અંકલેશ્વરમાં બાંગ્લાદેશી યુવકની હત્યાનું નીકળ્યું આતંકી કનેક્શન

બાંગ્લાદેશ (Bangladesh) થી ગેરકાયદેસર રીતે ગુજરાત આવીને અંકલેશ્વરમાં રહેતા 4 બાંગ્લાદેશીઓને પોલીસે એક હત્યા (Gujarat Crime News) ના આરોપમાં ધરપકડ કરી છે. જોકે, પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો કે, ચારમાંથી એક આરોપીનું આતંકી કનેક્શન ખૂલ્યુ છે. આ શખ્સનો સંબંધ આતંકવાદી સંગઠન અંસારુલ્લા બાંગ્લા ટીમ (ABT) સાથે છે. પોલીસ તપાસમાં એક બાંગ્લાદેશી આરોપી અજોમ શમસ શેખ આતંકી સંગઠનનો સદસ્ય હોવાનુ જાણવા મળ્યુ છે. હવે પોલીસ હત્યાના મામલામાં આતંકી એન્ગલથી પણ તપાસ કરી રહી છે. 
અંકલેશ્વરમાં બાંગ્લાદેશી યુવકની હત્યાનું નીકળ્યું આતંકી કનેક્શન

ઝી મીડિયા/બ્યૂરો :બાંગ્લાદેશ (Bangladesh) થી ગેરકાયદેસર રીતે ગુજરાત આવીને અંકલેશ્વરમાં રહેતા 4 બાંગ્લાદેશીઓને પોલીસે એક હત્યા (Gujarat Crime News) ના આરોપમાં ધરપકડ કરી છે. જોકે, પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો કે, ચારમાંથી એક આરોપીનું આતંકી કનેક્શન ખૂલ્યુ છે. આ શખ્સનો સંબંધ આતંકવાદી સંગઠન અંસારુલ્લા બાંગ્લા ટીમ (ABT) સાથે છે. પોલીસ તપાસમાં એક બાંગ્લાદેશી આરોપી અજોમ શમસ શેખ આતંકી સંગઠનનો સદસ્ય હોવાનુ જાણવા મળ્યુ છે. હવે પોલીસ હત્યાના મામલામાં આતંકી એન્ગલથી પણ તપાસ કરી રહી છે. 

અંકલેશ્વરમાં તાજેતરમાં અંકલેશ્વરના નેશનલ હાઈવે પર અમરતપુરા ગામની પાસે ટ્રાવેલ બેગમાંથી અજાણ પુરુષના અંગો મળી આવ્યા હતા. અમરતપુર બાદ સારંગપુરા ગામમાંથી પણ એક ટ્રાવેલ બેગમાંથી પુરુષોના અંગો મળી આવ્યા હતા. ભરૂચ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી. જેમાં આ અંગો એક જ પુરુષના હોવાનુ ખૂલ્યુ હતું. વધુ તપાસમા સામે આવ્યુ કે, અમદાવાદમાં રહેતો અકબર નામનો એક બાંગ્લાદેશી શખ્સ અંકલેશ્વરમાં ગેરકાયદેસર રીતે અન્ય બાંગ્લાદેશી લોકોને ધમકાવતો હતો, કે તે પોલીસમાં ગેરકાયદેસર રીતે રહેતા લોકોને પકડાવી દેશે. આ લોકો અકબરના ત્રાસથી કંટાળ્યા હતા. તેથી ચાર શખ્સોએ એક મહિલાની મદદથી અકબરને અમદાવાદ બોલાવ્યો હતો અને તેની હત્યા કરી હતી. 

હત્યા કર્યા બદા લાશ ટ્રાવેલ બેગમાં ફેંકી
હત્યા કર્યા બદા તમામે મળીને અકબરના શરીરના ટુકડા કર્યા હતા અને તેને બે અલગ અલગ ટ્રાવેલ બેગમા ભર્યા હતા. જેમાંથી એક બેગ અમરતપુરામાં ફેંકી હતી અને બીજી બેગ સારંગપુરામાં ફેંકી હતી. હત્યાના આરોપમાં ચાર શખ્સો પકડાયા હતા. જેમાંથી એક આરોપી અજોમ શેખ પહેલા પણ કેટલાક આરોપમાં પોલીસ પકડમાં આવી ચૂક્યો છે. અજોમ બાંગ્લાદેશનો નિવાસી છે અને અંકલેશ્વર તથા ભરૂચમાં ભાડાના મકાનમા રહે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news