દશેરાના તહેવાર પહેલા AMCનો મોટો નિર્ણય; હવે નાગરિકો વ્હીકલ ટેક્સ ઓનલાઈન ભરી શકશે

દશેરાના તહેવાર પહેલા AMC એ લીધેલા નિર્ણય પ્રમાણે હવે વાહન ખરીદી કરતા નાગરિકો વ્હીકલ ટેક્સ ઓનલાઈન ભરી શકશે. પ્રોપર્ટી ટેક્સ અને કોમર્શિયલ ટેક્સ બાદ વ્હીકલ ટેક્સ વ્યવસ્થા પણ ઓનલાઈન કરવામાં આવી છે.

 દશેરાના તહેવાર પહેલા AMCનો મોટો નિર્ણય; હવે નાગરિકો વ્હીકલ ટેક્સ ઓનલાઈન ભરી શકશે

ઝી બ્યુરો/અમદાવાદ: હાલમાં નવરાત્રિ ધામધૂમથી ઉજવાઈ રહી છે. નવરાત્રિના નવ દિવસ પછી દસમાં દિવસે દશેરોનો તહેવાર ઉજવાશે. આ તહેવાર વિજયાદશમી તરીકે ઉજવાશે. આ દિવસે વાહન ખરીદવા પણ ખૂબ શુભ માનવામાં આવે છે તેમજ શસ્ત્રોની પણ પૂજા કરવામાં આવે છે. ત્યારે દશેરાના તહેવાર પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. 

દશેરાના તહેવાર પહેલા AMC એ લીધેલા નિર્ણય પ્રમાણે હવે વાહન ખરીદી કરતા નાગરિકો વ્હીકલ ટેક્સ ઓનલાઈન ભરી શકશે. પ્રોપર્ટી ટેક્સ અને કોમર્શિયલ ટેક્સ બાદ વ્હીકલ ટેક્સ વ્યવસ્થા પણ ઓનલાઈન કરવામાં આવી છે. વ્હીકલના ડીલર કે માલિકોએ હવે સિવિક સેન્ટરના ધક્કા નહિ ખાવા પડે. સિવિક સેન્ટરની પ્રક્રિયા માટે 4 થી 5 દિવસનો સમય થતો હતો.

આ નિર્ણય બાદ છેલ્લા ત્રણ વર્ષમાં 64 હજાર વાહનચાલકોએ ટેક્સ ન ભર્યો હોય તે પણ સામે આવ્યું હતું. ડીલર દ્વારા ઇનવોઇસ બિલ રજૂ કરતા બિલ ભરાઈ જાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. ડીલર દ્વારા પણ કોઈ ગેરરીતિ કરવામાં આવશે તેના પર પણ નજર રખાશે. ઓનલાઈન પદ્ધતિમાં ડીલર દ્વારા ગેરરીતિ કરવામાં આવશે તો લાયસન્સ રદ્દ થશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news