કોરોનાકાળમાં નોકરી ગુમાવતાં મહિલા બની યોગ ટ્રેનર

કોરોનાકાળમાં મોટાભાગે લોકો ની નોકરી ચાલી ગઈ હતી.જેથી તેઓએ વિચાર્યું કે આશરે ૧૦૦ જેટલા લોકોને નિશુલ્ક યોગની ટ્રેનીંગ આપી યોગ ટ્રેનર બનાવી તેમને નોકરી આપશે.

કોરોનાકાળમાં નોકરી ગુમાવતાં મહિલા બની યોગ ટ્રેનર

સુરત, ચેતન પટેલ: કોરોના કાળમાં અનેક લોકોની નોકરી ગઈ તો કેટલાક માનસિક તણાવમાં આવી ગયા. આ સમયગાળામાં લોકોને ખબર પડી કે યોગ કેટલો અસરકારક છે. યોગ માનસિક શાંતિ તંદુરુસ્તી પણ આપે છે. પરંતુ હાલના દિવસોમાં સુરતમાં યોગ મહિલાઓને રોજગારી આપી રહ્યો છે. નોકરી ગુમાવનાર મહિલાઓ યોગની ટ્રેનીંગ લઇ યોગા ટ્રેનર બની ગઈ છે.

કૃતિ કાપડિયા એ માઇક્રો બાયોલોજીમાં ડિગ્રી મેળવી છે. આ ડિગ્રીના કારણે તેઓ સારી એવી નોકરી મેળવી શકે. પરંતુ કોરોના કાળમાં તેઓને લાગ્યું કે માનસિક અને શારીરિક ઉન્નતિ માટે મસમોટા પગારની નોકરી કરતા યોગ ટ્રેનર બની જવું એ ખૂબ જ યોગ્ય રહેશે. આ જ કારણ છે. કે ટ્રેનિંગ લીધા બાદ કૃતિ અન્ય મહિલાઓને યોગા ટ્રેનર તરીકે યોગના જુદા જુદા આસનો શીખવાડી રહી છે. પ્રોફેશનલ જોબની જગ્યાએ કૃતિએ યોગા ટ્રેનર બની જવું ખૂબ જ સારું લાગ્યું હતું. કૃતિ એ જણાવ્યું હતું કે યોગા ટ્રેનર ના પ્રોફેશનના કારણે તેને માનસિક અને શારીરિક ઉન્નતિ મળે છે. અને આ જ વિચાર તે અન્યને આપવા માંગે છે.

સુરતના ભટાર વિસ્તાર ખાતે યોગાચાર્ય ચેન્ના રામ યોગ કલાસીસ ચલાવે છે. કોરોનાકાળમાં મોટાભાગે લોકો ની નોકરી ચાલી ગઈ હતી.જેથી તેઓએ વિચાર્યું કે આશરે ૧૦૦ જેટલા લોકોને નિશુલ્ક યોગની ટ્રેનીંગ આપી યોગ ટ્રેનર બનાવી તેમને નોકરી આપશે. આ વિચાર સાથે તેઓએ અનેક મહિલાઓને યોગના અલગ અલગ આસનની ટ્રેનિંગ આપી હતી. આજે આશરે ૧૦થી વધુ મહિલાઓ ટ્રેનિંગ મેળવી નોકરી કરી રહી છે. જેમાં કેટલીક મહિલાઓ વિદેશમાં પણ ચાલી ગઈ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news