સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ માટે વધુ એક નવી સુવિધા શરૂ: હવે તો પ્રાઈવેટના દર્દીઓ પણ દોડતા આવશે!

અમદાવાદ સિવિલ હોસ્પિટલની ઓ.પી.ડી. બિલ્ડીંગ અસ્મીતા ભવન ખાતે સવારે 8-30 થી બપોરે 4-30 કલાક સુધી વેલેટ પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ રહેશે. જેના માટે 4 ડ્રાઇવર મિત્રોની નિમણૂંક કરવામાં આવી છે.

સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ માટે વધુ એક નવી સુવિધા શરૂ: હવે તો પ્રાઈવેટના દર્દીઓ પણ દોડતા આવશે!

ઝી ન્યૂઝ/અમદાવાદ: આજકાલ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ માટે એક પછી એક નવી સુવિધાઓ શરૂ કરવામાં આવી છે, જેણા કારણે જૂની માનસિકતાને સુધારી શકાય. હાલ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ અને તેમના સ્વજનોના હિતાર્થે વેલેટ પાર્કિંગ સુવિધા શરૂ કરવામાં આવી છે. સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા દર્દીઓ તેમના પરિજનો અને મુલાકાતીઓનો ધસારો જોતા તેમની સેવામાં સરળતા ઉપલબ્ધ કરાવવા સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા જનહિતલક્ષી નિર્ણય હાથ ધરવામાં આવ્યો છે.

સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ ડૉ. રાકેશ જોષીએ જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલની ઓ.પી.ડી. બિલ્ડીંગ અસ્મીતા ભવન ખાતે સવારે 8-30 થી બપોરે 4-30 કલાક સુધી વેલેટ પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ રહેશે. જેના માટે 4 ડ્રાઇવર મિત્રોની નિમણૂંક કરવામાં આવી છે. જરૂર જણાતા વધુ ડ્રાઇવર મિત્રો આ સેવાર્થે કાર્યરત કરવામાં આવશે. વધુમાં પાર્કિંગ પાસે વ્હીલચેર અને ટ્રોલીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.   

સિવિલ હોસ્પિટલની ઓ.પી.ડી.માં દિવસ દરમિયાન મોટી સંખ્યામાં દર્દીઓનો ધસારો જોવા મળે છે. જેના કારણોસર સ્વજનોને પાર્કિંગમાં અગવડ પડતી હોવાનું ધ્યાને આવતા હોસ્પિટલ તંત્ર દ્વારા ઓ.પી.ડી. બિલ્ડીંગ પાસે વેલેટ પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. 

દર્દીને ઓ.પી.ડી. બિલ્ડીંગ પાસે બેસાડીને પાર્કિંગમાં દૂર જવું ન પડે તેના માટે ઓ.પી.ડી. બિલ્ડીંગ પાસે જ વેલેટ પાર્કિંગ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. આગામી દિવસોમાં સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર ખાતે પણ વેલેટ પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે તેમ ડૉ. રાકેશ જોષીએ ઉમેર્યુ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news