Amreli: સાવરકુંડલાના બાઢડા ગામ પાસે ઝુપડપટ્ટીમાં ટ્રક ઘુસી ગયો, 8ના મોત, 4 લોકોને ઈજા, સરકારે સહાયની જાહેરાત કરી
અમરેલી જિલ્લાથી અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. સાવરકુંડલાના બાઢડા ગામ નજીક એક ટ્રક ઝુપડપટ્ટીમાં ઘુસી જતા 8 લોકોના મોત થયા છે.
Trending Photos
કેતન બગડા, અમરેલીઃ અમરેલીથી એક ખરાબ સમાચાર મળી રહ્યાં છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલાના બાઢડા ગામ નજીક એક ટ્રક ઝુપડપટ્ટીમાં ઘુસી ગયો છે. આ દુર્ઘટનામાં 8 લોકોના કમકમાટીભર્યા મોત થયા છે. તો 4 જેટલા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. રાત્રે 3 કલાક આસપાસ આ બનાવ બન્યો છે. ટ્રક ચાલકે કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો છે.
અમરેલી જિલ્લામાં ગમખ્વાર અકસ્માત
અમરેલી જિલ્લાના સાવરકુંડલાના બાઢડા ગામ નજીક રાત્રે 3 કલાક આસપાસ એક ટ્રક ડ્રાઇવરે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો છે. આ ટ્રક એક ઝુપડપટ્ટીમાં ઘુસી ગયો હતો. આ દુર્ઘટનામાં 8 લોકોના મોત થયા છે, તો ચારને ગંભીર ઈજા થઈ છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે સાવરકુંડલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં પોલીસ અને 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દુખ વ્યક્ત કર્યુ
અમરેલી જિલ્લામાં થયેલા અકસ્માતમાં નવ લોકોના મોત થયા છે. આ દુર્ઘટના પર મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દુખ વ્યક્ત કર્યુ છે. મુખ્યમંત્રીએ પોતાના ટ્વીટમાં કહ્યુ- કલેકટર અમરેલીને સમગ્ર ઘટનાની તાત્કાલિક તપાસ કરી અહેવાલ મોકલવાનો આદેશ કર્યો છે. પ્રભુ મૃતકોના આત્માને સદ્ગતિ અર્પે અને પરિવારને આ દુ:ખ સહન કરવાની શક્તિ બક્ષે એ જ પ્રાર્થના. ૐ શાંતિ...
કલેકટર અમરેલીને સમગ્ર ઘટનાની તાત્કાલિક તપાસ કરી અહેવાલ મોકલવાનો આદેશ કર્યો છે. પ્રભુ મૃતકોના આત્માને સદ્ગતિ અર્પે અને પરિવારને આ દુ:ખ સહન કરવાની શક્તિ બક્ષે એ જ પ્રાર્થના.
ૐ શાંતિ...
— Vijay Rupani (@vijayrupanibjp) August 9, 2021
સરકારે સહાયની જાહેરાત કરી
આ સાથે અન્ય ટ્વીટમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સહાયની પણ જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને રાજ્ય સરકાર 4 લાખની સહાય આપશે.
અમરેલી જિલ્લાના સાવરકુંડલાના બાઢડા ગામ નજીક થયેલા ગમખ્વાર અકસ્માતની ઘટનાથી શોકગ્રસ્ત છું. અકસ્માતનો ભોગ બનેલા લોકોને ત્વરિત અને યોગ્ય મદદ પુરી પાડવા તંત્રને તમામ સૂચનાઓ આપી છે. રાજ્ય સરકાર દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પ્રત્યેક મૃતકોના પરિવારજનોને રૂપિયા 4 લાખની સહાય આપશે.
— Vijay Rupani (@vijayrupanibjp) August 9, 2021
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે