આ વર્ષે અમદાવાદની ક્લબોમાં કદાચ ઝાંખી પડી જશે ધૂળેટીની ધમાલ કારણ કે...

આ વર્ષે ઉનાળામાં પાણીની કટોકટી સર્જાય એવા રિપોર્ટ છે

 આ વર્ષે અમદાવાદની ક્લબોમાં કદાચ ઝાંખી પડી જશે ધૂળેટીની ધમાલ કારણ કે...

અમદાવાદ : આ વર્ષે ઉનાળામાં પાણીની કટોકટી સર્જાય એવા રિપોર્ટ છે. આ રિપોર્ટ વચ્ચે ધૂળેટીની ઉજવણી દરમિયાન પાણીનો વેડફાટ ન થયા એ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જરૂરી પગલાં ભરે એવી શક્યતા છે. આ સંજોગોમાં પાણીનો કાપ સર્જાય અને ખાસ કરીને ક્લબોમાં રેઇનડાન્સ જેવી પ્રવૃત્તિઓે પર પ્રતિબંધ મૂકવામાં આવે એવી શક્યતા છે. આ સંજોગોમાં અમદાવાદની ક્લબોમાં પણ તિલક હોળીનો કોન્સેપ્ટ ચાલે તેવી સંભાવના છે.

 હાલમાં નર્મદામાં પાણીની અછતને પગલે ઉનાળામાં ખેડૂતોને પાણી આપવા પર સરકારે મનાઈહૂકમ ફરમાવ્યો છે. રાજ્યમાં પાણીની સ્થિતિ ખરાબ છે. આ સંજોગોમાં તંત્રએ કડક હાથે પગલાં ભરવાનો નિર્ણય લીધો છે.

અમદાવાદમાં આવતીકાલે વોટર કમિટીમાં પાણી કાપને લઈને નિર્ણય લેવાશે. ધૂળેટી નિમિતે કલબોમાં પાણી ન વેડફવા માટેનો ઘડાશે પ્લાન ઘડવાની પણ એએમસી તૈયારી કરી છે. આ સિવાય ખાનગી બોરનું પાણી ન વેડફવા AMCએ અનુરોધ કર્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news