હંમેશા રોડને રન-વે, કારને પ્લેન સમજીને ચલાવતો હતો નબીરો, અત્યાર સુધીનો સૌથી ખતરનાક અકસ્માત

Ahmedabad Accident: અકસ્માત સમયે કારની સ્પીડ જાણીને ઉડી જશે હોંશ. એસજી હાઈવે પર નબીરાએ પુરપાટ જન્મે કાર ચલાવીને 9 લોકોને કચડી નાંખ્યાં. તમામ લોકોનો કરુણ મોત નિપજ્યું છે.

હંમેશા રોડને રન-વે, કારને પ્લેન સમજીને ચલાવતો હતો નબીરો, અત્યાર સુધીનો સૌથી ખતરનાક અકસ્માત

અતુલ તિવારી, અમદાવાદઃ અમદાવાદના એસ.જી.હાઈવે, પર મધરાત્રે એક એવો અકસ્માત થયો જેમાં રસ્તા પર ઉભેલાં 9 લોકોનો જીવ ગયો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે પુર પાટ ઝડપે આવતી કાર જ્યારે ટકરાઈ ત્યારે લોકો 20 થી 30 ફૂટ સુધી ઉછડીને પટકાયા હતાં. અમદાવાદમાં થયેલો આ અત્યાર સુધીનો સૌથી ખતરનાક અકસ્માત છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છેકે, જ્યારે આ કારે અકસ્માત સર્જાયો ત્યારે કારની સ્પીડ 160 કિ.મી. કરતા પણ વધારે હતી. મોટા ઘરનો નબીરો તથ્ય રોડને રન વે અને કારને પ્લેન સમજીને ચલાવતો હતો.

કાર ચલાવનાર નબીરો અમદાવાદના ગોતાનો રહેવાસી છે. આ નબીરાનું નામ તથ્ય પટેલ છે. તેના પિતા પ્રજ્ઞેશ પટેલ અહીંના જાણીતા બિલ્ડર અને જમીનના દલાલ છે. પૈસાના રોફના કારણે બાપ બેટો બન્ને હંમેશા ચર્ચામાં રહ્યાં છે. તેઓ પોતાને કાયદા કરતા ઉપર માનતા આવ્યાં છે. પોલીસ અને રાજનેતાઓ સાથે નજીકનો ઘરોબો ધરાવતા હોવાનું પણ સામે આવ્યું છે. 

 

તપાસમાં એવું પણ સામે આવ્યું છેકે, ગાડીમાં એચએસઆરપી નંબર પ્લેન પણ નહોતી લાગેલી. નિયમો તોડવાની બાપ અને બેટા બન્નેને આદત. તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ જમીન દલાલીનો ધંધો કરે છે. અને મોટા મોટા જમીન કૌભાંડમાં પણ તેમની સંડોવણી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. જગુઆર લેન્ડ રોવર કાર લોકોના ટોળા પર ફરીવળી.

જાણીતા બિલ્ડર અને જમીન દલાલ પ્રજ્ઞેશ પટેલનો દિકરો તથ્ય પટેલ જ કાર ચલાવતો હતો. અકસ્માત બાદ ટોળાએ તેને ખુબ માર પણ માર્યો હતો. તથ્ય પટેલ પીધેલી હાલતમાં હોવાનું પણ પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે. જોકે, પોલીસે હજુ સુધી આ વાતને છુપાવવાનો પ્રયાસ કરી રહી છે. તથ્ય પટેલ પણ હાલ હોસ્પિટલમાં સારવારનું નાટક કરી રહ્યો હોવાનુ પણ જાણવા મળી રહ્યું છે.

 

— Zee 24 Kalak (@Zee24Kalak) July 20, 2023

 

ઉલ્લેખનીય છેકે, આ ગમખ્વાર અકસ્માતને પગલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અકસ્માતની ઘટના અંગે સહાયની જાહેરાત કરી છે. મૃતકોને 4 લાખ રૂપિયા જ્યારે ઈજાગ્રસ્તોને 50 હજાર રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને આ જાહેરાત કરી છે. સાથે જ મૃતકોના પરિવારો પ્રત્યે શોકની લાગણી પ્રગટ કરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news