પિચકારી મારવા જેવી બાબતે જામનગરમાં બે પાડોશીઓ વચ્ચે ખૂની ખેલ ખેલાયો! આડેધડ છરીઓ ઝીંકાઇ

આ હુમલાના બનાવમાં મોડી રાત્રે દાઉદભાઈ સાંધાણીનું ટૂંકી સારવારમાં મોત નિપજતાં હુમલાનો બનાવ હત્યામાં પલટાયો હતો. કોઈ અનિચ્છીય બનાવ ન બને માટે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. 

પિચકારી મારવા જેવી બાબતે જામનગરમાં બે પાડોશીઓ વચ્ચે ખૂની ખેલ ખેલાયો! આડેધડ છરીઓ ઝીંકાઇ

જામનગર/મુસ્તાક દલ: ગુલાબનગર અખાડા ચોકમાં ગઇકાલ રાત્રે જૂની અદાવતનો ખાર રાખી દંપતિને પાડોશી દ્વારા આડેધડ છરીઓ ઝીકાઇ હતી. તેમાં દાઉદભાઈ સાંધાણી નામના ચાલીસ વર્ષીય યુવાનનું સારવારમાં મોડી રાતે મોત નિપજતાં હુમલો હત્યામાં પલટાયો હતો. મસાલો ખાઈ પિચકારી મારવા મુદ્દે બને પરિવાર વચ્ચે ડખો થયો હતો અને છરી પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો હતો. 

આ હુમલાના બનાવમાં મોડી રાત્રે દાઉદભાઈ સાંધાણીનું ટૂંકી સારવારમાં મોત નિપજતાં હુમલાનો બનાવ હત્યામાં પલટાયો હતો. કોઈ અનિચ્છીય બનાવ ન બને માટે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. 

હાલ પોલિસે આરોપી વિરૂદ્ધ ૩૦૨ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news