મોજ શોખ પૂરા કરવા માટે વિદ્યાર્થીઓએ વિદ્યાના મંદિરમાં જ ચોરી કરી, એક સાથે 40 લેપટોપ ઉડાવ્યા

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલ અનુપમ મોર્ડન સરકારી શાળામાંથી ગઇ તારીખ 30મીના રોજ 40 લેપટોપ સહિત ચોરીની ફરિયાદ નોંધાઇ હતી. વિદ્યાના મંદિરમાં ચોરી થતા અમદાવાદ ક્રાઈમ બ્રાંચ તપાસમાં જોડાય હતી.

મોજ શોખ પૂરા કરવા માટે વિદ્યાર્થીઓએ વિદ્યાના મંદિરમાં જ ચોરી કરી, એક સાથે 40 લેપટોપ ઉડાવ્યા

ઉદય રંજન/અમદાવાદ: મોજ શોખ પુરાવા કરવા બે વિદ્યાર્થીઓએ વિદ્યાના મંદિરમાંથી જ લાખોની કિંમતના લેપટોપ ચોરીના ગુનાને અંજામ આપ્યો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બે વિદ્યાર્થી આરોપીની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલ અનુપમ મોર્ડન સરકારી શાળામાંથી ગઇ તારીખ 30મીના રોજ 40 લેપટોપ સહિત ચોરીની ફરિયાદ નોંધાઇ હતી. વિદ્યાના મંદિરમાં ચોરી થતા અમદાવાદ ક્રાઈમ બ્રાંચ તપાસમાં જોડાય હતી ત્યારે તપાસ કરતા આ ચોરીમાં રાધે રાહુલ પટેલ અને અક્ષતસિંહ રણજીતસિંહ વાઘેલા સંડોવણી હોવાનું સામે આવતા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ બંને આરોપીની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી. 

આરોપી રાધે રાહુલ પટેલ અને અક્ષતસિંહ રણજીતસિંહ વાઘેલાની પૂછપરછ કર્યા સામે આવ્યું હતું કે આ બંને આરોપીનો ધ્રુવિશ શાહ મિત્ર સરકારી શાળામાં લેપટોપ મેઇન્ટન્સ કરવાનો કોન્ટ્રાક્ટ રાખે છે ત્યારે આ બંને આરોપીઓ અવાર નવાર ધ્રુવિષ શાહ સાથે આવતા જતા હતા. બંને એ ચોરી કરવાનું નક્કી કર્યું હતું ત્યારે ગઇ તારીખ 30ની એ અનુપમ મોર્ડન સરકારી શાળામાં લોકરનું તાળું તોડી 40 લેપટોપ સહિતના લાખોના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી કર્યા બાદ બજારમાં આ મુદ્દામાલ વેચવાની ફિરાકમાં હતા ત્યારે જ અમદાવાદ ક્રાઈમ બ્રાંચને માહિતી મળી હતી અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ચોરાયેલા મુદામાલ પૈકી 32 લેપટોપ, ચાર્જર 38 હેડફોન 15 સહિત 3 લાખ 47 હજારનો મુદામાલ કબ્જે કરીને વધુ પૂછપરછ શરૂ કરી હતી. 

બંને આરોપીની વધારે પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે અક્ષતસિંહ વાઘેલા જેજી કોલેજમાં બીકોમમાં અભ્યાસ કરે છે અને રાધે પટેલ સિલ્વર ઓક કોલેજમાં કોમ્પ્યુટર એન્જીનીયરીંગમાં અભ્યાસ કરી રહ્યો છે અને આ ચોરીનો ગુનો બંને એ પહેલી વાર કર્યો છે અને પોતાના કોલેજમાં મોજ શોખમાં પૂરા કરવા માટેથી પૈસાની જરૂરિયાત પૂરી કરવા માટેથી ચોરીના ગુનાને અંજામ આપ્યો હતો, પણ અમદાવાદ ક્રાઈમ બ્રાંચના હાથે આવી જતા આ બંને વિદ્યાર્થીના ભવિષ્ય પર પ્રશ્નાર્થ ચિન્હ લાગી ગયું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news