81 વર્ષના 'દાદા' બન્યા અમદાવાદમાં આકર્ષણનું કેન્દ્ર; જવાનિયાઓને શરમાવે તેવી સ્ફૂર્તિથી કરે છે ટ્રાફિક હલ
81 વર્ષે પ્રવીણચંદ્ર વ્યાસ પહેલા રીક્ષા ચલાવતા હતા જેથી તેમને શહેરની ભૌગોલિક પરિસ્થિતિ નો સંપૂર્ણ રીતે ખ્યાલ છે તેમજ તેઓ ને ટ્રાફિક સમસ્યા ની પણ ખબર રહે છે. જેથી નિવૃત્તિ બાદ તેને ટ્રાફિક સમસ્યા મા થોડો સુધારો આવે તેના માટે ટ્રાફિક જવાનો સાથે રહીને ટ્રાફિકની સમસ્યા ઓ હળવી કરવાના પ્રયત્નો નિસ્વાર્થ ભાવે કરી રહ્યા છે.
Trending Photos
ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદની ટ્રાફિક સમસ્યા રાજ્યભરમાં અવ્વલ નંબરે આવે છે. શહેરમાં ટ્રાફિક સમસ્યાની સામે ટ્રાફિક પોલીસ તેમજ ટીઆરબી જવાનોની નોંધપાત્ર ઘટ્ટ પણ જોવા મળે છે. આવા સમયે જો લોકો પોતાની જાતે જ સમજીને ટ્રાફિક નિયમો પાડે તો મોટાભાગની સમસ્યાઓ આપમેળે હલ થઈ શકે છે. બીજી તરફ જો લોકો ટ્રાફિક પોલીસને મદદરૂપ થાય તો પણ લોકોની સમસ્યાનું નિરાકરણ આવી શકે છે. લોકોની ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ લાવવા એક વૃદ્ધ વ્યક્તિ આપી રહ્યા છે અનોખી સેવા. એક ટ્રાફિક પોલીસને સાથે ખભે ખભો મેળવી આ વૃદ્ધ વ્યક્તિ કરી રહ્યા છે. ટ્રાફિકની સમસ્યાઓનો નિકાલ. કોણ છે આ વ્યક્તિ અને કઈ રીતે કરે છે પોલીસને મદદ...
અમદાવાદ એ સૌથી વધુ વિકસિત શહેર માનવામાં આવે છે કૂદકે ને ભૂસકે અમદાવાદ શહેર ચારે તરફથી વિકસી રહ્યું છે. તો બીજી તરફ શહેરમાં જૂના રસ્તા ઓ તેમ ના તેમ જ છે જેની સાપેક્ષમાં શહેરની વસ્તી અને વાહનોની સંખ્યા વધી રહી છે. જેને કારણે શહેરમાં ટ્રાફિકની સમસ્યા ઓ પણ સૌથી વધુ ઉદભવે છે. શહેરના પૂર્વ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા સૌથી વધુ જોવા મળી રહી છે. ટ્રાફિક ની સમસ્યાથી લોકો ને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આવી સમસ્યા ઓ વચ્ચે એક વૃદ્ધ વ્યક્તિ ટ્રાફિક નિયંત્રણ કરાવવા માટે જાણીતા બન્યા છે.શહેરના ઈસનપુર વિસ્તારમાં 81 વર્ષીય એક વૃદ્ધ હાલમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
ઇસનપુર ચોકડી કે જ્યાં સતત વાહનોની અવરજવર રહે છે અને ટ્રાફિક ખૂબ જ રહે છે ત્યાં પ્રવિણચંદ્ર વ્યાસ નામના 81 વર્ષીય આ વૃદ્ધ વ્યક્તિ પોતાની નિસ્વાર્થ સેવા આપી રહ્યા છે. નિવૃત્ત જીવન જીવતા પ્રવીણચંદ્ર વ્યાસ ઇસનપુર ચાર રસ્તા પર ટ્રાફિક પોલીસ અને ટીઆરબી જવાનો સાથે ઉભા રહીને ટ્રાફિક નિયંત્રણ કરાવતા નજરે પડે છે. આ વૃદ્ધ વ્યક્તિ છેલ્લા દસ વર્ષથી ટ્રાફિક જવાનો સાથે ઉભા રહીને પોતાની સેવા આપે છે. દરરોજના પાંચથી છ કલાક પ્રવિણચંદ્ર વ્યાસ ઇસનપુર ચાર રસ્તા પાસે ઉભા રહીને ટ્રાફિક નિયંત્રણ કરે છે તેમજ લોકો ની નાની મોટી સમસ્યાઓનું પણ નિરાકરણ લઈ આવે છે.
81 વર્ષે પ્રવીણચંદ્ર વ્યાસ પહેલા રીક્ષા ચલાવતા હતા જેથી તેમને શહેરની ભૌગોલિક પરિસ્થિતિ નો સંપૂર્ણ રીતે ખ્યાલ છે તેમજ તેઓ ને ટ્રાફિક સમસ્યા ની પણ ખબર રહે છે. જેથી નિવૃત્તિ બાદ તેને ટ્રાફિક સમસ્યા મા થોડો સુધારો આવે તેના માટે ટ્રાફિક જવાનો સાથે રહીને ટ્રાફિકની સમસ્યા ઓ હળવી કરવાના પ્રયત્નો નિસ્વાર્થ ભાવે કરી રહ્યા છે. પ્રવીણચંદ્ર વ્યાસ આમ તો 81 વર્ષના છે પરંતુ યુવાનોને પણ શરમાવે તેવી સ્ફૂર્તિ તેના માં ભરેલી છે જેને કારણે તે સવારે 9 થી 11 અને સાંજે 6 થી 8 વાગ્યા સુધી કે જ્યારે ટ્રાફિક ખૂબ વધુ હોય છે તેવા સમયે તે પોલીસ જવાનો સાથે મળી ટ્રાફિક નિયંત્રણ ની પ્રવૃતિ કરી રહ્યા છે. અમદાવાદ ના ભૂતપૂર્વ પોલીસ કમિશનર એ.કે.સીંગ દ્વારા પણ વૃદ્ધ પ્રવિણચંદ્ર વ્યાસનું સન્માન કરવામાં આવ્યું હતું અને હાલમાં પણ પ્રવિણચંદ્ર વ્યાસને પોલીસ સહાયક તરીકે નું કાર્ડ તેમજ બિરુદ પણ આપવામાં આવેલું છે.
વૃદ્ધ પ્રવિણચંદ્ર વ્યાસ શિયાળો હોય ઉનાળો હોય કે ચોમાસુ પરંતુ ટ્રાફિક પોલીસની મદદ માં હર હંમેશ સ્ફૂર્તિથી કામ કરતા જોવા મળે છે. પ્રવીણચંદ્ર વ્યાસ પોતાના દિવસભરમાંથી મોટાભાગનો સમય ઇસનપુર ચાર રસ્તા પર જ વિતાવે છે. ફક્ત ટ્રાફિકની સમસ્યા નહીં પરંતુ અન્ય લોકો ની સમસ્યા ઓનો પણ પ્રવિણચંદ્ર વ્યાસ શક્ય હોય તેટલી મદદ કરીને ઉકેલ લાવવાનો પ્રયત્ન કરે છે. પ્રવીણચંદ્ર વ્યાસ રીક્ષા ચાલકની સાથે સાથે ડેરીમાં પણ નોકરી કરતા હતા જે બાદ નિવૃત્તિ ના સમયમાં તેઓ એ હવે ટ્રાફિકની સમસ્યાનો નિરાકરણ આવે તેવા પ્રયત્નો કરવાના શરૂ કર્યા છે તો અમુક સમયે પ્રવીણચંદ્ર વ્યાસ ના નાના પુત્ર પણ ટ્રાફિક પોલીસની સાથે ઉભા રહીને પોતાની સેવા આપી રહ્યા છે.
વી.ઓ.4મહત્વનું છે કે એક તરફ જ્યારે ટ્રાફિક સમસ્યા ઓ વધી રહી છે ત્યારે તેને નિવારવાના ઉપાયો અને લોકોને સરળતા રહે તે માટે વિચારનારા લોકો પણ હવે ઓછા થઈ રહ્યા છે. ત્યારે પ્રવીણચંદ્ર વ્યાસ પોતાની ઈચ્છા શક્તિ દર્શાવી લોકોની મુશ્કેલી ઓને દૂર કરવાના પ્રયત્નો કરી રહ્યા છે જે અન્ય યુવાનો અને નિવૃત્ત લોકો માટે એક અનોખું ઉદાહરણ બન્યું છે. બીજી તરફ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ પ્રવિણચંદ્ર વ્યાસની કામગીરીને બિરદાવી રહ્યા છે અને અન્ય લોકોને પણ પોલીસની મદદ કરવા સલાહ આપી રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે