હાટકેશ્વર બ્રિજ કેસમાં AMCના અધિકારીની ધરપકડ, જાણો એક દિવસના રિમાન્ડમાં શું થઈ શકે છે ખુલાસો?

Ahmedabad: હાટકેશ્વર બ્રિજ મામલે અત્યાર સુધી આ મામલે કુલ 8 આરોપીની ધરપકડ થઈ ચૂકી છે, ત્યારે વધુ એક આરોપીની ખોખરા પોલીસે ધરપકડ કરી છે.

હાટકેશ્વર બ્રિજ કેસમાં AMCના અધિકારીની ધરપકડ, જાણો એક દિવસના રિમાન્ડમાં શું થઈ શકે છે ખુલાસો?

ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદનો કૌભાંડી બ્રિજ એટલે હાટકેશ્વર ઓવર બ્રિજ મામલે વધુ એક આરોપીની ખોખરા પોલીસે ધરપકડ કરી છે, ત્યારે અત્યાર સુધીમાં કુલ 8 આરોપીની ધરપકડ થવા પામી છે. 

ખોખરા પોલસની ગીરફતમાં ઉભેલા આ શખ્સનું નામ સતીશ વિનોદભાઈ પટેલ છે. જે AMCમાં ટેકનિકલ સુપરવાઈઝર તરીકે ફરજ પર છે. જો આ કૌભાંડી બ્રિજમાં આ ઝડપાયેલ આરોપીની ભૂમિકાની વાત કરવામાં આવે તો સતીશ પટેલે જ્યારે બ્રિજ બનતો હોય ત્યારે સ્થળ પર જઈને બ્રિજ બની રહેલો હોય તેની કોંક્રેનની ગુણવત્તા તપાસવાની જવાબદારી હોય છે.

ત્યારે આરોપી સતીશ પટેલે પોતાની ભૂમિકામાં શું શું બેદરકારી રાખી છે તેને લઈને ખોખરા પોલીસે એક દિવસના રિમાન્ડ મેળવીને તપાસ શરૂ કરી છે. જો ઝડપાયેલ આરોપીની વાત કરવામાં આવે તો AMCમાં સતીશ પટેલ 10 વર્ષથી વર્ગ-3માં કાર્યરત છે, ત્યારે ખોખરા પોલીસને આ બ્રિજમાં થયેલ કૌભાંડમાં શું શું પુરાવા મળે છે એ તપાસના અંતે જણાશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news