કોંગ્રેસ બાદ પક્ષ પ્રમુખ અને નેતા વિપક્ષનો પણ સફાયો, ધાનાણી- ચાવડાના રાજીનામા મંજૂર

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસને જાકારો મળ્યો છે. મહાનગરપાલિકા બાદ હવે નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં પણ કોંગ્રેસ (gujarat congress) ને હારનો સામનો કરવો પડ્યો છે. ગુજરાતમાં કોંગ્રેસમાં ભારે અરાજકતા ફેલાઈ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી (local election) માં કોંગ્રેસના સૂપડા સાફ થયા છે. ત્યારે સ્પષ્ટ થયું છે કે, ગુજરાત કોંગ્રેસની નેતાગીરી નિષ્ફળ નીવડી છે. આજના પરિણામ બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા અને નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ રાજીનામું આપી દીધું હતું. 

કોંગ્રેસ બાદ પક્ષ પ્રમુખ અને નેતા વિપક્ષનો પણ સફાયો, ધાનાણી- ચાવડાના રાજીનામા મંજૂર

અમદાવાદ : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસને જાકારો મળ્યો છે. મહાનગરપાલિકા બાદ હવે નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં પણ કોંગ્રેસ (gujarat congress) ને હારનો સામનો કરવો પડ્યો છે. ગુજરાતમાં કોંગ્રેસમાં ભારે અરાજકતા ફેલાઈ છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી (local election) માં કોંગ્રેસના સૂપડા સાફ થયા છે. ત્યારે સ્પષ્ટ થયું છે કે, ગુજરાત કોંગ્રેસની નેતાગીરી નિષ્ફળ નીવડી છે. આજના પરિણામ બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા અને નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ રાજીનામું આપી દીધું હતું. 

જો કે કોંગ્રેસ દ્વારા તેમનું રાજીનામું મંજુર કરવામાં આવ્યું છે. માર્ચના અંત સુધીમાં નવા પક્ષ પ્રમુખની પસંદગી કરી લેવામાં આવશે. ત્યાં સુધી અમિત ચાવડા કાર્યકારી અધ્યક્ષ તરીકે યથાવત્ત રહેશે. પરેશ ધાનાણીનું રાજીનામું પણ મંજૂર કરી લેવાયું છે. જો કે જ્યાં સુધી નવા નેતાની પસંદગી ન થાય ત્યાં સુધી આ બંન્ને નેતાઓ કાર્યકારી કામગીરી નિભાવશે. 

જે પ્રકારની સ્થિતી સર્જાઇ છે અને કોંગ્રેસ જે પ્રકારે ઐતિહાસિક રીતે પરાજીય થયું છે તેનાં કારણે બંન્નેએ રાજીનામાં આપ્યા હતા. જેના કારણે હાઇકમાન્ડે પણ રાજીનામુ મંજીર રાખ્યું હતું. જેના પગલે હવે કોંગ્રેસના રકાસ બાદ તે પ્રમુખ વિહોણી પણ બની છે. હવે કોંગ્રેસ માટે સૌથી મોટો સવાલ નવા અધ્યક્ષનો છે. નવા અધ્યક્ષ અને વિરોધ પક્ષનાં નેતા તરીકે હાર્દિક પટેલ, ભરતસિંહ સોલંકી, શૈલેષ પરમાર, શક્તિસિંહ ગોહિલ અને અર્જૂન મોઢવાડીયાનાં નામો ફરી એકવાર ચર્ચામાં છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે, 2017માં વિધાનસભામાં કારમો પરિજય થયો હતો ત્યાર બાદ ભરતસિંહ સોલંકીએ રાજીનામુ આપ્યું હતું. હાઈકમાન્ડ ભરતસિંહ સોલંકીનું રાજીનામુ સ્વીકાર્યું હતું. તેના બાદ તેમના પિતરાઈ ભાઈ અમિત ચાવડાને જવાબદારી સોંપી હતી. અમિત ચાવડા યુવા નેતૃત્વમાં ગણાતા હતા. પરંતુ અમિત ચાવડા કોંગ્રેસને એક કરવામાં અને સાચવી રાખવામાં નિષ્ફળ નીવડ્યા હતા. વર્ષ 2017 બાદ વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ધારાસભ્યો તૂટ્યા હતા અને ભાજપમાં જોડાયા હતા. તેના બાદ 2019ની લોકસભાની ચૂંટણીમાં 26/0 થી કોંગ્રેસનો પરાજય થયો હતો. ત્યારે કોંગ્રેસના નેૃતત્વ સામે ફરીથી સવાલો ઉભા થયા હતા. અમિત ચાવડાના નેતૃત્વમાં અનેક નેતાઓએ રાજીનામા આપ્યા. ત્યારે પણ અમિત ચાવડાએ રાજીનામુ આપવાની વાત કરી હતી, પણ તેમને આ જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવ્યા ન હતા. ત્યારે હવે આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂ્ંટણીમાં કોંગ્રેસનો કારમો પરાજય થયો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news