આવા છે અમદાવાદીઓ : અહી મહિલાઓ પણ ખાય છે તમાકુ, AMC ના રિપોર્ટમાં થયો ખુલાસો

Ahmedabad Health Survey : અમદાવાદમાં બિનચેપી રોગ અંગે AMCનો મોટો સરવે... શહેરીજનોની ખોટી આદતોનો રિપોર્ટમાં થયો ઘટસ્ફોટ... હાઇપર ટેન્શન,ડાયાબિટીસ અને કેન્સર અંગે કરાયો સર્વે 
 

આવા છે અમદાવાદીઓ : અહી મહિલાઓ પણ ખાય છે તમાકુ, AMC ના રિપોર્ટમાં થયો ખુલાસો

Ahmedabad News અર્પણ કાયદાવાલા/અમદાવાદ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશ દ્વારા શહેરમાં એક રસપ્રદ સરવે હાથ ધરાયો હતો. એએસમીના આરોગ્ય વિભાગે બિનચેપી રોગોને લઈ મોટો સરવે કર્યો હતો. આ સરવેમાં શહેરીજનોની ખોટી આદત સામે આવી છે. આ રિપોર્ટમાં અનેક ઘટસ્ફોટ થયા છે. સરવેમાં હાઈપરટેન્શન, ડાયાબિટીસ અને કેન્સરને લઈ સ્ટડી કરાયો હતો. આ સ્ટડીમાં અમદાવાદના 5760 લોકોએ લીધો ભાગ લીધો હતો, તો 58 લોકોએ માહિતી આપવાની ના પાડી હતી. પરંતુ સરવેમાં જે સામે આવ્યું તે ચોંકાવનારું છે. સરવે જણાવે છે કે, અમદાવાદમાં તમાકુંનું વ્યસન વધી રહ્યું છે. 

અમદાવાદમાં 24 થી લઇ 64 વર્ષ સુધીના લોકોમાં સર્વે કરાયો હતો. જેમા સામે આવ્યું કે, તમાકુનું સેવન અમદાવાદમાં વધી રહ્યું છે. 5702 લોકોના સર્વે મુજબ, 18.03 ટકા લોકો તમાકુનું સેવન કરી રહ્યાં છે. હકીકત તો એ છે કે, મહિલાઓ પણ તમાકુના સેવનમાં મોખરે છે. શહેરમાં 33 ટકા પુરુષો તમાકુનું સેવન કરે છે. જ્યારે 5.6 ટકા મહિલાઓ પણ તમાકુનું સેવન કરી રહી છે. શહેરમાં 5 વ્યક્તિએ એક વ્યક્તિ તમાકુનું સેવન કરી રહી છે. જ્યારે શહેરમાં 8.05 ટકા લોકો ધૂમ્રપાન કરી રહ્યા છે, તેમજ જેમાં 17 ટકા પુરુષો, જ્યારે 1.04 ટકા સ્ત્રીઓ ધૂમ્રપાન કરે છે. ગુટખા અને પાન મસાલા ખાનાર અંદાજીત ૧૭.૯ ટકા લોકો છે, જેમાં ૫.૬ ટકા મહિલાઓ સમાવેશ થાય છે. 

બ્લડ પ્રેશર અને ડાયાબિટિસ જેવા રોગ મામલે પણ લોકોની નીરસતા સામે આવી છે. 63 ટકા લોકોએ ક્યારે પણ ડાયાબિટિસ ચેક નથી કરાવ્યું. જ્યારે કે, 37 ટકા લોકો એવા છે કે જેમને ક્યારે પણ બ્લડ પ્રેશર ચેક નથી કરાવ્યું. ડાયાબિટીસના બોર્ડર સ્ટેજ પર પહોચનાર 8.02 ટકા લોકો છે. અંદાજિત 13.02 ટકા લોકો આજે પણ ડાયાબિટિસની દવા લઈ રહ્યા છે.  

એએમસીના આરોગ્ય વિભાગના ઈન્ચાર્જ મેડિકલ ઓફિસર ડો.ભાવિન સોલંકી કહે છે કે, શહેરમાં 86 ટકા લોકો એવા છે કે જેમને ક્યારે પણ કોલેસ્ટ્રોલ મપાવ્યું નથી. 6.04 ટકા લોકો એવા છે કે કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધુ છે. સેર્વાઇકલ કેન્સરને લઈ સ્ત્રીઓમાં બેદરકારી જોવા મળી છે. શહેરમાં માત્ર 3 ટકા સ્ત્રીઓએ જ સર્વાઇકલ કેન્સરનું ટેસ્ટિંગ કરાવ્યું છે. 

અમદાવાદ ભલે ગુજરાતનું મેગા સિટી કહેવાય, પરંતું શહેરના લોકોમાં શારીરિક નિષ્ક્રિયતા રાખનારાઓમાં સ્ત્રીઓ મોખરે છે. 15.04 ટકા પુરુષો છે, તો સ્ત્રીઓમાં 22.06 ટકા શારીરિક નિષ્ક્રિયતા દાખવી છે. મેદસ્વિતા લેવલ વાળા અંદાજીત ૨૫ ટકા લોકો સામે આવ્યા, જેમાં પણ મહિલાઓનું પ્રમાણ વધ્યું છે. 

સરવેમાં નોંધવા જેવી ખાસ બાબત એ પણ છે કે, અમદાવાદીઓ જરૂરિયાત કરતાં વધુ મીઠું ખાઈ રહ્યાં છે. હેલ્થ માપદંડ મુજબ 4 અને 5 ગ્રામ પ્રતિદિનના સ્થાને 8.02 ગ્રામ મીઠુ (નમક) ખવાઈ રહ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news