અભિનંદનને મીઠો આવકાર : 1001 ફૂટ લાંબા ત્રિરંગા સાથે વડોદરાના વિદ્યાર્થીઓની રેલી

સમગ્ર દેશ પાકિસ્તાનથી આવેલા વિંગ કમાન્ડર અભિનંદનના સ્વદેશગમનને આવકારી રહ્યું છે ત્યારે વડોદરામાં પણ અભિનંદનને આવકારવા માટે અનોખું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરની એક શાળાના વિદ્યાર્થીઓએ 1001 ફૂટ લાંબા તિરંગા સાથે વિંગ કમાન્ડર અભિનંદનને આવકારતી તિરંગા યાત્રા કાઢી હતી. સાથે સાથે વિદ્યાર્થીઓએ પુલવામાંમાં શહીદ થયેલા 44 સેનાના જવાનોને વિરાંજલી પણ આપી હતી.

અભિનંદનને મીઠો આવકાર : 1001 ફૂટ લાંબા ત્રિરંગા સાથે વડોદરાના વિદ્યાર્થીઓની રેલી

તૃષાર પટેલ/વડોદરા : સમગ્ર દેશ પાકિસ્તાનથી આવેલા વિંગ કમાન્ડર અભિનંદનના સ્વદેશગમનને આવકારી રહ્યું છે ત્યારે વડોદરામાં પણ અભિનંદનને આવકારવા માટે અનોખું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરની એક શાળાના વિદ્યાર્થીઓએ 1001 ફૂટ લાંબા તિરંગા સાથે વિંગ કમાન્ડર અભિનંદનને આવકારતી તિરંગા યાત્રા કાઢી હતી. સાથે સાથે વિદ્યાર્થીઓએ પુલવામાંમાં શહીદ થયેલા 44 સેનાના જવાનોને વિરાંજલી પણ આપી હતી.

ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદનની પાકિસ્તાને ગત મોડી રાત્રે સોંપણી કરી હતી. પાકિસ્તાન દ્વારા બે દિવસ સુધી પોતાની પાસે રોકી રાખીને આખરે તેમને મુક્ત કરવો પડ્યો હતો. ગઈકાલે સમગ્ર દેશ અભિનંદનની ઘર વાપસીને સત્કારવા માટે ઉત્સાહી બન્યો હતો, ત્યારે વિવિધ દસ્તાવેજોના બહાને અભિનંદનને મોડે મોડે પાકિસ્તાને મુક્ત કર્યા હતા. તેઓની વતન વાપસીને દેશના નાગરિકોએ વધાવી લીધી હતી. વડોદરામાં અભિનંદનની વતન વાપસીને અનોખી રીતે ઉજવવામાં આવી હતી.

VadodaraTiranga2.jpg

કારેલીબાગ વિસ્તારમાં આવેલ અંબે સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા 1001 ફૂટની લંબાઈના તિરંગા સાથેની વિરાંજલી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં શહેરમાં રહેતા પૂર્વ સેનિકો, પોલીસ વિભાગના કર્મચારીઓ, શાળાના શિક્ષકો સહિત વડોદરાના નાગરિકો સહભાગી થયા હતા. આશરે 5 કિલોમીટર સુધી ચાલેલી આ તિરંગા યાત્રામાં અનોખું આકર્ષણ જમાવ્યું હતું. 1001 ફૂટ લાંબા તિરંગાને માથા પર લઈને રેલીમાં જોડાયેલા લોકોએ સેનાને બિરદાવતા સૂત્રોચ્ચાર કર્યા હતાં. તિરંગા યાત્રાનું પ્રસ્થાન શહેરના પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે કરાવ્યું હતું.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news