ચોર-પોલીસનું અભિયાન શરૂ! બજારોમાં જામ્યો દિવાળીનો માહોલ, જાણો કેવો છે બજારોમાં ઝગમગાટ?
જાણીતા અમદાવાદના લાલ દરવાજાના બજારમાં કપડાં, ઘરવખરી, ઈમિટેશન જ્વેલરી અને એસેસરીની ખરીદી માટે અહીં કિડીયારું ઉભરાય છે. અન્ય જિલ્લામાંથી પણ લોકો અહીં ખરીદી માટે આવતા હોય છે.
Trending Photos
ઝી બ્યુરો/અમદાવાદ: દિવાળીનો તહેવાર એટલે દરેક ક્ષેત્રમાં તેજીનો અવસર. બજારોમાં જેટલી રોનક દિવાળીમાં હોય છે, તેટલી રોનક ભાગ્યે જ બીજા કોઈ તહેવારમાં જોવા મળે છે. આ વખતે પણ બજારોમાં ખરીદીનો ઝગમગાટ જામી ચૂક્યો છે. બજારો ગ્રાહકોથી ઉભરાઈ રહ્યા છે. જેનાથી નાના અને મોટા વેપારીઓને મોટી રાહત મળી છે.
જાણીતા અમદાવાદના લાલ દરવાજાના બજારમાં કપડાં, ઘરવખરી, ઈમિટેશન જ્વેલરી અને એસેસરીની ખરીદી માટે અહીં કિડીયારું ઉભરાય છે. અન્ય જિલ્લામાંથી પણ લોકો અહીં ખરીદી માટે આવતા હોય છે. લાલ દરવાજાના બજારમાં ખરીદી કરવી પોતાનામાં મજા છે, તો બીજી તરફ અહીં સાવચેત રહેવું પણ જરૂરી છે. જો તમે સાવચેત નહીં રહો તો ખિસ્સાકાતરુઓ પોતાનું પોત પ્રકાશી જશે અને તમારી પાસે ખરીદી માટે પૈસા જ નહીં રહે, અથવા તો ખરીદેલી વસ્તુઓ ગાયબ થઈ જશે. આ જ કારણ છે કે દિવાળીની ખરીદી વચ્ચે પોલીસ જાગૃતિ અભિયાન ચલાવતી હોય છે. ભીડ વચ્ચે સાદા કપડામાં પોલીસ લોકોને સાવચેત કરે છે.
દ્રશ્યોમાં તમે પોલીસની ડ્રાઈવનો લાઈવ ડેમો જોઈ શકો છો, પોલીસ લોકોની બેગમાંથી સામાન કાઢી રહી છે. કોઈનું પર્સ સેરવી રહી છે, પણ ખરીદીમાં મશગૂલ લોકોને તેની જાણ નથી. લાલ દરવાજાના બજારમાં મહિલાઓ મોટી સંખ્યામાં ખરીદી માટે આવે છે, ત્યારે તેમના પર પોલીસ વધુ ધ્યાન આપે છે. હવે આ દ્રશ્યો જ જોઈ લો, કોઈનો સામાન ગાયબ થઈ ગયો, તો કોઈનું બાળક.
અહીં ચિંતા કરવાની જરૂર એટલા માટે નહોતી કેમ કે પોલીસ જ ચોરની ભૂમિકામાં હતી. જો કે દર વખતે આમ ન પણ બને.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે