પ્રેમમાં નાસીપાસ થયેલા યુવક યુવતીઓ જ્યોતિષ પાસે જતા ચેતજો, દરેક સમાજમાં આંખ ઉઘાડનારો કિસ્સો બન્યો

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની કસ્ટડીમાં રહેલા આરોપીનું નામ રાજેન્દ્ર ઉર્ફે રાજુ ભાર્ગવ જે મૂળ મોઢેરાનો વતની છે. આરોપી વિરુદ્ધ બે દિવસ અગાઉ અમદાવાદના સાબરમતી પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી.

પ્રેમમાં નાસીપાસ થયેલા યુવક યુવતીઓ જ્યોતિષ પાસે જતા ચેતજો, દરેક સમાજમાં આંખ ઉઘાડનારો કિસ્સો બન્યો

મૌલિક ધામેચા/અમદાવાદ: સોશિયલ મીડિયા પર જ્યોતિષ તરીકેની ઓળખ આપી પ્રેમમાં નાસીપાસ થયેલા યુવક યુવતીઓ સાથે ઠગાઈ કરતા એક જ્યોતિષની અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. બદનામીના ડરથી લોકો ફરિયાદ ન કરતા હોવાનો લાભ લઈ આરોપી ઠગાઈ કરતો હતો ક્રાઈમ બ્રાન્ચ છે. પોલીસે આરોપી પાસેથી બે લાખનું સોનું કબજે કરી છ માસમાં કેટલા લોકોને ભોગ બનાવ્યા તે અંગે તપાસ શરૂ કરી છે. 

એપ્રિલથી જૂન સુધી પડશે ભારે ગરમી, તાપમાનમાં થશે વધારો, જાણો હવામાન વિભાગની આગાહી

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની કસ્ટડીમાં રહેલા આરોપીનું નામ રાજેન્દ્ર ઉર્ફે રાજુ ભાર્ગવ જે મૂળ મોઢેરાનો વતની છે. આરોપી વિરુદ્ધ બે દિવસ અગાઉ અમદાવાદના સાબરમતી પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી. ફરિયાદમાં જણાવેલી હકીકત મુજબ આરોપી રાજુ ભાર્ગવ જ્યોતિષ તરીકે ઓળખ આપી સોના ના દાગીના પર વિધિ કરવાના બહાને ₹2 લાખની કિંમતનું 40 ગ્રામ સોનું મેળવી ઠગાઈ કરી. 

સિગારેટ, દારૂથી લઇને આ તમામ વસ્તુઓના વધ્યા ભાવ, જાણી શું થયું સસ્તું શું થયું મોંઘું

જોકે ફરિયાદ નોંધાતા ક્રાઈમ બ્રાન્ચે તેની તાત્કાલિક ધરપકડ કરી છે.પોલીસે જ્યોતિષ રાજેન્દ્ર ઉર્ફે રાજુ ભાર્ગવની ધરપકડ કરી પૂછપરછ કરતા હકીકત સામે આવી કે instagram અને facebook જેવા સોશિયલ મીડિયા ના માધ્યમથી પ્રેમમાં નાસીપાસ થયેલા અથવા નિષ્ફળ રહેલા યુવક યુવતીઓનો સંપર્ક કરતો અને પ્રેમી કે પ્રેમિકા સાથે પુનઃમીલન કરાવવા માટે વિધી કરવાના બહાને ઠગાઈ કરતો હતો. રાજેન્દ્ર વિધિ કરવા માટે યુવક યુવતીઓએ પહેરેલા સોનાના દાગીનાની માંગણી કરતો અને સોનાના દાગીના પર વિધિ કરવાથી પ્રેમમાં સફળતા મળશે તેવી બાહેધરી આપી સોનુ લઈ ફરાર થઈ જતો.

3થી 10 એપ્રિલ સુધી નહીં કરી શકાય 'મહાકાલના દર્શન', ભૂલથી પણ પ્લાન ના બનાવતા

 ક્રાઈમ બ્રાન્ચની પૂછપરછમાં એવી હકીકત પણ સામે આવી કે આરોપી રાજેન્દ્ર ઉર્ફે રાજુ ભાર્ગવે એ સંખ્યાબંધ લોકો સાથે એજ મોડેશ ઓપરેન્ડીથી ઠગાઈ કરી છે. પરંતુ સમાજમાં બદનામીના ડરે કોઈ યુવક કે યુવતીઓ ફરિયાદ કરવા નોહતા. તેથી જ પોલીસે ભોગ બનનાર લોકોને અપીલ કરી છે કે આવા પાખંડી અને ધુતારા જ્યોતિષ વિરુદ્ધ ફરિયાદ નોંધાવે જેથી કરીને અન્ય કોઈ ભોગ ન બને.

 

Trending news