Navratri 2022: GMDC ખાતે નવરાત્રિ મહોત્સવમાં પહોંચ્યા પીએમ મોદી, માતાજીની આરતી ઉતારી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે આયોજીત વાયબ્રન્ટ નવરાત્રિ મહોત્સવમાં પહોંચ્યા હતા. પીએમ મોદીએ માતાજીની આરતી ઉતારી હતી. 

Navratri 2022: GMDC ખાતે નવરાત્રિ મહોત્સવમાં પહોંચ્યા પીએમ મોદી, માતાજીની આરતી ઉતારી

અમદાવાદઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાતના પ્રવાસે છે. પીએમ મોદીએ સવારે સુરત અને બપોરે ભાવનગરમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી. ત્યારબાદ પીએમ મોદી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચ્યા હતા. અહીં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 36મી નેશનલ ગેમ્સનું ઉદ્ઘાટન કર્યું હતું. નેશનલ ગેમ્સના ઉદ્ઘાટન બાદ પીએમ મોદી અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે આયોજીત વાયબ્રન્ટ નવરાત્રી કાર્યક્રમમાં પહોંચ્યા હતા. પીએમ મોદીએ આરતી કર્યા બાદ એક કલાક ગરબા પર નિહાળ્યા હતા.

પીએમ મોદીએ માતાજીની આરતી કરી
નવરાત્રીના ચોથા નોરતે પીએમ મોદી જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે આયોજીત નવરાત્રિ મહોત્સવમાં પહોંચ્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ માતાજીની આરતી કરી હતી. પીએમ મોદી સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પણ માતાજીની આરતી કરી હતી. આરતી બાદ પીએમ મોદી ગરબા નિહાળ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શ્રીયંત્ર આપીને પ્રધાનમંત્રી મોદીનું સ્વાગત કર્યું હતું.

— ANI (@ANI) September 29, 2022

PM મોદીએ કર્યું નેશનલ ગેમ્સનું ઉદ્ઘાટન
આગામી વિધાનસભાની ચૂંટણીને પગલે ગુજરાતમાં રાજકીય માહોલ જામ્યો છે. ત્યારે ભાજપના ગઢને યથાવત રાખવા પીએમ મોદી પોતાના હોમ ગ્રાઉન્ડમાં યેનકેન પ્રકારે પ્રચાર-પ્રસારમાં વ્યસ્ત જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન મોદી આજે સાંજે અમદાવાદના મોટેરા ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વડાપ્રધાન 36મા નેશનલ ગેમ્સનું ઉદઘાટન કર્યું છે. ત્યારે અમદાવાદના મોટેરા ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વડાપ્રધાન પહોંચ્યાં છે, અહીં એક ખુલ્લા વ્હિકલમાં તેમણે લોકોનું અભિવાદન કર્યું હતું. સમગ્ર ગુજરાતમાંથી એક લાખ લોકો આ ભવ્ય ઉદઘાટન સમારોહમાં ભાગ લેવા માટે ઉમટ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news