અમદાવાદમાંથી અફઘાની નાગરિક, 2 પાસપોર્ટ સહિત અને સ્ફોટક વસ્તુઓ મળી આવતા હડકંપ
Trending Photos
મૌલિક ધામેચા/અમદાવાદ: ગુજરાત એટીએસએ ગુરૂવારે અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં ચોક્કસ હકીકત આધારે રેડ કરતા મુળ અફઘાનિસ્તાનનાં એક શખ્સની ધરપકડ કરી હતી. છેલ્લા 15 વર્ષથી પરિવાર સાથે દરિયાપુર ચંદન તલાવડી પાસે પઠાણ વસ્તીમાં રહેતા સરદારખાન હાજી કુતુબુદ્દીન પઠાણની ગુજરાત એટીએસએ ધરપકડ કરતા સામે આવ્યું કે, સરદારખાન અમદાવાદમાં વ્યાજવટાનો ધંદો કરે છે અને તેના પિતા તથા કાકા અમદાવાદમાં શિલાજીત અને હિંગ વેચવા અવાર નવાર અફઘાનિસ્તાનથી ભારત આવ જા કરતા હતા.
દરમિયાન પાકિસ્તાનથી અમૃતસર બોર્ડર મારફતે ભારતમાં સરદાર ખાન વસવા લાગ્યો એટલું જ નહી ગુજરાતમાં રહીને તેણે ભારતીય પાસપોર્ટ પણ મેળવી લીધો. જો કે સરદારખાનની પુછપરછ કરતા સામે આવ્યું કે, આ તમામ દસ્તાવેજોથી પાકિસ્તાનમાં મુસાફરી પણ કરી છે અને બીજા લગ્ન પણ કર્યા હતા. પરંતુ પાકિસ્તાનમાં વાતાવરણ ખરાબ થતા કુટુંબ સાથે અફઘાનિસ્તાન પરત આવી ગયેલો અને ત્યાંથી જ બોગસ આઇડી પ્રુફના આધારે નવો ભારતીય પાસપોર્ટ પણ મેળવ્યો હતો.
હાલમાં ગુજરાત એટીએસની ટીમે સરદારખાન પઠાણ પાસેથી બે ભારતીય પાસપોર્ટ, ઇસ્લામિક રિપબ્લિક ઓફ અફઘાનિસ્તા, મિનિસ્ટ્રી ઓફ ફોરન અફેર્સનાં સિમ્બોલવાળુ પત્ર, પાકિસ્તાની ઓળખ કાર્ડની નકલ, ચૂંટણી કાર્ડ, આધારકાર્ડ, ડ્રાઇવિંગ લાયસન્સ અને પાનકાર્ડ પણ મળી આવતા એટીએસએ ફોરેનર્સ એક્ટ, પાસપોર્ટ એક્ટ સહિતની કલમોના આધારે ગુનો નોંધીને વધારે તપાસ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે