નવસારીના બંટી-બબલીનો ચર્ચીત કિસ્સો; સોના-ચાંદી અને પૈસા છોડીને એવી વસ્તુની ચોરી કરતા કે...

છેલ્લા ઘણાં સમયથી નવસારીના બંધ પડેલા અને જૂનવાણી મકાનોમાં ચોરીના બનાવો વધ્યાં હતા. ત્યારે ફરી શહેરના ઝવેરી સડક નજીક પૂર્ણા માતાજી મંદિર પાસેના મોરાર સ્ટ્રીટના બંધ મકાનમાંથી ચોરી થઈ. ચોરીના બનાવની જાણ થતાં મકાન માલિકે નવસારી ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી.

નવસારીના બંટી-બબલીનો ચર્ચીત કિસ્સો; સોના-ચાંદી અને પૈસા છોડીને એવી વસ્તુની ચોરી કરતા કે...

ધવલ પરીખ/નવસારી: નવસારીમાંથી એક અનોખા બંટી બબલી ચોર પકડાયા છે. આ બંટી બબલી ચોર બંધ મકાનને ટાર્ગેટ તો કરતા, પરંતુ સોના-ચાંદી કે પૈસાની ચોરી કરતા નહીં. આ પહેલા પણ આ ચોર ટોળકી પોલીસના હાથે પકડાઈ ચુકી હતી, ત્યારે ફરી આ ચોર ટોળકીએ બંધ મકાનોને ટાર્ગેટ કરતા હવે પોલીસ પકડમાં આવી ગઈ છે. ત્યારે બંટી બબલી ચોર ટોળકી સોના-ચાંદી અને પૈસા છોડીને એવી તો કંઈ વસ્તુની ચોરી કરતા હતા. 

  1. નવસારીના બંટી-બબલી ચોર
  2. બંધ મકાનને કરતા ટાર્ગેટ
  3. ઘરમાં હાથફેરો કરીને થતાં ફરાર

ગુજરાતના આ તાલુકામાં મીની વાવાઝોડાએ કાળો કહેર વરસાવ્યો, ઘરોના છાપરાએ ઉડાડી દીધા!

છેલ્લા ઘણાં સમયથી નવસારીના બંધ પડેલા અને જૂનવાણી મકાનોમાં ચોરીના બનાવો વધ્યાં હતા. ત્યારે ફરી શહેરના ઝવેરી સડક નજીક પૂર્ણા માતાજી મંદિર પાસેના મોરાર સ્ટ્રીટના બંધ મકાનમાંથી ચોરી થઈ. ચોરીના બનાવની જાણ થતાં મકાન માલિકે નવસારી ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી. ફરિયાદ મળતાં જ નવસારી ટાઉન પોલીસ હરકતમાં આવી, પોલીસે બનાવના સ્થળ અને આસપાસના CCTVની તપાસ આદરી. CCTVમાં પોલીસને શંકાસ્પદ યુવક અને યુવતી દેખાયા, જેઓ પોટલામાં કઈક વસ્તુ બાંધીને જતાં હતા. CCTVમાં જે લોકો દેખાયા હતા, તે અગાઉ પણ ચોરીમાં પકડાઈ ચુક્યા હતા. જેથી આરોપીઓને પકડીને તપાસ કરતા ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો હતો. 

પોલીસ પકડમાં આવેલા બંટી બબલી રૂપિયા કે સોનાની ચોરી નહોતા કરતા, પરંતુ તેઓ માત્રને માત્ર જૂના મકાનોને ટાર્ગેટ કરીને પિત્તળના વાસણો જ ચોરી જતાં. મોરાર સ્ટ્રીટના બંધ મકાનમાંથી પણ ચોર ટોળકીએ 36 હજારના પિત્તળના તપેલા, થાળી, કથરોટ, ડીશ સહિતના વાસણોની ચોરી કરી હતી અને ફરાર થઈ ગયા હતા. પરંતુ આ ચોર ટોળકી અગાઉ પણ પકડાઈ ચુકી હોવાથી પોલીસે ગણતરીના દિવસમાં ફરી આ બંટી બબલીને દબોચી લીધા છે. 

પોલીસે આરોપીઓને પકડીને પૂછપરછ કરતાં ચોર ટોળકીની મોડસ ઓપરેન્ડી સામે આવી છે. જેમાં સામે આવ્યુ છે કે, ચીનીયો અને યાસ્મીન ભંગાર લેવા માટે ફરતા. આખા શહેરમાં ફરીને બંધ મકાનને ટાર્ગેટ કરતા. બાદમાં ચોરી કરતા પહેલાં વિસ્તારની રેકી કરતા. અંતે બપોર કે રાતના સમયે ચોરીને અંજામ આપતા. 

ફાઈનલ વીઓ. આ ચોર ટોળકીની એક આદત હતી કે તેઓ માત્ર બંધ મકાનને ટાર્ગેટ કરીને તેમાંથી માત્ર પિત્તળના વાસણોની ચોરી કરતા, પરંતુ આ જ આદતના કારણે અગાઉ પકડાયા હોવાથી પોલીસને પહેલી શંકા આ બંટી બબલી પર પડી અને તપાસ કરતા ચોર ટોળકી પોલીસ પકડમાં આવી ગઈ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news