અમદાવાદની હાઉસિંગ બોર્ડની સોસાયટીમાં કરોડોનો ભ્રષ્ટાચાર, કોણ ચાઉં કરી ગયું 15 કરોડ
Housing Board Corruption : અમદાવાદના ગોતામાં હાઉસિંગ બોર્ડના મકાનમાં ભ્રષ્ટાચાર... 1600થી વધુ પરિવારોએ સોસાયટી ફંડમાં આપેલા કરોડો રૂપિયા ગાયબ.. કમિટિ મેમ્બરે રૂપિયા ચાઉં કર્યા હોવાનો આક્ષેપ...
Trending Photos
Gujarat Housing Board : અમદાવાદના ગોતા વિસ્તારમાં આવેલ વીર સવારકર ગુજરાત હાઉસિંગના મુશ્કેલીમાં મૂકાયા છે. 1600 કરતા વધુ પરિવારોએ સોસાયટી ફંડમાં જમા કરાવેલા કરોડો રૂપિયા સામે ભ્રષ્ટાચાર થયો છે. સોસાયટીએ મેન્ટેનન્સ માટે જમા કરાવેલા કરોડો રૂપિયા કમિટી મેમ્બર ચાઉં કરી ગયાના આક્ષેપો થયા છે. 1600 કરતા વધુ પરિવારોએ સોસાયટી ફંડમાં જમા કરાવેલા કરોડો રૂપિયા સામે ભ્રષ્ટાચાર કરાયો છે.
કમિટી મેમ્બર રૂપિયા ચાંઉ કરી ગયા
અમદાવાદમાં ગોતા ખાતે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા વસંતનગર વિકસાવવામાં આવ્યું હતું. જેમાં આવેલ વીર સાવરકર હાઇટ્સ 1 મુખ્યમંત્રી ગૃહ યોજના અંતર્ગત વિકસાવવામાં આવ્યું હતું. આ સોસાયટીમાં 13 માળના ફ્લેટોમાં 1600 જેટલા મકાનો આવેલા છે. જેની 8000 જેટલી વસ્તી થવા જાય છે. અહીં રહેવા આવેલા લોકોને 2017માં મકાનોનું પોઝિશન આપવામાં આવ્યું હતું.
15 થી 16 કરોડ ક્યાં ગયા
તે સમયે મેન્ટેનન્સ પેટે 8.98 કરોડનું ભંડોળ ગુજરાત સ્ટેટ-કો ઓપરેટિવ બેન્કમાં મૂકવામાં આવ્યું હતું. બાદમાં વધુ એક કરોડ જેટલી રકમ એકત્ર થઈ હતી. તેના વ્યાજ અને માસિક મેન્ટેનન્સ પેટે વધુ 6 થી 7 કરોડ રૂપિયા એકઠા થયા હતા. આમ કુલ 15 થી 16 કરોડ જેટલી રકમ બેંકમાં મૂકવામાં આવી હતી. પરંતુ હવે બેંકમાં મૂકાયેલી આ રકમ ગાયબ થઈ ગઈ છે.
સ્થાનિકોએ મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી
સોસાયટીના કમિટી મેમ્બર સામે હાઉસિંગ બોર્ડના રહેવાસીઓએ આક્ષેપ કર્યા છે. સોસાયટીમાં ફંડ ન રહેતા સોસાયટી સામે 1 કરોડનું દેવું થયું છે. વીજ બિલ, પાણી સપ્લાય, સિક્યુરિટી જેવા ખર્ચા સામે સોસાયટી પાસે ફંડ નથી. વારંવાર ગુજરાત હાઉસિંગને ફરિયાદ કરી છતાં કોઈ પગલાં ન લેવાયા. તેમજ સ્થાનિકોએ CM સુધી રજૂઆત કરી છતાં ઉકેલ આવ્યો નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે