KKR vs SRH: આજે કોલકાતા અને હૈદરાબાદ વચ્ચે કાંટાની ટક્કર, જાણો કેવી હોઈ શકે છે બંને ટીમની પ્લેઇંગ 11

Indian Premier League: આઈપીએલની 16મી સિઝનની 19મી લીગ મેચમાં કોલકાતા અને હૈદરાબાદ વચ્ચે મેચ જોવા મળશે. બંને ટીમોએ પોતાની પાછલી મેચો જીતી છે.

KKR vs SRH: આજે કોલકાતા અને હૈદરાબાદ વચ્ચે કાંટાની ટક્કર, જાણો કેવી હોઈ શકે છે બંને ટીમની પ્લેઇંગ 11

Indian Premier League 2023:  IPLની 16મી સિઝનની 19મી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે રમાશે. બંને ટીમોએ તેમની છેલ્લી મેચ શાનદાર રીતે જીતી હતી. કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમનું આ સિઝનમાં અત્યાર સુધી શાનદાર ફોર્મ જોવા મળ્યું છે, જેમાં ટીમે અત્યાર સુધી રમાયેલી 3 મેચમાંથી 2માં જીત મેળવી છે. ટીમનો નેટ રન રેટ હાલમાં 1.375 છે.

સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમની વાત કરીએ તો તેને પોતાની પ્રથમ 2 મેચમાં એકતરફી હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી ટીમ પોતાની ત્રીજી લીગ મેચમાં પંજાબ કિંગ્સને 8 વિકેટથી હરાવીને જીતનું ખાતું ખોલવામાં સફળ રહી. હૈદરાબાદ ટીમના નેટ રનરેટની વાત કરીએ તો તે -1.502 છે.

પિચ રિપોર્ટ

બંને ટીમો વચ્ચેની આ મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સ મેદાન પર રમાશે. આ મેચમાં મોટો સ્કોર જોવા મળી શકે છે. આ મેદાન પર અત્યાર સુધી રમાયેલી 79 IPL મેચોમાંથી ટાર્ગેટનો પીછો કરતી ટીમ 47 વખત જીતી છે. આ સિવાય પ્રથમ દાવનો સરેરાશ સ્કોર 162 રનની નજીક જોવા મળ્યો છે.

સંભવિત પ્લેઈંગ 11

કોલકાતા નાઈટ રાઈડર્સ - રહેમાનુલ્લા ગુરબાઝ (વિકેટકીપર), નારાયણ જગદીશન, વેંકટેશ ઐયર, નીતિશ રાણા (કેપ્ટન), રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, સુનીલ નારાયણ, શાર્દુલ ઠાકુર, લોકી ફર્ગ્યુસન, ઉમેશ યાદવ, વરુણ ચક્રવર્તી.

સનરાઇઝર્સ હૈદરાબાદ - હેરી બ્રુક, મયંક અગ્રવાલ, રાહુલ ત્રિપાઠી, એડન માર્કરામ (કેપ્ટન), હેનરિક ક્લાસેન (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, માર્કો યાનસીન, ભુવનેશ્વર કુમાર, મયંક માર્કંડે, ઉમરાન મલિક, ટી નટરાજન.

મેચ પ્રિડીક્શન 

આ મેચના પરિણામની વાત કરીએ તો તેમાં કોલકાતા નાઈટ રાઈડર્સનો પલડો ભરી જોવા મળી રહ્યો છે . આઈપીએલમાં અત્યાર સુધીમાં KKRની ટીમ હૈદરાબાદ સામે 23 મેચ રમી છે, જેમાં તેણે 15 મેચ જીતી છે અને જ્યારે માત્ર 8 મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news