corona patients

કોરોનાના દર્દીઓ માટે ખુબ જ ખતરનાક છે Happy Hypoxia, યુવાઓમાં મોતનું સૌથી મોટું કારણ

બીજી લહેર દરમિયાન આ હેપ્પી હાઈપોક્સિયાનો સૌથી વધુ ભોગ યુવાઓ બન્યા છે, આ વાતને લઈને ડોક્ટરો પણ ચિંતિત છે. 

May 31, 2021, 06:42 AM IST

Vadodara ના યુવાનોએ બનાવી અનોખી APP, જેમાં કોરોના દર્દીઓને મળશે આ તમામ સુવિધાની જાણકારી

પ્રધાનમંત્રીના ડિજિટલ ઇન્ડિયાના સપનાને યુવાનોએ સાર્થક કર્યું છે. વડોદરાના યુવાનોએ અનોખી એપ બનાવી છે. કોરોના કાળમાં જરૂરિયાતમંદ લોકોની મદદ માટે આ એપ્લિકેશન બનાવી છે

May 26, 2021, 05:47 PM IST

વડોદરાની આ હોસ્પિટલે કર્યો સરકારને લૂંટવાનો પ્રયાસ, સંચાલકોને ડીડીઓનું તેડું

વડોદરાની ધીરજ હોસ્પિટલમાં સરકારી બેડ ફૂલ બતાવી સરકારને લૂંટવાનો કારશો સામે આવ્યો છે. 13 મેના રોજ 197 દર્દી હતા જે ચોપડે 496 દર્દીઓ બતાવ્યા હતા. જ્યારે આ મામલે હોસ્પિટલના સંચાલકોને ડી.ડી.ઓનુ તેડું આવ્યું છે

May 25, 2021, 12:56 PM IST

તૌકતેથી બદલાયેલા વાતાવરણથી સાચવજો, એક બીમારી કાઢતા શરીરમાં ક્યાંક બીજી ન ઘૂસી જાય...

તૌકતે વાવાઝોડાનું સંકટ તો માથા પરથી જતુ રહ્યુ છે. પરંતુ તેની અસરરૂપે અમદાવાદ સહિત રાજ્યભરના પડેલા ભારે વરસાદને કારણે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગો વધવાની શક્યતા વધી ગઈ છે. વાતાવરણમાં હાલ બમણી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. આવી ડબલ ઋતુ (double season) બીમારીઓનું ઘર કરે

May 21, 2021, 07:27 AM IST

દેશમાં મ્યુકોરમાઈકોસિસના સૌથી વધુ કેસ રાજકોટમાં, કેન્દ્રની ટીમનો જીવ પણ ઉંચો થયો

દેશમાં સૌથી વધુ મ્યુકોરમાઈકોસિસ (mucormycosis) ના રાજકોટમાં કેસ નોંધાયા છે. આ કારણે દિલ્હીની ટીમ પણ હરકતમાં આવી છે. બુધવારે રાત્રે એઇમ્સના ડાયરેકટર ડો. ગુલેરિયા, આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિ, દેશના અગ્રણી તબીબો અને રાજકોટ સિવિલ હોસ્પિટલના તમામ અધિક્ષકો હાઈ લેવલની વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી. ગુજરાતમાં રાજકોટ (rajkot) અને અમદાવાદમાં જ સૌથી વધુ ત્રણ આંકડામાં મ્યુકોરમાઈકોસિસના કેસ નોંધાયા છે. 

May 14, 2021, 11:04 AM IST

રાજકોટમાં મ્યુકોરમાઈકોસિસના રોજ 50 કેસ આવતા 400 બેડ ઉભા કરાયા

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં મ્યુકોરમાઇકોસિસના કેસમાં વધારો થઈ રહ્યો છે. આ કારણે જ સૌરાષ્ટ્રભરમાંથી દર્દીઓ સારવાર માટે રાજકોટ આવી રહ્યા છે. અત્યાર સુધી મ્યુકોરમાઇકોસિસ માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં 200 બેડ શરૂ કરવામાં આવ્યા હતા. પરંતુ મ્યુકોરમાઇકોસિસ (mucormycosis) ના કેસ વધતા 200 બેડમાંથી 400 બેડ કરવામાં આવ્યા છે. 

May 13, 2021, 01:10 PM IST

વડોદરામાં મ્યુકોરમાઇકોસિસના બે દર્દીના આંખના ડોળા કાઢવા પડ્યા, એકનું મોત

કોરોના મહામારી વચ્ચે ગુજરાતમાં મ્યુકોરમાઈકોસિસના દર્દીઓ વધી રહ્યાં છે. સાથે જ તેના દર્દીઓના મોતનો આંકડો પણ વધી રહ્યો છે. ત્યારે વડોદરામાં પણ મ્યુકોરમાઈકોસિસનું સંકટ તોળાઈ રહ્યું છે. વડોદરામાં મ્યુકોરમાઈકોસિસ (mucormycosis) થી પીડાતા બે દર્દીઓના આંખના ડોળા કાઢવા પડ્યા છે. તો એક દર્દીનું મોત નિપજ્યું છે.  

May 12, 2021, 08:50 AM IST

SURAT: કોરોનાના દર્દીઓ માટે સામાજિક સંસ્થાઓ ખોલી નાખી તિજોરી, 40 કરોડથી વધારે ખર્ચ કર્યો

કોરોનાને કારણે થોડા દિવસો અગાઉ શહેરની હોસ્પિટલોમાં દર્દીઓને બેડ ન્હોતા મળી રહ્યા તેવામાં વિવિધ સમાજના સંગઠનો પણ આગળ આવ્યા હતા. દરેક સમાજે પોતપોતાની રીતે આઇસોલેશન સેન્ટર શરૂ કરી હતી. છેલ્લા એક મહિના દરમિયાન 33થી વધારે આઇસોલેશન સેન્ટર શરૂ કરાયા હતા. આ સેન્ટર્સમાં અત્યાર સુધીમાં 5500 જેલા દર્દીઓએ સારવાર લીધી છે. જેની પાછળ 70થી વધારે સંસ્થાઓએ 40 કરોડથી વધારેનો ખર્ચ કર્યો છે.

May 10, 2021, 05:54 PM IST

હિંમતનગર સિવિલ હોસ્પિટલની બહાર ભયાવહ દ્રશ્યો, એક દર્દી ખાટલામાં અને એક દર્દી જમીન પર...

 • સિવિલના ક્વાર્ટસથી મેડિકલ કોલેજના ગેટ થઈ સિવિલના ઈમરજન્સી ગેટ સુધી એમ્બ્યુલન્સની લાંબી લાઈનો લાગી
 • સિવિલ હોસ્પિટલની બહાર દર્દીઓ માટે કોઈ માહિતી લખવામાં નથી આવી

May 7, 2021, 10:56 AM IST

કોરોનાથી પણ ખતરનાક મ્યુકોરમાઈકોસિસ માટે રાજકોટમાં અલગ વોર્ડ બનાવાયો

 • રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મનોચિકિત્સક વોર્ડમાં મ્યુકોરમાઈકોસિસના દર્દીઓ માટે 30 બેડની સુવિધા ઉભી કરાઈ
 • કોરોનાથી સાજા થયેલા 250 દર્દીઓ પર હાલ નજર રાખવામાં આવી રહી છે

May 7, 2021, 09:47 AM IST

ગુજરાતના આ મોટા શહેરમાં પણ મ્યુકોરમાઈકોસિસનો કહેર, 50 દિવસમાં 20 મોત

કોરોના બાદ હવે ગુજરાતમાં મ્યુકોરમાઈકોસિસનો કહેર વધી રહ્યો છે. સુરત, મોરબી જેવા અનેક શહેરોમાં મ્યુકોરમાઈકોસિસના દર્દીઓ વધી રહ્યા છે. સાથે જ મ્યુકોરમાઈકોસિસથી મોતનો આંકડો પણ વધી રહ્યો છે. ત્યારે હવે વડોદરામાં પણ મ્યુકોરમાઈકોસિસ (mucormycosis)નો કહેર વર્તાઈ રહ્યો છે. 

May 7, 2021, 08:44 AM IST

Corona સંક્રમિત દર્દીઓ માટે સરકારની નવી ગાઇડલાઇન, હોમ આઈસોલેશનથી લઈને દવા સુધી, જાણો તમામ વિગત

રેમડેસિવિર ઇન્જેક્શન માત્ર અને માત્ર હોસ્પિટલમાં આપી શકાશે અને તેને ઘરે લેવાનો પ્રયાસ કરવામાં આવે નહીં. 

May 6, 2021, 10:01 PM IST

સુરતમાં મ્યુકોરમાઈકોસિસ જીવલેણ બન્યો, 20 દર્દીએ આંખોની રોશની ગુમાવી

 • સુરતમાં 20 દિવસમાં મ્યુકરમાઇકોસિસના 100 કેસ આવ્યા, કુલ 20 દર્દીઓને તેનાથી રોશની ગુમાવી
 • એક દર્દીના પરિવારે આંખ કાઢવાની ના પાડતા ઇન્ફેક્શન મગજમાં ફેલાતાં તેનુ મૃત્યુ થયું હોવાનું સામે આવ્યુ

May 6, 2021, 07:27 AM IST

ગુજરાત માટે વધુ એક ચિંતાનો વિષય, ઝડપથી વધી રહ્યાં છે મ્યુકોરમાઈકોસિસના કેસ

 • મોરબી જિલ્લામાં મ્યુકોરમાઈકોસિસના કેસમાં વધારો થઈ રહ્યો છે
 • છેલ્લાં એક માહિનામાં મ્યુકોરમાઇકોસિસના 400 થી વધુ કેસ નોંધાયા
 • સુરત શહેર સાથે ગ્રામ્યમાં પણ મ્યુકોરમાયકોસીસના કેસમાં પણ ખૂબ જ વધારો થયાનું નોધાયું

May 4, 2021, 05:21 PM IST

Corona દર્દીઓ બિનજરૂરી સીટી સ્કેન કરાવતા હોય તો સાવધાન! ડો. ગુલેરિયાએ કહ્યુ- થઈ શકે છે કેન્સર

હાલમાં કોરોના કાળમાં લોકો સીટી સ્કેન કરાવી રહ્યાં છે. ઘણા દર્દીઓ બિનજરૂરી સીટી સ્કેન કરાવી રહ્યાં છે, તેનાથી નુકસાન થવાનો પણ ખતરો રહેલો છે. આજે એમ્સના ડાયરેક્ટરે લોકોને ચેતવ્યા છે. 

May 3, 2021, 05:02 PM IST

રાજકોટથી સારા સમાચાર : લાંબા સમય બાદ સિવિલ હોસ્પિટલમાં બેડ ખાલી જોવા મળ્યા

રાજકોટમાં કોરોનાના કહેર વચ્ચે રાજકોટથી સારા સમાચાર આવ્યા છે. રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને દાખલ કરવાની લાઈનમાં આંશિક ઘટાડો થયો છે. સિવિલ હોસ્પિટલમાંથી દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવતા બેડ ખાલી જોવા મળ્યા છે. આ સાથે જ હોસ્પિટલની બહાર લાગતી લાંબી કતારોમાં ઉભેલા દર્દીઓને એડમિટ કરવામાં આવ્યા હતા. દરરોજ 80 થી 90 એમ્બ્યુલન્સ અને વાહનોની કતારો જોવા મળતી હતી. જેને બદલે હવે વાહનોની લાઈનો પણ ઓછી જોવા મળી રહી છે. 

Apr 29, 2021, 10:46 AM IST

નવતર પ્રયોગ : રાજકોટની આ કોવિડ હોસ્પિટલમાં સકારાત્મક વિચારો માટે શરૂ કર્યું પુસ્તક પરબ

 • 600 થી વધુ પુસ્તકો દ્વારા કોરોના દર્દીઓને સકારાત્મક વિચારોની સાથે મનોવજ્ઞાનિક સધિયારો મળ્યો
 • સાઈક્રિયાટિસ્ટનું કહેવુ છે કે, પુસ્તકોથી કોરોના દર્દીઓમાં પોઝિટિવ ઉર્જાનો સંચાર થશે 

Apr 29, 2021, 09:34 AM IST

કોરોના દર્દીઓની માનસિકતા સુધારવા મેડિકલ સ્ટાફ મેદાને, ક્યાંક ગરબા તો ક્યાંય ડાયરાનું આયોજન

સમગ્ર દેશમાં કોરોના મહામારીએ ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. કોરોનાગ્રસ્ત દર્દીઓને જીવનદાન આપવા માટે તીબો અને મેડિકલ સ્ટાફ રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરી રહ્યા છે. જો કે શરીરનાં સારા સ્વાસ્થય માટે મનની પ્રસન્નતા પણ ખુબ જ જરૂરી છે. તેવામાં શહેરનાં એમ.જી હાઇવે પર આવેલા SGVP હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને ખુશ રાખવા માટે ખાસ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. 

Apr 23, 2021, 10:36 PM IST

કોરોના સંકટમાંથી દેશને બહાર કાઢવા માટે TATA-રિલાયન્સ પણ મેદાનમાં, આ રીતે કરી રહ્યા છે મદદ

દેશમાં કોરોના (Corona) સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. કોરોના દર્દીઓની સારવાર માટે ઓક્સીજનની મોટા પાયે જરૂર પડી રહી છે. દેશમાં અનેક ઠેકાણે ઓક્સીજનની અછત સર્જાઈ છે. આ બધા વચ્ચે દેશના બે મોટા ઔદ્યોગિક જૂથ ટાટા અને રિલાયન્સ આવી કટોકટીની પળે દેશવાસીઓને શક્ય તમામ મદદ કરવા મેદાને આવી ગયા છે.

Apr 21, 2021, 10:33 AM IST