અમદાવાદની LG મેડિકલ કોલેજનું નામ બદલાયું, હવે નવું નામ હશે નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ

એલજી હોસ્પિટલમાં મેટની મેડીકલ કોલેજનુ નામ નરેન્દ્વ મોદી કરવામાં આવ્યું છે. હવે મેડીકલ કોલેજ નરેન્દ્વ મોદી મેડીકલ કોલેજના નામે આ કોલેજ ઓળખાશે. નરેન્દ્ર ભાઇ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે આ કોલેજ બની હતી.

અમદાવાદની LG મેડિકલ કોલેજનું નામ બદલાયું, હવે નવું નામ હશે નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ

ઝી ન્યૂઝ/અમદાવાદ: અમદાવાદની જાણીતી એલજી હોસ્પિટલની મેટ મેડિકલ કોલેજનું નામ પણ હવે બદલાઈ ગયું છે. AMC સંચાલિત એલજી હોસ્પિટલની પાછળના હિસ્સામાં આવેલી મેટ મેડિકલ કોલેજનું નામ બદલીને હવે નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ રાખવામાં આવ્યું છે. આ અંગેની સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્ત મુકવામાં આવી હતી. જેથી દરખાસ્તને કોર્પોરેશનમાં સર્વાનુમતે મંજુરી મળી જતા હવે મેડિકલ કોલેજનું નામ બદલીને નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ કરવામાં આવ્યું છે

આ વિશે મળતી માહિતી પ્રમાણે, એલજી હોસ્પિટલમાં મેટની મેડીકલ કોલેજનુ નામ નરેન્દ્વ મોદી કરવામાં આવ્યું છે. હવે મેડીકલ કોલેજ નરેન્દ્વ મોદી મેડીકલ કોલેજના નામે આ કોલેજ ઓળખાશે. નરેન્દ્ર ભાઇ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે આ કોલેજ બની હતી, માટે તે કોલેજનુ નામ નરેન્દ્ર મોદી રાખવામાં આવ્યું છે. મનપાની સ્ટેન્ડિંગ કમિટીમાં આ નિર્ણય લેવાયો છે. 

નરેન્દ્વ મોદી મણીનગરથી વિધાનસભાની ચૂંટણી લડી મુખ્યમંત્રી પદે બિરાજમાન થયા હતા. હવેૉ 17 તારીખે પ્રધાનમંત્રીના જન્મ દિવસે મેટની મેડીકલ કોલેજમાં તકતીનું અનાવરણ થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ સરદાર વલ્લભભાઇ પટેલ સ્ટેડિયમનું નામ બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરી દેવાયું હતું. આ ઉપરાંત આ સ્ટેડિયમના સમગ્ર સંકુલનું નામ સરદાર સંકુલ કરી દેવાયું હતું. હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જ એલજી હોસ્પિટલ સંકુલમાં આવેલી મેડિકલ કોલેજનું નામ બદલીને નરેન્દ્ર મોદી મેટ કોલેજ આપવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news