Gold Rate Today: પિતૃપક્ષ શરૂ થતા જ સોનાના ભાવ થયા ધડામ, 10 ગ્રામ સોનાનો ઘટેલો ભાવ ખાસ જાણો 

Gold Price Today: બજેટ પછી જે ભાવ પછડાયા ત્યારબાદ ફરી ચડ્યા અને હવે વળી પાછો ભાવમાં ઉતાર ચડાવ જોવા મળી રહ્યો છે. આજે વાયદા બજારમાં સોનું ચડ્યું તો શરાફા બજારમાં સોનું ગગડ્યું છે. 

Gold Rate Today: પિતૃપક્ષ શરૂ થતા જ સોનાના ભાવ થયા ધડામ, 10 ગ્રામ સોનાનો ઘટેલો ભાવ ખાસ જાણો 

સોનાના ભાવમાં પાછી ઉથલપાથલ જોવા મળી રહી છે. બજેટ પછી જે ભાવ પછડાયા ત્યારબાદ ફરી ચડ્યા અને હવે વળી પાછો ભાવમાં ઉતાર ચડાવ જોવા મળી રહ્યો છે. આજે વાયદા બજારમાં સોનું ચડ્યું તો શરાફા બજારમાં સોનું ગગડ્યું છે. જો તમે પણ સોનાના દાગીના કે લગડી લેવાનું વિચારતા હોવ તો ફટાફટ ચેક કરી લો સોના અને ચાંદીના  લેટેસ્ટ  રેટ. 

શરાફા બજારમાં ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com ના રેટ્સ જોઈએ તો 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 222 રૂપિયા તૂટીને 73054 રૂપિયા પર પહોંચ્યો છે. જે કાલે કડાકા સાથે 73276 રૂપિયા પર ક્લોઝ થયો હતો. જ્યારે 916 પ્યોરિટીવાળું 10 ગ્રામ ગોલ્ડ આજે 203 રૂપિયા ગગડીને 66918 પર ખુલ્યું જે કાલે 67121 પર ક્લોઝ થયું હતું. ચાંદીની વાત કરીએ તો આજે ચાંદી 369 રૂપિયા તૂટીને 87168 રૂપિયા પર જોવા મળી જે કાલે 87537 રૂપિયા પર ક્લોઝ થઈ હતી. 

વાયદા બજારમાં ભાવ
વાયદા બજારમાં ઉલ્ટુ જોવા મળ્યું, જ્યાં સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો. આજે 18 સપ્ટેમ્બરે વાયદા બજાર (MCX) પર સોનું 131 રૂપિયા ચડીને 73,225 રૂપિયાની આસપાસ જોવા મળ્યું. જે કાલે 73,094 રૂપિયા પર ક્લોઝ થયું હતું. જ્યારે ચાંદી 363 રૂપિયાની તેજી સાથે 88,777 રૂપિયા પ્રતિ  કિલોગ્રામ પર જોવા મળી જે કાલે 89,140 રૂપિયા પર ક્લોઝ થઈ હતી. 

ખાસ નોંધ: અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news