વાપીમાં ધાર્મિક વિધિ બાદ થયો પૈસાનો વરસાદ, ઘટનાની જાણ થતા પોલીસ દોડતી થઇ

છરવાડા ખાતે રહેતો યુવક પૈસાના વરસાદથી રૂપિયા ડબલ કરાવવાની લાલચમાં એક બાવાના ચંગુલમાં ફંસાયો હતો. યુવકે 1.51 લાખ ગુમાવ્યા પોતે છેતરાયો છે એવું માલુમ પડતા તેને પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે પોલીસ પણ દોડતી થઇ હતી. તત્કાલ કાર્યવાહી કરતા એક આરોપીની ધરપકડ કરી છે.

વાપીમાં ધાર્મિક વિધિ બાદ થયો પૈસાનો વરસાદ, ઘટનાની જાણ થતા પોલીસ દોડતી થઇ

નિલેશ જોશી/વાપી : છરવાડા ખાતે રહેતો યુવક પૈસાના વરસાદથી રૂપિયા ડબલ કરાવવાની લાલચમાં એક બાવાના ચંગુલમાં ફંસાયો હતો. યુવકે 1.51 લાખ ગુમાવ્યા પોતે છેતરાયો છે એવું માલુમ પડતા તેને પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેના પગલે પોલીસ પણ દોડતી થઇ હતી. તત્કાલ કાર્યવાહી કરતા એક આરોપીની ધરપકડ કરી છે.

વાપીના છરવાડા રોડ ખાતે ગણેશ નગરના મમતા એપાર્ટમેન્ટમાં રહેતા અને ગુંજન સ્થિત મંગલમૂર્તિ સોસાયટી સામે ફુટપાથ ઉપર લારીમાં શાકભાજીનો વેપાર કરતા પ્રતિક છોટુભાઇ માહ્યાવંશીએ શનિવારે ડુંગરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પાંચેક દિવસ પહેલા છરવાડામાં રહેતા મિત્ર અશોક પટેલએ જણાવેલ કે પારડીના ખુટેજમાં રહેતા ચંદુ ભગત (ભુવા)ના ગામના અનિશ પાસે માણસો છે. જે પૈસાનો વરસાદ પાડવાનું કામ કરે છે. પૈસાની લાલચમાં આવી અનિશ સાથે ફોન ઉપર વાત કરી પૈસાનો વરસાદ કરાવવાનો છે તેમ કહેતા તેણે જણાવેલ કે, ધરમપુરના આંબોસી ભવઠાણ ગામે રહેતો વિજય કાળુ મોરીયાને ત્યાં મળવા જવું પડશે.

પ્રતીક તેના મિત્રો જોડે 9 ડિસેમ્બરે મિત્ર અશોક સાથે તેઓ ધરમપુર જઇ અનિસ તથા નરેશ અને વિજયને મળતા વિજયએ કહ્યું હતું કે, તમારી પાસે સાચા પૈસા કેટલા છે બતાવો તો કામ થાય. જેથી રૂ. 1 લાખ રોકડા તેને બતાવતા તમારૂ કામ કરી આપીશું અને ફોન કરીશું. ત્યારે ધરમપુર આવજો તેવી વાત થઇ હતી. પૈસાનો વરસાદ કરાવવા માટે અનાવલ ખાતે રહેતો હરીબાપુને લાવવા પડશે. હરિબાપુને વાપીમાં પ્રતીક અનેં તેના મિત્રો પોતાના ઘરે લઇ આવતા બાપુએ બે વિધિ માટેના સાધનોની માંગણી કરી હતી.

પૂજાની તૈયારી કરી તેણે તમામને રૂમની અંદર બોલાવી પુજામાં પૈસા મુકવા કહેતા વિજયએ ફરિયાદીના રૂ.1,51,000 ત્યાં મુક્યા હતા. ત્યાર બાદ સ્મશાનમાં વિધિ થશે તેમ જણાવી બધા સ્મશાન ગયા હતા. સ્મશાનમાં બાવાએ પ્રતિકને જણાવ્યું કે, નારિયેળ લાવવાનું રહી ગયું છે. હું સ્મશાને બેઠો છું તુ નારિયેળ લઇ આવ. જેથી પ્રતિક પરત ઘરે નારિયેળ લેવા માટે ગયો હતો. જ્યાંથી નારિયેળ લઇને પરત આવતા બાપુ સ્થળ ઉપરથી ગાયબ હતો.

આ ઘટનામાં છેતરાયો હોવાનું માલુમ પડતા તેને આરોપીને માર માર્યો હતો. જેથી પોલીસે ધૂતરાઓ વિરુદ્ધ છેતરપીંડીની ફરિયાદ નોંધી હતી. ફરિયાદી વિરુદ્ધ મારામારીની ફરિયાદ નોંધી હતી. આમ પોલીસે છેતરપીંડીના ગુનામાં 1 આરોપીની ધરપકડ કરી છે. મારમારીના ગુનામાં ફરિયાદીની પણ ધરપકડ કરી છે. તો પૈસા પડાવનાર ધૂતારાને શોધવા ચક્રોગતિમાન કર્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news