સાવધાન રહેજો! તમારા ગોડાઉનમાંથી પણ થઈ શકે છે ચોરી, સરખેજ પોલીસે UPની ગેંગ ઝડપી

આમ તો સરખેજ વિસ્તારમાં અવાર નવાર ચોરીની ઘટના સામે આવી રહી છે જેની સામે પોલીસ પણ સતર્કતા દાખવી આવા ચોરીને પકડી રહી છે. આવીજ એક ચોર ગેંગને સરખેજ પોલીસે પકડી પાડી છે.

સાવધાન રહેજો! તમારા ગોડાઉનમાંથી પણ થઈ શકે છે ચોરી, સરખેજ પોલીસે UPની ગેંગ ઝડપી

મૌલિક ધામેચા/અમદાવાદ: અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલા ગોડાઉનમાંથી થયેલી કોપરના વાયરની ચોરીનો ભેદ ઉકેલાયો છે. પોલીસે કોપર વાયર ચોરી કરતી ઉતરપ્રદેશની ગેંગ પકડી પાડી છે. ગેંગના સભ્યોની પૂછપરછ અને તપાસ કરતા અનેક ચોંકવનારી હકીકતો સામે આવી છે. કોણ છે આ ગેંગના સભ્યો અને શું છે તેમનો ગુનાહીત ઇતિહાસ.

આમ તો સરખેજ વિસ્તારમાં અવાર નવાર ચોરીની ઘટના સામે આવી રહી છે જેની સામે પોલીસ પણ સતર્કતા દાખવી આવા ચોરીને પકડી રહી છે. આવીજ એક ચોર ગેંગને સરખેજ પોલીસે પકડી પાડી છે. સરખેજ વિસ્તારમાં ગત તારીખ 21 માર્ચના રાતના સમયે મુમતપુરા વિસ્તારમાં ઇશ્વર ક્રુપા નામના ગોડાઉનની દીવાલ કુદી કંપાઉન્ડમાં પડેલા અલગ અલગ સાઇઝના કોપરના વાયરની ચોરીની ઘટના બની હતી. અંદાજે 9 લાખના કોપર વાયરની ચોરીની ફરિયાદને આધારે પોલીસે વાયર ચોર ગેંગની ધરપકડ કરી છે. વાયર ચોર ગેંગના ચાર સભ્યોને પોલીસે પકડી પાડી વધુ પૂછપરછ હાથ ધરી હતી

પોલીસે સરખેજ સાણંદ સર્કલ પાસેથી માહિતીને આધારે ચાર આરોપીઓને પકડી પાડયા છે. આરોપીઓ પાસેથી 7 લાખ 20 હજારના ચોરી થયેલા કોપર વાયર પણ પકડી પાડયા છે. પોલીસે કોપર વાયર ઉપરાંત લોડીંગ રિક્ષા, વાયર કાપવાનું કટર સહિતની વસ્તુઓ પણ કબ્જે કરી છે. આ વાયર ચોર ગેંગના ચાર આરોપીઓ ઉતરપ્રદેશના મોહંમદસરતાજ શેખ, શાકીબ ઉર્ફે બિહારી શેખ, વાહીદ શેખ, અર્જુન જાટવ છે. તમામ આરોપીઓ અગાઉ પણ ગુનાહીત પ્રવૃત્તિઓને અંજામ આપી ચૂક્યા છે અને અલગ અલગ જગ્યાઓ પર ગુનાહીત ઇતિહાસ ધરાવે છે.

પકડાયેલ તમામ આરોપીઓનાં ગુનાહીત ઇતિહાસ ધરાવે છે
- આરોપી શાકીબ ઉર્ફે બિહારી શેખ વિરૂદ્ધ ઉતરપ્રદેશના બુલંદશહેર જીલ્લાના દેહાંત કોતવાલી પોલીસ સ્ટેશન, કોતવાલી શહેર પોલીસ સ્ટેશન, સ્પાના પોલીસ સ્ટેશન, સિકદ્રાબાદ પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુનાઓ નોંધાઈ ચુક્યા છે

- આરોપી વાહીદ શેખ વિરૂધ્ધમાં ઉતરપ્રદેશના ખુલંદશહેર જીલ્લાના દેહાંત કોતવાલી પોલીસ સ્ટેશન, દેહાંત કોતવાલીમાં ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે

- આરોપી અર્જુન જાટવ વિરૂદ્ધ સરખેજ પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે

હાલતો સરખેજ પોલીસે ઉતરપ્રદેશના વાયર ચોર ગેંગના ચાર સભ્યોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આ ગેંગ દ્વારા અન્ય કઈ કઈ જગ્યાએ ચોરી કરી છે જે અંગે પૂછપરછ કરવા બે દિવસના રીમાન્ડ મેળવી ચોરીનો માલ લઈ જગ્યાઓ પર આપવામાં આવ્યો છે સહિતના મુદાઓ પર વધુ તપાસ હાથ ધરી છે.
 

Trending news