ભૂતકાળમાં અહીં બીજે મેડિકલમાં જ ભણેલા આ દિગ્ગજ તબીબો સિવિલ હોસ્પિટલ આપશે સેવા

શહેરના નામાંકિત ડોક્ટર તુષાર પટેલ, ડોક્ટર જીગર મહેતા, ડોક્ટર ગોપાલ રાવલ, અને ડોક્ટર અમરીશ સિવિલ હોસ્પિટલ પરિસરમાં આવેલી 1200 બેડની covid ડેડીકેટેડ હોસ્પિટલની મુલાકાત લઈ દર્દીઓની સેવા સારવારમાં જોડાયા હતા.

Updated By: May 7, 2020, 02:49 PM IST
ભૂતકાળમાં અહીં બીજે મેડિકલમાં જ ભણેલા આ દિગ્ગજ તબીબો સિવિલ હોસ્પિટલ આપશે સેવા

મૌલિક ધામેચા, અમદાવાદ: મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોરોનાના સંક્રમણને કાબૂમાં લેવા રાજ્યવ્યાપી પગલા લીધા છે. તે શૃંખલામાં મુખ્યમંત્રીએ શહેરના ખાનગી તબીબોને પણ આ સેવાયજ્ઞમાં જોડાવા અપીલ કરી હતી. આ અપીલના ભાગરૂપે શહેરના નામાંકિત ડોક્ટર તુષાર પટેલ, ડોક્ટર જીગર મહેતા, ડોક્ટર ગોપાલ રાવલ, અને ડોક્ટર અમરીશ સિવિલ હોસ્પિટલ પરિસરમાં આવેલી 1200 બેડની covid ડેડીકેટેડ હોસ્પિટલની મુલાકાત લઈ દર્દીઓની સેવા સારવારમાં જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે સિવિલ પરિસરમાં કોવિડ હોસ્પિટલ ઉપરાંત કેન્સર હોસ્પિટલને પણ કોવિડ હોસ્પિટલમાં ફેરવવામાં આવી છે. 

અહીં હોસ્પિટલમાં કાર્યરત નિષ્ણાત તબીબો દર્દીઓનિ સેવા સુશ્રુષા કરે જ છે પરંતુ દર્દીઓનની વધતી સંખ્યાને લઈને મુખ્યમંત્રીએ ચિંતા વ્યક્ત કરી ખાનગી તબીબોને પણ આ સેવાયજ્ઞમાં જોડાવા અપીલ કરી હતી. તેના પ્રતિસાદરૂપે આ ચાર તબીબોએ રોજ અહીં ત્રણ થી ચાર કલાક જેટલો સમય ફાળવીને આ દર્દીઓની સારવારમાં જોડાયા છે. ખાનગી તબીબોના અહીં જોડાવાના અભિગમને દર્દીઓએ પણ આવકાર્યો હતો. 'અહીં સર્વ શ્રેષ્ઠ સારવાર સુવિધા ઉપલબ્ધ છે અને દર્દીઓને સઘન સારવાર અપાય છે. 228 વેન્ટિલેટર સાથે અહીં અદ્યતન તબીબી સંસાધનો ઉપલબ્ધ છે ત્યારે ખાનગી નિષ્ણાત તબીબોની સેવા ફળદાયી પરિણામ લાવશે.

ઇન્ડિયન સોસાયટી ઓફ ક્રિટીકલ કેરના અમે સભ્યો છીએ આજે કોવિડ હોસ્પિટલમાં જે દર્દીઓ વેન્ટિલેટર કે બાયપેક પર છે. એવા દર્દીઓ સાથે સીધી વાત કરી તેમની માહિતી મેળવી છે એટલું જ નહીં તબીબો પાસેથી તેમની સારવારની જાણકારી મેળવી છે. જો કે અહીં અપાતી સારવાર શ્રેષ્ઠ જ છે પરંતુ દર્દીઓની મોટી સંખ્યા ધ્યાને લઈને રાજ્ય સરકારની અપીલના પગલે અમે પણ આ સેવાયજ્ઞ માં જોડાવાનો નિર્ધાર કર્યો છે. આ દર્દીઓની 24 કલાક ખડેપગે સેવા કરતા હોસ્પિટલના તબીબોના અભિગમને તેમણે બિરદાવ્યો હતો.

મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીની અપીલના પગલે અમે સ્વેચ્છાએ અહીં આવ્યા છીએ. સાથે સાથે અધિક મુખ્ય સચિવ પંકજકુમાર અને આરોગ્ય સચિવ જયંતી રવિએ પણ અમારી સાથે આ અંગે ચર્ચા કરી હતી. આજે અમે અહીં મુલાકાત લઇને બેઝલાઇન સ્ટ્રક્ચર બનાવ્યું છે. અહીં તમામ માળખાગત સુવિધાઓ ઉપલબ્ધ છે તેનો ઉપયોગ કરીને અહીંના ડોક્ટરો અને અમે સૌ ભેગા મળીને કોરોના સામેના યુદ્ધને જીતવા ટીમ વર્કથી કામ કરીશું.

અમારા માટે આ ઋણ ચૂકવવાની તક છે. દર્દીઓની સેવા એ અમારો મૂળ મંત્ર છે. અહીંના તબીબો મેડિકલ ગાઇડલાઇન પ્રમાણે જ સેવા આપી રહ્યા છે. પરંતુ આટલા બધા દર્દીઓની એક સાથે સંભાળ લેવાનું કામ કપરું હોઇ અમે પણ આ સેવામાં સ્વેચ્છાએ જોડાવાનો નિર્ણય કર્યો છે અને આ અમારી સેવા નિશુલ્ક રહેશે. અમે અહીં જ ભણ્યા છીએ અને અહીંના તબીબો અને અમે સૌ ભેગા મળીને સંયુક્ત પણે કોરોનાને હરાવીને જ જંપીશું.

આ ચાર તબીબો ભૂતકાળમાં અહીં જ ભણીને બહાર નીકળ્યા છે. ત્યારે રાજ્ય સરકારની અપીલના પગલે આ તબીબો રોજ ત્રણથી ચાર કલાક જેટલો સમય ફાળવીને કોરોના દર્દીઓને સારવાર કરવા કટિબદ્ધ બન્યા છે. અહીં અદ્યતન માળખાગત સુવિધાઓ છે જ પરંતુ બહારના ખાનગી નિષ્ણાત તબીબો પણ તેમાં જોડાય તો સંયુક્ત રીતે બહુ ઝડપથી આ દર્દીઓની સારવાર થઈ શકે તેવા ઉદ્દેશથી આ અભિગમ હાથ હાથ ધરાયો છે.

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube