ફરી કેજરીવાલ અને મનીષ સીસોદીયા બે દિવસ ગુજરાતની મુલાકાતે, જાણો હવે કઈ ગેરેન્ટી આપશે

આમ આદમી પાર્ટી ગુજરાતની જનતાને વધુ એક ગેરન્ટી આપશે. આ વખતે ગુજરાતમાં નિઃશુલ્ક શિક્ષા અને સારવારની કેજરીવાલ જાહેરાત કરી શકે છે. અરવિંદ કેજરીવાલે ગુજરાત પ્રવાસ અંગે ટ્વીટ કરી આ માહિતી આપી છે.

ફરી કેજરીવાલ અને મનીષ સીસોદીયા બે દિવસ ગુજરાતની મુલાકાતે, જાણો હવે કઈ ગેરેન્ટી આપશે

ઝી બ્યુરો/અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે, તેમ તેમ ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી રાજ્યમાં વધુને વધુ સક્રિય બની રહી છે. આ વખતે ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામશે તે વાત લગભગ નક્કી છે. ત્યારે ફરી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને મનીષ સીસોદીયાનો બે દિવસ ગુજરાત પ્રવાસ ગોઠવાયો છે. 

ત્યારે ચર્ચાઈ રહ્યું છે કે આમ આદમી પાર્ટી ગુજરાતની જનતાને વધુ એક ગેરન્ટી આપશે. આ વખતે ગુજરાતમાં નિઃશુલ્ક શિક્ષા અને સારવારની કેજરીવાલ જાહેરાત કરી શકે છે. અરવિંદ કેજરીવાલે ગુજરાત પ્રવાસ અંગે ટ્વીટ કરી આ માહિતી આપી છે. એટલું નહીં, આ વખતે ગુજરાતમાં અરવિંદ કેજરીવાલ યુવાનો સાથે સંવાદ પણ કરશે. 

युवाओं से भी संवाद करेंगे

— Arvind Kejriwal (@ArvindKejriwal) August 20, 2022

આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્લીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે ટ્વીટમાં લખ્યું છે કે, “સોમવારે મનીષજી અને હું બે દિવસ માટે ગુજરાત જઈશું - શિક્ષણ અને આરોગ્યની ગેરન્ટી આપવા. દિલ્હીની જેમ ગુજરાતમાં પણ સારી શાળાઓ, સારી હોસ્પિટલો અને મોહલ્લા ક્લિનિક્સ હશે. દરેક વ્યક્તિને મફત સારું શિક્ષણ અને સારી સારવાર મળશે. લોકોને રાહત થશે. યુવાનો સાથે પણ સંવાદ કરીશું.” 

ઉલ્લેખનીય છે કે, દિલ્લીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને દિલ્લીના નાયબ મુખ્યપ્રધાન તેમજ શિક્ષણપ્રધાન મનીષ સીસોદીયા 22 અને 23 ઓગસ્ટ અમે બે દિવસ ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. આ દરમિયાન બંને નેતાઓ ગુજરાતમાં આરોગ્ય અને શિક્ષણ માટેની ગેરેન્ટી આપશે. આ સાથે યુવાનો સાથે સંવાદ પણ કરશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news