Election Results: રાજ્યની 31 District Panchayat માં Congress ના સુપડા સાફ, BJP એ બહુમતી સાથે લહેરાવ્યો કેસરિયો
31 જિલ્લા પંચાયતોની ચૂંટણીના જાહેર થયેલા પરિણામમાં તમામ પંચાયતોમાં ભાજપનો (BJP) વિજય થયો છે અને કોંગ્રેસ (Congress) દ્વારા એક પણ પંચાયતમાં ખાતુ ન ખોલાવતા કારમી હારનો સામનો કરવો પડ્યો છે
Trending Photos
ઝી મીડિયા બ્યૂરો, અમદાવાદ: આજે ગુજરાતમાં જિલ્લા પંચાયત (District Panchayat), તાલુકા પંચાયત (Taluka Panchayat) અને નગરપાલિકાની (Municipality) ચૂંટણીના પરિણામ (Election Results) જાહેર થઈ ગયા છે. સવારે 9 વાગ્યાથી મત ગણતરી શરૂ કરવામાં આવી હતી. જો કે, ગુજરાતની 31 જિલ્લા પંચાયતોની ચૂંટણી પરિણામ (District Panchayat Election Results) આવી ગયા છે. ત્યારે 31 જિલ્લા પંચાયતની 980 બેઠકમાંથી 25 બેઠક બિનહરીફ ચૂંટાઈ હતી. જ્યારે આજે 31 જિલ્લા પંચાયતોની ચૂંટણીના જાહેર થયેલા પરિણામમાં તમામ પંચાયતોમાં ભાજપનો (BJP) વિજય થયો છે અને કોંગ્રેસ (Congress) દ્વારા એક પણ પંચાયતમાં ખાતુ ન ખોલાવતા કારમી હારનો સામનો કરવો પડ્યો છે.
31 જિલ્લા પંચાયતની 980 બેઠકોમાંથી 25 બેઠક બિનહરીફ થઈ છે. 31 જિલ્લા પંચાયતની (District Panchayat) 980 બેઠકો પર 2655 ઉમેદવારો મેદાનમાં હતા. જેમાં ભાજપના (BJP) 955 ઉમેદવારો ચૂંટણી લડ્યા હતા. ત્યારે તમામ જિલ્લા પંચાયતમાં ભાજપનો વિજય થતાં ભાજપના કાર્યકરો (BJP Activists) દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસની (Congress) હારથી અમિત ચાવડા (Amit Chavda) અને પરેશ ધાનાણી (Paresh Dhanani) રાજીનામું (Resignation) આપ્યું છે. ત્યારે દિલ્હી હાઇ કમાન્ડ દ્વારા તેમના રાજીનામા મંજૂર કરાયા છે. આ અગાઉ 2017 માં વિધાનસભામાં કારમો પરાજય થયો હતો ત્યારે ભરતસિંહ સોલંકીએ રાજીનામુ આપ્યું હતું.
ભાજપ તરફી પરિણામ
2015 માં યોજાયેલી જિલ્લા પંચાયતની ચૂંટણીમાં પાટીદાર આંદોલનના કારણે ભાજપને મોટો ફટકો પડ્યો હતો. 31 જિલ્લા પંચાયતોમાંથી કોંગ્રેસને 24 અને ભાજપને ફાળે સાત ગઈ હતી. પરંતુ હવે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, ભાજપ 2015 ના પરિણામોને બદલી રહ્યું છે. જે રીતે ભાજપ જીત તરફ આગળ જઈ રહ્યું છે તે જોતા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાવ્યો છે.
31 જિલ્લા પંચાયતોના પરિણામ
ગુજરાતની કુલ 31 જિલ્લા પંચાયતોની 980 બેઠકોના આજે પરિણામ છે. જેમાં અમદાવાદ (34) , અમરેલી (34) , આણંદ(42), અરવલ્લી (30), ભરૂચ (34), ભાવનગર (40), બોટાદ (20), છોટાઉદેપુર (32), દાહોદ (50), ડાંગ (18), દેવભૂમિ દ્વારકા (22), ગાંધીનગર (28), ગીર સોમનાથ (28), જામનગર (24), જૂનાગઢ (30), કચ્છ (40), મહેસાણા (42), મહિસાગર (28), મોરબી (24), નર્મદા (22), નવસારી (30), પંચમહાલ (38), પાટણ (32), પોરબંદર (18), રાજકોટ (36), સાબરકાંઠા (36), સુરત (36), સુરેન્દ્રનગર (34), તાપી (26), વડોદરા (34), વલસાડ (38) નો સમાવેશ છે.
25 બેઠકો બિનહરિફ
31 જિલ્લા પંચાયતોની કુલ બેઠક 980 છે જેમાંથી ભાજપના 955, કોંગ્રેસના 937, આપના 304 અને અન્ય 460 મળીને કુલ 2655 ઉમેદવારો મેદાનમાં છે. જ્યારે 25 બેઠકો બિનહરિફ જાહેર કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે