Ahmedabad ના કુમકુમ મંદિર ખાતે 6 ફૂટ લાંબુ અને 3 ફૂટ પહોળા વિશાળ ચોપડાનું અને લેપટોપનું પૂજન કરાયું
આજે દિવાળીનો તહેવાર છે, ત્યારે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે ચોપડા પુજન કરવાનું વિશેષ મહત્ત્વ હોય છ, ત્યારે અમદાવાદના કુમકુમ મંદિર ખાતે 4નવેમ્બરે (આજે) ગુરુવાર- દિવાળીના દિવસે 6 ફૂટ લંબાઈ અને 3 ફૂટ પહોળાઈ ધરાવતા વિશાળ ચોપડાનું અને લેપટોપનું પૂજન કરવામાં આવ્યું હતું.
Trending Photos
અતુલ તિવારી/અમદાવાદ: આજે દિવાળીનો તહેવાર છે, ત્યારે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે ચોપડા પુજન કરવાનું વિશેષ મહત્ત્વ હોય છ, ત્યારે અમદાવાદના કુમકુમ મંદિર ખાતે 4નવેમ્બરે (આજે) ગુરુવાર- દિવાળીના દિવસે 6 ફૂટ લંબાઈ અને 3 ફૂટ પહોળાઈ ધરાવતા વિશાળ ચોપડાનું અને લેપટોપનું પૂજન કરવામાં આવ્યું હતું. તા. 4-11- 2021ને ગુરુવારે સવારે 11 થી 12 વાગ્યા સુધી સ્વામિનારાયણ કુમકુમ મંદિર મણિનગર ખાતે શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામીની નિશ્રામાં અનેક વેપારીઓ દ્વારા પરંપરાગત ચોપડાનું પૂજન - તથા આધુનિક યુગ પ્રમાણે લેપટોપનું પૂજન કરવામાં આવ્યું હતું.
આ ચોપડાના પૂજન પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, આપણા ભારતમાં દિવાળીના દિવસે... ચોપડાપૂજન કરાય છે. સરસ્વતી - લક્ષ્મી દેવી - સ્વામિનારાયણ ભગવાનનું પૂજન કરાય છે. સરસ્વતી દેવી જ્ઞાનરુપી પ્રકાશ આપે છે. માનવમાં સંસ્કાર અને ચારિત્ર્યનું સિંચન કરે છે. ચોપડાપૂજનમાં કંકુ, કેસર, કસ્તુરી,હળદર આદિમાં ઝબોળીને દાડમની કલમથી ચોપડા લખવાની પરંપરા છે. ચોપડાપૂજન વખતે બાજુમાં મોરના પીછાંને મૂકવામાં આવે છે.
નવા વર્ષમાં સૌમાં નીતીમત્તા, પ્રમાણિકતા, ધર્મ, જ્ઞાન,વૈરાગ્ય, ભક્તિ ઉદય થાય તે માટે સ્વામિનારાયણ ભગવાનનું સૌ પૂજન, અર્ચન, આરતી - આરાધના કરે છે. માણસ વર્ષ દરમ્યાન કેટલો નફો - નુક્શાન થયો તેનો હિસાબ માંડે છે. તેમ આપણે દેશ અને સમાજની કેટલી સેવા થઈ તેનો આજના દિવસે હિસાબ માંડવો જોઈએ અને દિન પ્રતિદિન વધુ સેવા થાય તે માટે કટિબદ્ધ બનવું જોઈએ. એવો સંદેશો ચોપડા પૂજનમાંથી પ્રાપ્ત થાય છે.
કુમકુમ મંદિરમાં છેલ્લા 31 વર્ષથી ચોપડા પૂજન કરવામાં આવે છે. આ પ્રસંગે શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામીએ સ્વામિનારાયણ ભગવાનના ચરણ કમળોમાં પ્રાર્થના કરી હતી કે, સહુ કોઈને ધંધામાં વેપારમાં સફળતા મળે. આર્થિક અને શારીરીક રીતે સૌ સુખી થાય. સારાય ભારતની પ્રજાની આર્થિક મંદી દૂર થાય. સૌને ભગવાન સુખી કરે.કોરોના વાયરસ થકી ભગવાન સૌની રક્ષા કરે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે