37 હજાર આહીરાણીઓ શ્રીકૃષ્ણની ભૂમિ પર બનાવશે મોટો રેકોર્ડ, એકસાથે કરશે મહારાસ

Aahir Samaj : કૃષ્ણની ભૂમિ દ્વારકામાં 37,000 આહિરાણીઓ એકી સાથે રમશે મહારાસ, જામનગર ખાતે તૈયારીઓ અંગે બેઠક યોજાઈ... કાર્યક્રમના આયોજન, વ્યવસ્થાપન સહિતના મુદ્દાઓ પર ચર્ચાઓ થઈ... રાજ્યભરના 24 જિલ્લાઓના આહીર યુવાનો-આગેવાનોએ દર્શાવી સહભાગિતા
 

37 હજાર આહીરાણીઓ શ્રીકૃષ્ણની ભૂમિ પર બનાવશે મોટો રેકોર્ડ, એકસાથે કરશે મહારાસ

Jamnagar News મુસ્તાક દલ/જામનગર : ભગવાન કૃષ્ણની કર્મભૂમિ દ્વારકા ખાતે અખિલ ભારતીય આહીરાણી મહારાસ સંગઠનના નેજા હેઠળ અગામી તા.૨૩ અને ૨૪ ડીસેમ્બરના રોજ મહારાસનું આયોજન કરવામાં આવ્યું છે. પાંચ હજાર પૂર્વેનો ઈતિહાસ ફરી જીવંત કરવાના હાર્દ અને સામાજીક એક્તૃત્વ વધુ પ્રબળ બને એ હેતુથી મહારાસનું આયોજન કરવામાં આવ્યું છે. આ રાસના આયોજનના ભાગરૂપે સમગ્ર રાજ્યના ૨૪ જિલ્લાઓમાંથી ૩૭ હજાર બહેનોએ મહારાસમાં ભાગ લેવા નામ નોધણી કરાવી છે.

દસ દિવસ બાદ ૩૭ હજાર આહીરાણીઓ એક સાથે મહારાસ રમી નવો કીર્તીમાન સ્થાપશે, આ કાર્યક્રમની અંતિમ તૈયારીના ભાગ રૂપે આજે જામનગર આહીર ક્ધયા છાત્રાલય ખાતે રાજ્યભરના આહીર આગેવાનો-યુવાનો અને કાર્યકરોની તેમજ શહેરના આહીર સમાજ ખાતે બેઠકનું આયોજન  કરવામાં આવ્યું હતું.

જેમાં જામનગર ઉપરાંત સૌરાષ્ટ્ર-કચ્છ ઉપરાંત મધ્ય-ઉતર દક્ષીણ રાજ્યના ૨૪ જિલ્લાઓમાંથી યુવાનો-કાર્યકરો-આગેવાનો હાજર રહ્યા હતા. આ બંને બેઠકમાં કાર્યક્રમના આયોજન અંગે પાયાથી માંડી છેક અંતિમ ક્ષણ સુધીની ચર્ચાઓ કરવામાં આવી હતી. આ ઉપરાંત આગેવાન-કાર્યકરોના મંતવ્યો-સૂચનો પર પણ ચર્ચાઓ થઇ હતી.

આ ઐતિહાસિક કાર્યક્રમ સફળતા પૂર્વક પાર પડે એ હેતુથી સમાજના આગેવાનોએ હાજર યુવાનો-કાર્યકરોનો જુસ્સો વધારી કાર્યક્રમને સફળ બનાવવાના ઉત્સાહને વધાવ્યો હતો. સામે પક્ષે આહીર યુવાઓ અને આગેવાનોએ પણ ખંભેથી ખંભો મિલાવી કાર્યક્રમને સફળ બનાવવા હુકાર ભણ્યો હતો. આ કાર્યક્રમનું સંચાલન મેરામણભાઈ ભાટુ,  લીરીબેન માડમ, નરેશભાઈ ડુવાએ કર્યું હતું. આ બેઠકમાં આહીર અગ્રણી ભામાસા ભીખુભાઈ વારોતરીયા, મુળુભાઈ કંડોરીયા, એડવોકેટ વી એચ કનારા, પ્રવીણભાઈ માડમ, આહીર સમાજ યુવા ગ્રુપના પ્રમુખ મહેશભાઈ નંદાણીયા, ગોવિંદભાઈ કરમુર, લાલાભાઈ ગોરિયા, હિતેશભાઈ ગાગલીયા, રામદેભાઈ કંડોરિયા, હંસરાજભાઈ કંડોરિયા, આહીર કર્મચારી મંડળના પ્રમુખ રામસીભાઈ ચાવડા, આહીર સમાજ સત્યમ કોલીનીના પ્રમુખ દેવશીભાઈ પોસતરિયા, કરશનભાઇ કરમુર, રચનાબેન માડમ, જ્યોતિબેન ભારવાડિયા સહિતનાઓ હાજર રહ્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news