1965માં બનેલું અમદાવાદ જિલ્લા પંચાયતનું બિલ્ડિંગ જર્જરિત હાલતમાં

આ જર્જરિત બિલ્ડિંગથી અધિકારીઓ પણ અજાણ નથી. અધિકારીઓ દ્વારા ચાર વર્ષથી જિલ્લા પંચાયત સમિતિમાં તેના રિરેરિંગ કામ માટે દરખાસ્ત મુકવામાં આવી હતી.

1965માં બનેલું અમદાવાદ જિલ્લા પંચાયતનું બિલ્ડિંગ જર્જરિત હાલતમાં

સંજય ટાંક/અમદાવાદઃ સામાન્ય રીતે તંત્ર દ્વારા શહેરમાં આવેલા જર્જરિત મકાનો અથવા તો ભયજનક ઈમારતોને નોટિસ આપીને તેને તોડી પાડવાની કાર્યવાહી કરવામાં આવતી હોય છે. પરંતુ શહેરમાં ઘણા સરકારી મકાનો પણ જર્જરિત સ્થિતિમાં છે અને તેમાં સમારકામની તાત્કાલિક જરૂરીયાત છે. 

અમદાવાદ જિલ્લા પંચાયતનું સરકારી બિલ્ડિંગ ખૂબ જ જર્જરિત હાલતમાં છે. આ જિલ્લા પંચાયતનું સાત માળનું બિલ્ડિંગ વર્ષ 1965માં બનાવવામાં આવ્યું હતું. અત્યારે આ ઈમારતમાં તિરાડો પડી ગઈ છે. છતમાંથી પોપડા પડી રહ્યાં છે. આ બિલ્ડિંગનું સમારકામ કરવું પણ જરૂરી છે. કારણ કે અહીં કામ માટે દરરોજ હજારો લોકો આવતા હોય છે. તો અત્યારે બિલ્ડિંગના પ્રથમ માળે તો પ્લાસ્ટરની કામગીરી ચાલી રહી છે. પરંતુ આ ઇમારતને મજબુત કરવા માટે આશરે 82 લાખ રૂપિયાનો ખર્ચ કરવો પડે તેમ છે. 

આ જર્જરિત બિલ્ડિંગથી અધિકારીઓ પણ અજાણ નથી. અધિકારીઓ દ્વારા ચાર વર્ષથી જિલ્લા પંચાયત સમિતિમાં તેના રિરેરિંગ કામ માટે દરખાસ્ત મુકવામાં આવી હતી. અધિકારીઓએ 82 લાખનો ખર્ચ થશે તેમ પણ જણાવ્યું હતું પરંતુ હજુ સુધી આ રકમ પાસ કરવામાં આવી નથી. 

આ જર્જરિત જિલ્લા પંચાયતમાં હાલમાં DDO અધિકારી સહિત 30 જેટલા અધિકારીઓ અને 200થી વધુ કર્મચારીઓ અલગ-અલગ વિભાગમાં કાર્યરત છે. તો હજારો લોકો પોતાના કામ માટે દરરોજ અહીં મુલાકાત લેતા હોય છે. તેથી જો કોઇ મોટી દુર્ઘટના બને તે પહેલા આ ઈમારતનું સમારકામ કરાવવું જરૂરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news