ગુજરાતના બે શહેરોની હાલત કફોડી, ખાધાપીધા વગર લાઈનમાં ઉભા રહેવા છતાં નથી મળતા રેમડેસિવિર

Updated By: Apr 12, 2021, 09:02 AM IST
ગુજરાતના બે શહેરોની હાલત કફોડી, ખાધાપીધા વગર લાઈનમાં ઉભા રહેવા છતાં નથી મળતા રેમડેસિવિર
  • સવારે 8 વાગ્યે કિરણ હિસ્પિટલના સંચાલકો ટોકન અને ઇન્જેક્શન નહિ મળશે તેવું કહ્યું હતું. આ વચ્ચે ઈન્જેક્શન લેવા આવનારા લોકોની એક જ માંગ છે કે, ટોકન આપો

ઝી મીડિયા/બ્યૂરો :કોરોનાના દર્દીઓ માટે રેમડેસિવિર ઈન્જેક્શન કોઈ જડીબુટ્ટીથી ઓછું નથી. પરંતુ આ જ ઈન્જેક્શન માટે રીતસરની પડાપડી થઈ રહી છે. તેમાં પણ ગુજરાતના બે શહેરોની હાલત કફોડી બની છે. સુરત અને અમદાવાદમાં રેમડેસિવિર લેવા માટે ટોળા ઉમટી પડે છે. છતાં અડધાથી વધુ લોકોને નિરાશ થઈને પરત ફરવું પડી રહ્યું છે. 

સુરતની પરિસ્થિતિ 
સુરતમાં રેમડેસિવિર ઈન્જેક્શન માટે બે કિલોમીટરની લાઈનો સવારથી પડી છે. લોકો ખાધાપીધા વગરના રાત્રિના 9 વાગ્યાથી લાઇનમાં ઉભા છે. છતા ઈન્જેક્શન ન મળતા લોકોમાં રોષ જોવા મળ્યો છે. સવારે 8 વાગ્યે કિરણ હિસ્પિટલના સંચાલકો ટોકન અને ઇન્જેક્શન નહિ મળશે તેવું કહ્યું હતું. આ વચ્ચે ઈન્જેક્શન લેવા આવનારા લોકોની એક જ માંગ છે કે, ટોકન આપો. સુરતમાં તાજેતરમાં જ રાજ્ય સરકારે 10 હજાર રેમડેસિવિર ફાળવ્યા છે. તો સાથે જ ભાજપના અધ્યક્ષ સીઆર પાટીલે પણ અલગથી ઈન્જેક્શનનોની લ્હાણી કરી છે. તેમ છતાં આ ચિત્ર સામે આવ્યું છે. 

હરિયાણાની આ દીકરી માટે ગુજરાત લકી સાબિત થયું, ગુજરાતી ભાષા શીખીને બની સિવિલ જજ

અમદાવાદની સ્થિતિ 
રેમડેસિવિર ઇન્જેક્શન લેવા માટે વહેલી સવારથી લાંબી કતારો લાગી છે. ઝાયડ્સ હોસ્પિટલ ખાતે ફરી રેમડેસિવિર ઈન્જેક્શનનું વિતરણ શરૂ કરવામાં આવ્યા બાદ ફરીથી ઈનજેક્શન લેવા લોકો પડાપડી કરી રહ્યાં છે. ટોકન મેળવ્યા બાદ ઇન્જેક્શન મેળવવા માટે લોકોની લાંબી લાઈનો જોવા મળી છે. મોટી સંખ્યામાં લોકો રેમડેસીવીર ઇન્જેક્શન લેવા પહોંચ્યા છે. કોરોના કહેર વચ્ચે ઈન્જેક્શન મેળવવા માટે લોકોની લાંબી લાઈનો લાગી છે. ઝાયડસ હોસ્પિટલ બહાર 100  કરતા વધારે લોકોએ લાઈન લગાવી છે. ઝાયડસના રેમડેસિવિર ઇન્જેક્શન લેવા લોકો દૂર દૂરથી આવ્યા છે. રાજકોટ, મહેસાણા, સુરત, આણંદ, પાટણ સહિત
જુદા જુદા જિલ્લામાંથી લોકો ઝાયડસ હોસ્પિટલ પહોંચ્યા છે. 

મડદા ગણવાની કામગીરી બાદ સુરત મનપાએ શિક્ષકોને સોંપી વધુ એક કામગીરી

સોશિયલ મીડિયા પર પણ બંને શહેરોમાં ઈન્જેક્શન લેવા લાગતી લાઈનોના વીડિયો ફરી રહ્યાં છે. આટલી લાઈનોમાં ઉભા રહેવા છતાં ઈન્જેક્શન મળી નથી રહ્યાં તેવું ચર્ચાઈ રહ્યું છે.