citizens

BHAVNAGAR માં ગમે તે બાજુ નિકળો મોતનો રોડ, ખાડાઓના કારણે નાગરિકોના કરોડરજ્જુના કટકા

શહેરથી રાજકોટ નેશનલ હાઇવે અતિ બિસ્માર બન્યો છે. રોડ પર મસમોટા ખાડાઓ પડી જવાના કારણે વાહનચાલકોને ખૂબ મુશ્કેલી પડી રહી છે. જ્યારે ચોમાસાના કારણે ખાડાઓમાં પાણી ભરાઈ જતાં પસાર થતા રાહદારીઓને હાલાકી ભોગવવી પડી રહી છે. ત્યારે રોડના રીપેરીંગનું કામ ઝડપથી હાથ ધરવામાં આવે એવી લોકો માંગ કરી રહ્યા છે. જો કે હજી સુધી કોઇ સાંભળવા વાળુ નથી.

Sep 14, 2021, 10:08 PM IST

CM ની સૌરાષ્ટ્રને સાંત્વના, તમામ રાહત અને બચાવકામગીરી કરાશે, નાગરિકોને પાઇએ પાઇ ચુકવાશે

અસરગ્રસ્તો સાથે મુખ્યમંત્રીએ સંવાદ સાધ્યો હતો.  મુખ્યમંત્રીએ જણાવ્યું કે, સમગ્ર સરકાર અસરગ્રસ્તોની પડખે ઉભી છે. જામનગર જિલ્લાના પુર પ્રભાવિત વિસ્તારના લોકોને નુકસાનીનો સર્વે કરીને મદદરૂપ બનવા જામનગર જિલ્લાના અધિકારીઓ સાથે મુખ્યમંત્રીએ બેઠક યોજી હતી. જિલ્લાના 84 ગામોમાં વીજ પુરવઠો ખોરવાતા તત્કાલ રિસ્ટોરેશન કરતા બાકીના 53 ગામોમાં આજ સાંજ સુધીમાં 100% વીજ પુરવઠો કાર્યરત થશે તેવી બાંહેધરી પણ આપી હતી. મૃતપશુ નિકાલ, કાદવ કિચળની સફાઈ કરી આરોગ્યલક્ષી પગલાં માટે બીજા જિલ્લામાંથી પણ જરૂર જણાયે વધારાની ટીમ બોલાવી લેવા મુખ્યમંત્રીની સ્થાનિક તંત્રને સૂચના આપી હતી. 

Sep 14, 2021, 07:01 PM IST

નાગરિકો તો ઠીક કેદીઓના પણ અચ્છે દિન, કેવી રીતે વર્તવું તે અંગે પોલીસને ટ્રેનિંગ અપાશે

આધુનિક યુગમાં સરકારી કચેરીઓમાં પણ સમયની સાથે ફેરફાર થઈ રહ્યા છે. તેવામાં અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલ ભવન પરિસરમાં અત્યાધુનિક તાલીમ કેન્દ્ર બનાવવાના પ્રોજેક્ટને મંજૂરી મળી છે. જેથી ગુજરાતમાં ભારતની સર્વશ્રેષ્ઠ તાલીમ સેન્ટરનુ નિર્માણ થવા જઈ રહ્યુ છે. આ નજારો જે આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છે તે પ્રોજેક્ટ કોઈ અમેરિકા કે અન્ય દેશમાં તૈયાર થનાર પ્રોજેક્ટ નથી. પણ આ અમદાવાદનાં સાબરમતી વિસ્તારમાં ગુજરાત રાજય જેલ અને સુધારાત્મક વિભાગની ગુજરાતની એક માત્ર તાલીમ અકાદમી ગુજરાત ઇન્સ્ટીય્યુટ ઓફ પ્રિઝન્સ એન્ડ કરેકશનલ એડમિનીસ્ટ્રેશન છે.

Aug 17, 2021, 11:44 PM IST

નાગરિકોની અગવડતા નિવારવા, તહેવારો દરમિયાન GSRTC દ્વારા એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે

રાજ્યમાં હવે તહેવારો શરૂ થતા જ મુસાફરો માટે એસટી નિગમ દ્વારા મોટા ભાગના ધાર્મિક સ્થળો પર ટ્રીપમાં વધારો કરવામાં આવ્યો છે. શ્રાવણ મહિનામાં તહેવારોની ભરમાર જોવા મળે છે તેવામાં લોકો બહાર ફરવા જવાનું પસંદ કરતા હોય છે. ત્યારે ગુજરાત રાજ્ય માર્ગવાહન વ્યવહાર પરિવહન નિગમ દ્વારા 600 એક્સ્ટ્રા બસો મુકવામાં આવી છે. જેથી મુસાફરોને સરળતા રહે ઉપરાંત આવકમાં પણ વધારો કરી શકાય. 

Aug 9, 2021, 11:43 PM IST

VALSAD: આદિવાસી વિસ્તારોમાં વિહીપનું અભિયાન, નાગરિકોને જાગૃત કરીને ઘર વાપસી કરાવાશે

જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી કપરાડા અને ધરમપુર તાલુકા જેવા અંતરિયાળ આદિવાસી વિસ્તારોમાં ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા મોટાપાયે ધર્માંતરણ થતું હોવાના અનેક બનાવો સામે આવી ચૂક્યા છે.  ત્યારે હવે વાપીમાં આજે વિશ્વ હિન્દુ પરિષદનું હિંદુ ધર્મ જાગૃતિ સંમેલન યોજાયું હતું. આ સંમેલનના કપરાડા અને ધરમપુર તાલુકાના 21  આદિવાસી પરિવારો ખ્રિસ્તી ધર્મ છોડી પરત હિન્દુ ધર્મમાં ઘર વાપસી કરી હતી. આ સંમેલનના છેલ્લા કેટલાક સમયથી દેશ અને વલસાડ જિલ્લામાં ચર્ચાસ્પદ ધર્માંતરણ, લવ જેહાદ અને ગૌહત્યા જેવા વધી રહેલા કિસ્સાઓની ચર્ચા કરવામાં આવી હતી. આગામી સમયમાં વલસાડ જિલ્લામાં આવા  મુદ્દાઓ વિષય પર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જોરશોરથી કાર્યક્રમો યોજાશે તેવું પણ જાહેર કરવામાં આવ્યું હતું.

Jul 26, 2021, 04:37 PM IST

મેઘરાજાએ આજે પશ્ચિમ કચ્છ પર વરસાવ્યું હેત: નદી- તળાવોમાં નવા નીર આવ્યા

 ભારે વરસાદની આગાહી વચ્ચે ભુજ, અબડાસા, નખત્રાણા, લખપત, માંડવી, મુંદરામાં અડધાથી એક ઈંચ સુધીનો વરસાદ વરસ્યો હતો. ગ્રામીણ વિસ્તારોમાં પાણીના સંગ્રહ સ્થાનોમાં પાલર પાણી આવતા ખેડૂત અને માલધારીઓમાં ખુશી વ્યાપી હતી. ભુજમાં મોડી રાત્રે અને વહેલી સવારે વરસાદે હાજરી પુરાવી હતી. અંજારમાં ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી મંદ પડેલું ચોમાસુ ફરી સક્રિય થયું છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદ પડી શકે છે. 

Jul 13, 2021, 05:35 PM IST

VADODARA: એક એવી સોસાયટી કે જ્યાં કુતરાઓ નાગરિકો પાસે ફરજીયાત કર્ફ્યૂ પાલન કરાવે છે

રાજ્ય સરકાર દ્વારા ભલે નાગરિકોને દિવસના કરફ્યુમાંથી મુક્તિ આપી હોય પરંતુ શહેરના નિઝામપુરા વિસ્તારની એક સોસાયટીના લોકો આજે પણ કરફ્યુની સ્થિતિમાં જીવવા મજબુર બન્યા છે. વડોદરા શહેરમાં રખડતા કુતરાઓના ત્રાસના કારણે નાગરિકોએ ઘરની બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે. શહેરના નિઝામપૂરા વિસ્તારમાં કુતરાઓનોએ હદે ત્રાસ વધી ગયો છે કે, હવે આ કુતરાઓ નાના બાળકોને પોતાનો શિકાર બનાવી રહ્યા છે.

Jul 5, 2021, 07:34 PM IST

AHMEDABAD: શહેરીજનો રસીકરણ અને રસીના બગાડ બંન્ને બાબતે આગળ

સ્માર્ટસિટી અમદાવાદમાં હાલમાં કોરોના સામે જંગ જીતવાના હેતુથી રસીકરણ અભિયાન જોરશોરથી ચાલી રહ્યુ છે. રાજ્ય સરકારે 18 થી 44 વર્ષના વયજુથ માટે રસીનો વધુ જથ્થો ઉપલબ્ધ કરાવ્યા બાદ વેક્સીન લેનાર નાગરીકોની સંખ્યા અને ડોઝની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. પરંતુ રસીકરણ માટે ઓનલાઇન બુકીંગ થવાના કારણે દૈનિક બુક થતા સ્લોટ પૈકી 15 ટકા વેક્સીનનો બગાડ પણ થઇ રહ્યો હોવાનુ જાણવા મળ્યુ છે.

Jun 12, 2021, 05:52 PM IST

ડિજિટલ ભારતના ડિજિટલ સાંસદ: નાગરિકો માટે 'આણંદ એમપી સેવા' નામથી તૈયાર કરાઈ વેબસાઈટ

લોકસેવાએ જન પ્રતિનિધિના નૈતીક મુલ્યોનું પ્રથમ પગથિયું છે. ત્યારે સેવાકીય બાબતોમાં કોઈ કચા ન રહી જાય તે પણ જરૂરી છે. આજના ઝડપી યુગમાં ડિજિટલ દુનિયાએ સૌથી મુખ્ય માધ્યમ પણ છે. ત્યારે આણંદ લોકસભાના સાસંદે પોતાની કાર્યશૈલીને અને જનતાની જરૂરિયાતને સમજીને ખાસ વેબસાઈટ બનાવી છે. આ વેબસાઈટના લોન્ચિંગ દરમિયાન જિલ્લા ભાજપના પ્રમુખ વિપુલ પટેલ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. ત્યારે આ વેબ કેવી રીતે ઉપયોગી બનશે તે વિશે ખાસ સમજણ આપી હતી.

Jun 7, 2021, 06:18 PM IST

તૌકતે વાવાઝોડાનો સામનો કરવા તંત્ર સજ્જ, 1.50 લાખ નાગરિકોનું 930 શેલ્ટર હોમમાં સ્થળાંતર

તૌકતે વાવાઝોડું સંભવતઃ આજે મોડી સાંજ સુધીમાં ગુજરાતના દરિયાકાંઠે ટકરવાની શકયતા છે. આ વાવાઝોડું દિવથી 20 કિમી પૂર્વમાં સ્થિર થઈને મહુવા તથા ઉનાની વચ્ચેના વિસ્તારમાં ટકરાવાની શક્યતા છે.

May 17, 2021, 04:20 PM IST

રાજકોટનાં વાતાવરણમાં નાટકીય પલટો, વરસાદી વાતાવરણથી ઉકળાટ, નાગરિકો બેચેન બન્યા

જિલ્લામાં એક તરફ કોરોના કહેર છે તો બીજી તરફ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. સવારથી જ શહેર અને જિલ્લામા વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે. જો કે બપોર બાદ આકાશમાં કાળાડિબાંગ વાદળો છવાય છે. શહેરમાં ઘેઘુર વાતાવરણ સર્જાય છે. 

Apr 25, 2021, 05:24 PM IST

નાગરિકોને હવે ગુજરાત સરકાર પર એક પૈસાનો પણ ભરોસો નથી, તમે જનતાના સેવક છો માલિક નહી: હાઇકોર્ટ

ગુજરાતમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. તો બીજી તરફ ગુજરાત સરકારને જાણે કોઇ પડી જ ન હોય તે પ્રકારે સાવ નિષ્ક્રિય બની ગઇ છે. હોસ્પિટલોમાં જગ્યા નથી, કોઇ જગ્યાએ વેન્ટિલેટર ઉપલબ્ધ નથી, કોઇ પણ જગ્યાએ ઓક્સિજન કે યોગ્ય વ્યવસ્થા પણ ઉપલબ્ધ નથી. સરકાર સબ સલામત હોવાનાં દાવા કરી રહી છે. મૃત્યુઆંક અને પોઝિટિવ આવનારાઓની સંખ્યામાં ઢાંકપીછોડા કરી રહી છે. જો કે લોકોમાં હવે ધીરે ધીરે જાગૃતિ આવી રહી છે. સરકારની નિષ્ફળતાઓ અંગે લોકોમાં રોષ અને આક્રોષ પણ જોવા મળી રહ્યો છે.

Apr 16, 2021, 04:52 PM IST

મહારાષ્ટ્ર બાદ ગુજરાતમાં પણ થશે લોકડાઉન? Vadodara માં નીતિન પટેલે આપ્યું મોટુ નિવેદન

સમગ્ર રાજ્યમાં સતત કથળી રહેલી કોરોનાની સ્થિતી વચ્ચે રાજ્યનાં આરોગ્ય પ્રધાન નીતિન પટેલે વડોદરાની મુલાકાત લીધી હતી. વડોદરામાં વણસી રહેલી પરિસ્થિતી અંગેનો તામ મેળવ્યો હતો. નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલની પ્રેસ કોંફરન્સ આયોજીત થઇ હતી. 10 દિવસથી રાજ્ય તેમજ દેશમાં કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં પણ બીજા તબક્કામાં કેસોમાં વધારો થઇ રહ્યો છે.

Apr 3, 2021, 07:21 PM IST

CM ના જનસંવાદ કેન્દ્રમાંથી છેલ્લા 11 માસમાં બે લાખથી વધારે નાગરિકો સાથે સંવાદ, તત્કાલ સમસ્યાનો ઉકેલ

મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવાસ સ્થાને સરકારની વિવિધ પ્રજાકલ્યાણલક્ષી યોજનાઓનો લાભ છેવાડાના વ્યક્તિને મળી રહે તે માટે તથા તેમના ફિડબેક પ્રાપ્ત કરવા માટે મુખ્યમંત્રી ડેશબોર્ડ જનસંવાદ કેન્દ્રની શરૂઆત કરવામાં આવી હતી. ફિડબેક મિકેનિઝમ આ ખુબ જ ઉત્તમ ઉદાહરણ પ્રસ્તુત થયું છે. આ જનસંવાદ કેન્દ્રના માધ્યમથી છેલ્લા 11 મહિનામાં બે લાખથી પણ વધારે એટલે કે પ્રતિમાસ 18 હજારથી વધારે શહેરી અને ગામજનોએ સીધો જ મુખ્યમંત્રી સાથે સંવાદ કર્યો છે. આ એક અનોખી સિદ્ધિ છે. 

Dec 15, 2020, 12:01 AM IST

અમદાવાદ: કર્ફ્યૂ બાબતે નાગરિકો દાખવી રહ્યા છે સ્વયંશિસ્ત, પોલીસે કહ્યું અમે આભારી

શહેરીજનો બે મહિના બાદ આજે ફરી એકવાર કર્ફ્યૂની સ્થિતીનો સામનો કરી રહ્યા છે. જો કે આ વખતે કર્ફ્યૂ પાળવામાં અમદાવાદીઓ સ્વયં શિસ્ત દાખવી છે. કર્ફ્યૂની સ્થિતી અંગે પોલીસ અધિકારીઓ પણ સંતોષ વ્યક્ત કરી રહ્યા છે. પોલીસનું માનવું છે કે, નાગરિકો ખુબ જ શિસ્ત જાળવી રહ્યા છીએ. આ વખતે અમારે કોઇ કડક કાર્યવાહી કરવાની જરૂર નથી. 

Nov 21, 2020, 04:23 PM IST

કોરોના વિસ્ફોટ વચ્ચે સુરત સેન્ટ્રલ ડેપોમાં લોકમેળો, નાગરિકો અને તંત્ર તમામ ઉદાસીન

કોરોના સંક્રમણ વધી રહ્યું છે. અમદાવાદ શહેરમાં કર્ફ્યુંના કારણે એસટી બસ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે. ત્યારે સુરત એસટી ડેપો પર અળગ જ માહોલ જોવા મળી રહ્યો છે. સુરત સેન્ટ્રલ બ સ્ટોપ પર લોકોનાં ટોળે ટોળા જોવા મળી રહ્યા છે. સોશિયલ ડિસ્ટન્સિંગનાં ધજાગરા ઉડી રહ્યા છે. રોજના 30 હજારથી વધારે મુસાફરો બસ સ્ટેન્ડ પરથી  મુસાફરી કરી રહ્યા છે. તો બીજી તરફ સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાયેલું રહે તેવી કોઇ વ્યવસ્થા કે બોર્ડ જોવા નથી મળી રહ્યા. 

Nov 20, 2020, 06:11 PM IST

CM રૂપાણીએ નગરદેવી ભદ્રકાળીના દર્શન કર્યા, નાગરિકોને સાવચેત રહેવા અપીલ

નવા વર્ષે લોકો ભગવાનનાં દર્શનથી નવા વર્ષની શરૂઆત થાય છે. ત્યારે વહેલી સવારથી અમદાવાદના નગરદેવી ભદ્રકાળીના મંદિરે દર્શન માટે લોકોની ભીડ જામી છે. લોકોએ સોશિયલ ડિસટન્સ સાથે લાઇનમાં દર્શન માટે ઉભા રહ્યા છે. લોકોને ટેમ્પરેચર ગનથી તાપમાન માપી અને પ્રવેશ આપવામાં આવે છે. મેયર બીજલ પટેલ, ડેપ્યુટી મેયર દિનેશ મકવાણા, ભાજપ શહેર પ્રમુખ જગદીશ પંચાલ, મ્યુનિ ભાજપના નેતા અમિત શાહ સહિતના નેતાઓ મંદિરે ઉપસ્થિત રહ્યા હતા. 

Nov 16, 2020, 06:20 PM IST

દિવાળી સમયે પોલીસ દ્વારા કરવામાં આવી ખાસ વ્યવસ્થા, નાગરિકોને કરવામાં આવી અપીલ

* દિવાળીનાં પર્વને લઇને પોલીસે એલર્ટ
* ફટાકડાનાં વેચાણને લઇને જાહેરનામું
* PESO નાં સીમ્બોલ ધરાવતા ફટાકડાની પરવાનગી
* શહેરમાં 16 વેપારીઓને ફટાકડાનાં લાઇસન્સ અપાયા 

Nov 13, 2020, 12:04 AM IST

શિયાળાની શરૂઆત સાથે જ CORONA બેખોફ: નાગરિકોને વધારે સાવચેત રહેવા માટે અપીલ

શિયાળાની શરૂઆત સાથે જ કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો થવા લાગ્યો છે. અમદાવાદનાં અર્બન હેલ્થ સેન્ટર અને કોર્પોરેશન દ્વારા ઉભા કરાયેલા ડોમમાં મોટા પ્રમાણમાં લોકો ટેસ્ટિંગ કરાવવા માટે ઉમટી રહ્યા છે. ભારે ભીડ ડોમની બહાર જોવા મળી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના કેસ 1000ની નીચે ગયા બાદ અચાનક છેલ્લા 3 દિવસથી ફરી એકવાર કોરોનાના કેસોમાં વધારો થઇ રહ્યો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આવેલા 1200 બેડ કોવિડ હોસ્પિટલમાં 30 થી 35% જેટલા કોરોનાના કેસોમાં વધારો થયો છે. 

Nov 9, 2020, 05:02 PM IST

બિસ્માર રોડની રજૂઆતોથી કંટાળેલા નાગરિકોએ રોડ પર આવીને રામધૂન બોલાવી

* ભિલોડા અને મોડાસા તાલુકાની સીમાઓને લઇ રસ્તો રીપેરીંગ નહિ થતા ગ્રામજનો પરેશાન
* વાંદીયોલના ગ્રામજનો દ્વારા રસ્તા માટે રામધુન કરી અનોખો વિરોધ કરાયો
* છેલ્લા કેટલાય વર્ષોથી રસ્તો બની ચુક્યો છે બિસ્માર
* વાઆન્દીયોલ થી ભ્રમ્હ્પુરી તરફનો ૫ કિલોમીટરનો રસ્તો બિસ્માર
* ગ્રામજનો દ્વારા રામધુન કરી તંત્રની આખો ખોલ

Oct 12, 2020, 11:51 PM IST