વડોદરાનો ગજબનો કિસ્સો! સસ્તામાં બકરા ખરીદવા ગયો'ને અને પોતે બકરો બની ગયો!
થોડા દિવસ અગાઉ સોશિયલ મીડિયામાં ડોકિયું કરતાં કરતાં સંજય ભાઈની એક જાહેરાત પર નજર પડી. જેમાં લખ્યું હતું સસ્તા બકરા માટે અહી ક્લિક કરો. જેથી તેઓએ ફેસબુકની એ જાહેરાત પર ઝટ દઈને ક્લિક કરી દીધું હતું.
Trending Photos
હાર્દિક દીક્ષિત/વડોદરા: આ કિસ્સો વડોદરા શહેરનો છે. સમગ્ર મામલાની હકીકત એવી છે કે ગોત્રી પાર્વતીનગરમાં રહેતા સંજયભાઈ માળી પોતે બકરા રાખવાના શોખીન છે. તેમના આ બકરા રાખવાના શોખ એ ખુદ તેમને જ બકરા બનાવી દીધા છે. થોડા દિવસ અગાઉ સોશિયલ મીડિયામાં ડોકિયું કરતાં કરતાં સંજય ભાઈની એક જાહેરાત પર નજર પડી. જેમાં લખ્યું હતું સસ્તા બકરા માટે અહી ક્લિક કરો. જેથી તેઓએ ફેસબુકની એ જાહેરાત પર ઝટ દઈને ક્લિક કરી દીધું હતું.
આ જાહેરાતમાં ભેજાબાજ દ્વારા માત્ર 15 હજારમાં બે હટ્ટાકટ્ટા જોધપુરી બકરા આપવાની વાત કરવામાં આવું હતી. જેથી સંજય ભાઈ માળી એ જાહેરાતમાં આપેલા મોબાઈલ નંબર પર સંપર્ક કર્યો હતો. ભેજાબાજ દ્વારા સંજય ભાઈને બકરા માટે બુકિંગ પેટે દસ હજાર ચૂકવવા નું જણાવાયું હતું. જેમાં 2 હજાર રૂપિયા રાજસ્થાનની બોર્ડર ક્રોસ કરાવવાના તેમજ બાકીના 10 હજાર બકરાની હોમ ડિલિવરીના... વધુમાં ભેજાબાજે જણાવ્યું હતું કે તમે બકરા બુક કરાવો એટલે રાજસ્થાનથી તમારા ઘરે પાર્સલમાં બે બકરા પહોંચી જશે.
ભેજાબાજની વાતોમાં ભેરવાઈ ગયેલા સંજય ભાઈ એ સસ્તામાં બકરાની લાલચે 2 હજાર રાજસ્થાન બોર્ડર ક્રોસ કરવાના તેમજ 8 હજાર બકરાની હોમ ડિલિવરીના આમ કુલ 10,000 રૂપિયા પહેલા ચૂકવ્યા હતા. ત્યારબાદ તેમના બકરાનો ટેમ્પો અંકલેશ્વર જનાર છે. જેથી ચલન રૂપે બીજા 2000 રૂપિયા મોકલવા ભેજાબાજ દ્વારા જણાવવામાં આવ્યું હતું અને કહેવામાં આવ્યું હતું કે જો બીજા પૈસા આપશો તો જ બકરા તમારા ઘરે પાર્સલ કરવામાં આવશે. ત્યારે સંજયભાઈ માળીને શંકા જતા વધુ રૂપિયા આપવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. તેમજ પહેલા બકરા આપો તો જ બીજા રૂપિયા આપુ તેમ જણાવ્યું હતું..
ત્યારે ભેજાબાજ દ્વારા તમામ મોબાઈલ નંબરો બંધ કરી દેવામાં આવ્યા હતા. જેથી સંજય માળીને ભેજાબાજોએ બકરો બનાવ્યો હોવાનો એહસાસ થયો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે