ચાહકે બ્રૂનાને સેક્સ અંગે પુછ્યો વિચિત્ર સવાલ અને જવાબ પણ મળ્યો ગજબ

બ્રૂનાએ ઇન્સ્ટાગ્રામ પર આસ્ક મી એનેથિંગ સેશન રાખ્યું જેમાં ચાહકોએ બ્રાની સાઇઝથી માંડીને સેક્સ અને વર્જિનીટી અંગેના વિચિત્ર સવાલો પુછ્યા હતા જેના બ્રુનાના જવાબો સાંભળીને તમે ચોંકી ઉઠશો

ચાહકે બ્રૂનાને સેક્સ અંગે પુછ્યો વિચિત્ર સવાલ અને જવાબ પણ મળ્યો ગજબ

અમદાવાદ : મોડલમાંથી અભિનેત્રી બનેલી બ્રાજીલિયન મોડલ બ્રૂના અબ્દુલ્લા 2007થી હિંદી ફિલ્મોમાં કામ કરી રહી છે. હાલમાં જ તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર "આસ્ક મી એનિથિંગ (ask me anything) સેશન યોજ્યું હતું. આ સેશનમાં ફેન્સે બ્રૂનાને સેક્સથી માંડીને અંગત જીવનના અને કેટલાક ફેન્સે તો ઘણા વિચિત્ર સવાલો પુછ્યા હતા. જો કે બ્રુનાએ પોતાની બૌદ્ધિક યોગ્યતાનો પરિચય આપતા તેને સ્માર્ટ રીતે ટાળી દીધા હતા. 

આ સેશન દરમિયાન એક ફેને બ્રૂનાને પુછ્યું કે શું તમે વર્જિન છો. તેનાં જવાબમાં બ્રૂનાએ કહ્યું કે, તે વર્જિન નહી પરંતુ સ્કોર્પિયન છું. એટલે કે તેણે સ્માર્ટલી વર્જિનીટી મુદ્દે પુછાયેલા સવાલને રાશીના મુદ્દે વાળીને ફેનને ખોટુ ન લાગે તે રીતે જવાબ પણ આવ્યો અને સવાલનાં સેન્સમાં પણ પરિવર્તન લાવીને ફેનને જ વિચારતો કરી દીધો હતો. 

બ્રૂનાને એક યુઝરે બોલિવુડમાં કાસ્ટિંગ કાઉચ અંગે પુછ્યું કે શું આ વાત સાચી છે. તેના જવાબમાં બ્રૂનાએ મજાકીયા અંદાજમાં કહ્યું કે, આ ઘણા લોકો એવો દાવો કરી ચુક્યા છે તો થતું જ હશે. જેથી તેણે પોતે આનો ભોગ બની છે કે નહી તે જવાબ આપ્યા વગર લોકોએ કહ્યું છે તો થતું જ હશે તેવો જવાબ આપીને સવાલ પણ ટાળી દીધો અને જવાબ પણ આપી દીધો હતો. 

એક યુઝરે તો બ્રૂનાને એટલે સુધી પુછી લીધું કે શું તેણે ક્યારે એક સાથે 2 લોકોની સાથે સેક્સ (થ્રીસમ) કર્યું છે. જેનાં જવાબમાં બ્રૂનાએ કહ્યું કે, તમારો અર્થ છેકે એવું કામ જે 3 લોકો એક સાથે કરે ? હા હું ઘણી વખત મારા મિત્રો સાથે લંચ કરુ છું. 

એક યુઝરે બ્રૂના અબ્દુલ્લાને તેના કપની સાઇઝ પુછી. તેના જવાબમાં પણ બ્રુનાએ મજાકના અંદાજમાં તેણે કહ્યું કે, તે સ્થળ પર ડિપેન્ડ કરે છે. જો હું સ્ટારબક્સમાં (કોફી પીવા) જાઉ તો મોટા કપનો ઓર્ડર કરૂ છું નહી તો નાનો કપ જ મંગાવુ છું. 

અત્રે ઉલ્લેખનીય છે કે, બ્રૂના સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે. પોતાની હોટ તસ્વીરો સતત તે સોશિયલ મીડિયા પર શેર કર્યા કરે છે. તે ઘણી વખત પોતાની ટોપલેસ તસ્વીરો શેર કર્યા કરે છે. બ્રૂનાએ 2007થી અનુભવ સિન્હાની ફિલ્મ કૈશથી બોલિવુડમાં ડેબ્યું કર્યું હતું. આ ફિલ્મમાં તેણે રહમ કરે નામનું આઇટમ સોંગ કર્યું હતું. ત્યાર બાદ આઇ હેટ લવ સ્ટોરીઝ અને દેસી બોયઝ જેવી ફિલ્મોમાં આઇટમ સોંગ કર્યું હતું. આ ઉપરાંત તે ગ્રાંડ મસ્તી, જય હો, મસ્તી જાદે અને તમિલ ફિલ્મ બિલ્લા-2માં પણ કામ કરી ચુકી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news