તથ્ય પટેલ કેસમાં અત્યંત ચોંકાવનારા ખુલાસા, અકસ્માત થયો તે સમયે કારમાં શું ચાલી રહ્યું હતું...ખાસ જાણો

Ahmedabad Accident: અમદાવાદના એસજી હાઈવે પર 20 જુલાઈની રાત્રે થયેલા ડબલ અકસ્માતમાં જગુઆરના ડ્રાઈવર તથ્ય પટેલને લઈને ચોંકાવનારી વિગતો સામે આવી છે. જગુઆરની લપેટમાં 22 લોકો આવ્યા ત્યારે કારની અંદર શું ચાલી રહ્યું હતું તેની માહિતી પોલીસની પૂછપરછમાં સામે આવી છે.

તથ્ય પટેલ કેસમાં અત્યંત ચોંકાવનારા ખુલાસા, અકસ્માત થયો તે સમયે કારમાં શું ચાલી રહ્યું હતું...ખાસ જાણો

અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર જગુઆર કાર અકસ્માત કેસમાં નવ લોકોના જીવ લેનાર  આરોપી તથ્ય પટેલને લઈને મોટો ખુલાસો સામે આવ્યો છે. અકસ્માત સમયે તથ્ય પટેલ સાથે કારમાં હાજર તેના મિત્રોએ પોલીસને જણાવ્યું હતું કે તથ્ય પટેલને વધુ સ્પીડમાં ગાડી ચલાવવાની આદત છે. દુર્ઘટના સમયે જગુઆરમાં મોટેથી સંગીત વાગી રહ્યું હતું. મિત્રો કહે છે કે તેમણે તથ્ય પટેલને ઝડપી ડ્રાઇવિંગ કરતા અટકાવ્યો હતો, પરંતુ તે માન્યો ન હતો અને ત્યાં જ એક મોટો અકસ્માત બન્યો. મિત્રો કહે છે કે જ્યારે કારે લોકોને ટક્કર મારી ત્યારે તથ્ય પટેલનું સંપૂર્ણ ધ્યાન ડ્રાઇવિંગ પર નહોતું. કારની સ્પીડ ઘણી વધારે હતી. જેના કારણે આ અકસ્માત થયો હતો.

મિત્રો પણ મસ્તી કરતા હતા
અમદાવાદ પોલીસ દ્વારા કરવામાં આવેલી પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે જેગુઆરમાં તથ્ય પટેલ કારમાં હાજર મિત્ર અને અન્ય સાથીદારો સાથે બધા જ આનંદના મૂડમાં હતા અને એકબીજાની હસી મજાક અને ગલીપચી કરતા હતા. જેના કારણે જગુઆર જ્યારે ઇસ્કોન બ્રિજની ટોચ પર પહોંચી ત્યારે થાર અને ડમ્પર પાસે હાજર લોકોએ તેની તરફ ધ્યાન ન આપ્યું અને મોટો અકસ્માત થયો. અમદાવાદ પોલીસની પૂછપરછમાં તથ્ય પટેલના મિત્રોએ મોટાભાગે તેને અકસ્માત માટે જવાબદાર ગણાવ્યો હતો.

વધુ એક હકીકત સામે આવી છે
અમદાવાદ પોલીસની તપાસમાં એવી હકીકત બહાર આવી છે કે 3 જુલાઈના રોજ પટેલની થાર કાર સિંધુ ભવન રોડ પર એક રેસ્ટોરન્ટ સાથે અથડાઈ હતી. કાર પરનો કાબૂ ગુમાવવાને કારણે આ અકસ્માત થયો હતો. આ ઘટનાનો જે વીડિયો સામે આવ્યો છે તેમાં દાવો કરવામાં આવ્યો છે કે આ ઘટના 3 જુલાઈના રોજ સવારે 6:13 વાગ્યે બની હતી. અમદાવાદ પોલીસના DPC ટ્રાફિક વેસ્ટ, નીતા દેસાઈના જણાવ્યા અનુસાર, આ ઘટનાનો વીડિયો મળ્યો છે. તથ્ય પટેલ પરિવાર અને રેસ્ટોરન્ટના માલિકે સમાધાન કરી લીધું હતું. પોલીસનું કહેવું છે કે આ મામલે ફરિયાદ મળશે તો નોંધવામાં આવશે. પોલીસ એ હકીકત પ્રસ્થાપિત કરવાનો પ્રયાસ કરી રહી છે કે તથ્ય પટેલ એક રીઢો બેફામ ડ્રાઈવર છે.

થાર-જગુઆર અને ટ્રક સાથે અકસ્માતનું રિકન્સ્ટ્કશન કરાયું
રાજ્યના સીએમ અને ગૃહમંત્રીની સૂચનાને પગલે, અમદાવાદ પોલીસે, જે આ મામલાની ઝડપી તપાસ કરી રહી છે, તમામ પુરાવા એકત્ર કરવાના ઉદ્દેશ્ય સાથે ફરી એકવાર ઇસ્કોન બ્રિજ પર અકસ્માતનું રિકન્સ્ટ્રક્શન ફરીથી કરાયું હતું. પોલીસે આ માટે એક થાર અને એક જગુઆર સાથે ડમ્પરની વ્યવસ્થા કરી હતી અને પછી અકસ્માત કેવી રીતે થયો? તેનું દ્રશ્ય ફરીથી ઉભું કર્યું હતું. આ દરમિયાન, થાર સ્થળ પર તે જ સ્થિતિમાં પાર્ક કરવામાં આવ્યું હતું અને તેના બ્લિંકર્સ ચાલુ કરવામાં આવ્યા હતા. આ પછી પાછળથી જગુઆરને 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે લાવવામાં આવી હતી.

બ્રેકિંગમાં 12 સેકન્ડનો વિલંબ
હકીકત એવી છે કે 20મી જુલાઈની રાત્રે 1.10 વાગ્યે તથ્ય પટેલે લોકોએ કચડી નાખ્યા હતા. આ અકસ્માતમાં 9 લોકોના મોત થયા છે. આ અકસ્માતની 40 મિનિટ પહેલાં થાર અને ડમ્પર વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માતના રી-કન્સ્ટ્રક્શન સીન પરથી જાણવા મળ્યું કે અકસ્માતના સ્થળેથી બ્રેક લગાવવામાં 12 સેકન્ડનો વિલંબ થયો હતો અને તેના કારણે આ 12 સેકન્ડમાં 9 લોકોના મોત થયા હતા અને 12 લોકો ઘાયલ થયા હતા.

બહેનપણીએ ઈન્સ્ટા એકાઉન્ટ કર્યું ડિલીટ
અમદાવાદ ઈસ્કોન બ્રિજના અકસ્માતમાં 9 નિર્દોષોના મોતની તસવીરો હજી નજર સામે તરવરે છે. હવે જઈને આરોપી તથ્ય પટેલ અને તેના મિત્રોની પોલ ખૂલી રહી છે. તથ્ય પટેલ અને તેના મિત્રો પાર્ટીઓના કેવા શોખીન હતા, તેના પુરાવા તેમના સોશિયલ મીડિયાના એકાઉન્ટ આપી રહ્યાં છે. જોકે, ઘટના બાદ તરત જ તમામ મિત્રોએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પ્રાઈવેટ કર્યા હતા. એકમાત્ર માલવિકા પટેલનું એકાઉન્ટ જાહેર કર્યું, જે તેની વૈભવશાળી જિંદગીની ચાડી ખાતુ હતું. પરંતું હવે પાર્ટીઓની શોખીન તથ્યની બહેનપણીએ રાતોરાત ઈન્સ્ટા એકાઉન્ટ ડિલીટ કર્યું છે. જેમાં માલિકા પટેલના 13 હજાર ફોલોઅર્સ હતા. 

પાર્ટીઓની શોખીન તથ્યની બહેનપણીએ રાતોરાત ડિલીટ કર્યું ઈન્સ્ટા એકાઉન્ટ, 13 હજાર ફોલોઅર્સ હતા

પોલીસ તપાસ વચ્ચે તથ્ય પટેલની સાથે કારમાં સવાર યુવતીએ પોતાનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડિલીટ કરી નાખતા અનેક તર્કવિતર્ક સર્જાયા છે. અમાદવાદના ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં પોલીસ દ્વારા તથ્ય પટેલ અને કારમાં સવાર તેના મિત્રોની પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસ દ્વારા અકસ્માત સમયે કારમાં સવાર આર્યન પંચાલ, શાન સાગર, શ્રેયા, ધ્વનિ અને માલવિકા પટેલની પૂછપરછ કરવામાં આવી છે. તો બીજી બાજુ તથ્યની પણ પોલીસ અલગથી પૂછપરછ કરી રહી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news