મામલે ફરિયાદ નોંધી મોરવા હડફ પોલીસે પાંચ મહિલાઓ અને એક પુરુષ મળી છ આરોપીઓ સામે ગુનો નોંધી કરી કાર્યવાહી કરી છે. જેમાંથી હાલ 4 મહિલા અને એક પુરુષ મળી પાંચ આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news