EWS પર અમિત શાહનું મોટું નિવેદન, સમયની સાથે નિયમો અને કાયદા પણ બદલાય

EWS Verdict: સુપ્રીમ કોર્ટ (Supreme Court) એ આજે EWS આરક્ષણના મામલે નિર્ણય સંભળાવ્યો છે. નિર્ણય પર પ્રતિક્રિયા આપતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, સુપ્રીમ કોર્ટે આરક્ષણને સંવિધાનિક ગણાવ્યું છે 
 

EWS પર અમિત શાહનું મોટું નિવેદન, સમયની સાથે નિયમો અને કાયદા પણ બદલાય

Amit Shah On EWS: ગરીબ સવર્ણો માટે 10 ટકા આરક્ષણ એટલે કે ઈડબલ્યુએસ આરક્ષણ પર આજે સુપ્રીમ કોર્ટે નિર્ણય સંભળાવ્યો છે. જેના પર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની પ્રતિક્રીયા સામે આવી છે. ઝી મીડિયા સાથેની વાતચીતમાં અમિત શાહે કહ્યું કે, સુપ્રીમ કોર્ટે આરક્ષણને સંવિધાનિક માન્યું છે. સમયની સાથે નિયમ અને કાયદા પણ બદલાય. સમાજના અનેક લોકોને મનમાં એવુ થતુ કે મને પણ મળવુ જોઈએ. અમારી સરકારે બિનઅનામત જાતિઓ માટે 10 ટકા રિઝર્વેશન કર્યું. સમાજમાં તેને બહોળો આવકાર મળ્યો. કેટલાક તેને સુપ્રીમ કોર્ટમાં ચેલેન્જ કરી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટે તેને માન્ય રાખ્યુ હતું. 

નિર્ણયનો સમાજે સ્વાગત કર્યું
અમિત શાહે કહ્યું કે,  EWS સંવિધાનિક રીતે લાગુ કરવામાં આવ્યું છે. સમયની સાથે નિયમોમાં પણ બદલાવ જરૂરી છે. મોદી સરકારના આ નિર્ણયનો સમાજના લોકો સ્વાગત કર્યું છે. કેટલાક લોકોએ આ નિર્ણયને પડકારી હતી, પણ મને ખુશી છે કે નિર્ણય યથાવત રહ્યો છે. સુપ્રીમ કોર્ટનું કહેવુ છે કે, EWS આરક્ષણ અસંવિધાનિક નથી. EWS આરક્ષણને પૂર્ણ સંવિધાનિક રીતે લાગુ કરવામાં આવ્યું છે.   

EWS અનામત પર સુપ્રીમ કોર્ટની મહોર
સુપ્રીમ કોર્ટ સામાન્ય વર્ગના આર્થિક રીતે નબળા લોકોને 10 ટકા અનામતની જોગવાઈ (EWS અનામત) ને પડકારનારી અરજી પર પોતાનો ચુકાદો આપ્યો. 5 જજોની બેંચમાંથી 3 જજ આ અનામતના સમર્થનમાં એક મત હતા. જ્યારે CJI એ પોતાના ચુકાદામાં સ્પષ્ટ કર્યું કે  SC/ST/OBC સમુદાયને આર્થિક આધાર પર અનામતમાંથી બહાર રાખવા એ ભેદભાવપૂર્ણ છે. આમ તેમણે આ મામલે જસ્ટિસ ભટ્ટનું સમર્થન કર્યું. આથી આ ચુકાદો 3:2 થી આવ્યો કહી શકાશે. 

5 જજની બેન્ચે 3:2 થી આપ્યો ચુકાદો
આ કેસમાં ચીફ જસ્ટિસ યુયુ લલિત, જસ્ટિસ દિનેશ માહેશ્વરી, જસ્ટિસ એસ રવિન્દ્ર ભટ, જસ્ટિસ બેલા એમ ત્રિવેદી અને જસ્ટિસ જે બી પારડીવાલાની બેન્ચે ચુકાદો આપ્યો. જસ્ટિસ માહેશ્વરી, જસ્ટિસ બેલા ત્રિવેદી અને જસ્ટિસ પારડીવાલાએ અનામતનું સમર્થન કર્યું છે. જ્યારે ચીફ જસ્ટિસ યુયુ લલિત અને જસ્ટિસ રવિન્દ્ર ભટ તેના વિરુદ્ધમાં છે. વાત જાણે એમ છે કે વર્ષ 2019ની લોકસભા ચૂંટણી પહેલા મોદી સરકારે સામાન્ય વર્ગના લોકોને આર્થિક આધાર પર 10 ટકા અનામત આપવા માટે બંધારણમાં 103મું સંશોધન કર્યું હતું. પરંતુ તેના વિરોધમાં સુપ્રીમ કોર્ટમાં 40થી વધુ અરજીઓ દાખલ થઈ હતી.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news