ભાજપમાંથી આપના શરણે ગયેલા રાજભાની ઘરવાપસી, પાર્ટીએ મનાવી લીધા

Gujarat Election : ચૂંટણી પહેલાં પક્ષપલટાનો દોર યથાવત... ભાજપમાંથી AAPમાંથી ગયેલા રાજભા ઝાલાની ફરી ઘરવાપસી... રાજકોટમાં મનપાની સ્થાયી સમિતિના રહી ચૂક્યા છે સભ્ય...
 

ભાજપમાંથી આપના શરણે ગયેલા રાજભાની ઘરવાપસી, પાર્ટીએ મનાવી લીધા

ગાંધીનગર :ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના 17 વર્ષ સુધી રાઈટ હેન્ડ રહેલાં અને ભાજપ શાસિત રાજકોટ મ્યુનિશિપલ કોર્પોરેશનના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજભા ઝાલા ભાજપ થોડા સમય પહેલા ભાજપનો સાથ છોડીને આપ સાથે જોડાણ કર્યુ હતું. ત્યારે ચૂંટણી સમયે જ રાજભા ઝાલાએ ભાજપમાં ઘર વાપસી કરી છે. ચૂંટણી પહેલા હજી કેટલાક લોકોની ઘરવાપસીનો દોર ચાલુ છે. ત્યારે થોડા સમય પહેલા જ ભજપમાંથી આમ આદમી પાર્ટીના શરણે ગયેલા રાજભા ઝાલાની ભાજપમાં ઘર વાપસી થઈ છે. 

રાજભા ઝાલા રાજકોટ મનપામાં સ્થાઈ સમિતિના સભ્ય રહી ચુક્યા છે. આજે ફરીથી તેઓ કમલમ ખાતે આપનો સાથ છોડીને ભાજપમાં જોડાયા છે. ભાજપમાં જોડાયા બાદ રાજભા ઝાલાએ કહ્યું કે, મારાં માટે આજે ખુબ આનંદનો દિવસ છે. હું 18 વર્ષથી ભજપમાં જોડાયેલો છું. સંજોગો એવા નિર્માણ થયાં હતા કે મે ભાજપ છોડ્યું હતું. મેં આપ પાર્ટી જોઈન કરી ત્યારે ગુજરાતમાં આપનું કોઈ અસ્તિત્વ ન હતું. રાજકોટ શહેરમાં આપની ઓળખ વ્યક્તિગત મારી ઓળખથી ઉભી કરી. ત્યારે આપે મને ત્રણ જિલ્લાના સંગઠનની જવાબદારી સોંપી હતી. આગામી વિધાનસભાની તૈયારી કરવા મને કહેવાયું હતું. ભેદી રીતે કહું છું કે જે રીતે પાર્ટીનું સંગઠન વ્યવસ્થિત ચાલતું હતું પરિસ્થિતિ એવી નિર્માણ થઈ કે સંદીપ પાઠકે આવી તમામ સંગઠન ડીઝોલ્વ કર્યું હતું. એટલે પાર્ટીના કાર્યકર્તાઓ ખુબ જ નારાજ છે. કાર્યકર્તાઓને સાંભળવામાં આવતા નથી. હજારો કાર્યકર્તાઓની લાગણી સાથે ચેડાં કર્યા છે. 

ભાજપે સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતાર્યા
ભાજપ ચૂંટણીના મેદાનમાં નેતાઓની ફોજ ઉતારશે. 10 થી વધુ કેન્દ્રીય નેતાઓ ગુજરાતમાં પ્રચાર કરશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા ગુજરાતમાં 20થી વધુ સભાઓ કરશે. કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ, નીતિન ગડકરી, અર્જુન મુંડા, સ્મૃતિ ઈરાની, ધર્મેન્દ્ર પ્રધાન, ભુપેન્દ્ર યાદવ પણ ગુજરાતમાં સભાઓ ગજવશે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંગ ચૌહાણ તથા યુપીના સીએમ યોગી આદિત્યનાથ પણ ગુજરાત આવશે. મહારાષ્ટ્રના પૂર્વ સીએમ દેવેન્દ્ર ફંડવિસ પણ ગુજરાતમાં ભાજપ માટે કેમ્પેઇન કરશે. તેમજ સ્ટાર પ્રચારકમાં હેમા માલિની, રવિ કિશન, મનોજ તિવારી પણ ગુજરાતમાં પ્રચાર કરશે. ભાજપે 35 થી વધુ સ્ટાર કેમ્પેઇન ચૂંટણીના મેદાને ઉતાર્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news