એન્ટી કરપ્શન બ્યૂરો

ભૂજ ACB ની સફળ ટ્રેપ : કુકમા ગામના મહિલા સરપંચના પતિ લાંચ લેતા ઝડપાયા

  • કુકમા ગામના મહિલા સરપંચના પતિ લાંચ લેતા ઝડપાયા
  • ફરિયાદી પાસેથી 5 લાખ રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી

Aug 13, 2021, 10:23 AM IST

‘સુતરેજા લાખો રૂપિયા સાથે અમદાવાદ આવે છે...’ 5 લાખ સાથે પકડાયા GPCBનાં કલાસ-1 ઓફિસર

સરકારી અધિકારીઓમાં લાંચ લેવાનું પ્રમાણ વધી રહ્યું છે. સામાન્ય માણસને દરેક કામ કઢાવવા માટે લાંચના રૂપિયા ચૂકવવા પડે છે. આવામાં જામનગરમાં ACB (Anti Corruption Bureau)એ મોટી કાર્યવાહી કરી છે. GPCBનાં અધિકારીને ACB માતબર રકમ સાથે પકડી પાડ્યા છે. GPCBનાં કલાસ વન ઓફિસર બી.જી.સુતરેજા ACBનાં સકંજામાં આવ્યા છે. બી.જી.સુતરેજા પાસેથી 5 લાખથી વધુની રોકડ રકમ મળી આવી છે. છેલ્લાં એક મહિનાથી સુતરેજા પર ACB ની ચાંપતી નજર હતી, જેના બાદ આખરે તે પકડાયા હતા. 

Jul 11, 2020, 09:48 AM IST

સુરત: પેઢીનામા માટે બે હજારની લાંચ લેતો તલાટી રંગેહાથ ઝડપાયો

ઉધના મામલતદાર કચેરીમાં અઠવાલાઇન્સ ખાતે રેવન્યું તલાટી બે હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા હતા. વારસાઇ પેઢીનામુ બનાવવાનાં નામે અસીલ પાસેથી 2 હજારની લાંચ માંગી હતી. જેના અનુસંધાને અસીલ દ્વારા એસીબીનો સંપર્ક કરવામાં આવ્યો હતો. એસીબી દ્વારા છટકું ગોઠવીને તલાટીને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો હતો. એસીબીએ તલાટીને રંગેહાથ ઝડપી લેતા સમગ્ર મામલતદાર કચેરીમાં ચકચાર મચી જવા પામી હતી. 

Jan 29, 2020, 10:04 PM IST

જૂનાગઢમાં ACBના પીઆઈ ડીડી ચાવડા 18 લાખની લાંચ લેતા ઝડપાયા

આ ઈન્સપેક્ટરે ગૌશાળાના કામ માટે લાંચ માગી હતી.

Dec 24, 2019, 10:51 PM IST

અમદાવાદ : ACBના છટકામાં 1 લાખની લાંચ લેતા ડેપ્યુટી ઈજનેર રંગેહાથ ઝડપાયા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ડેપ્યુટી ઈજનેર અધધ કહેવાય તેવી 1 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયા છે. એન્ટી કરપ્શન બ્યૂરોએ એએમસીના ડેપ્યુટી એન્જિનિયર મનોજ સોલંકીને રંગેહાથે ઝડપી લીધા હતા. આ ઘટના બાદ એએમસીમાં ચાલી રહેલા ભ્રષ્ટાચારનો ખુલાસો થયો છે. આ ડેપ્યુટી એન્જિનિયરે એક હાઉસિંગ પ્રોજેક્ટ મામલે લાંચ માંગી હતી. આમ, કોર્પોરેશનના ક્લાસ-1 અધિકારી લાંચના છટકામાં ઝડપાયા છે. 

Dec 18, 2019, 01:33 PM IST

લાંચિયા સાવધાન! ACBની ટ્રાફીક શાખા પર બાજ નજર, 100 રૂપિયા માટે જઇ શકે છે નોકરી!

રાજ્ય સરકાર દ્વારા ટ્રાફિકના નિયમોના ભંગ બદલ દંડની રકમમાં જંગી વધારો કરવામાં આવ્યો છે

Nov 25, 2019, 11:40 PM IST

સુરત : કોન્ટ્રાક્ટરના બિલ પાસ કરવા નાયબ જિલ્લા મેનેજરે ટુકડે-ટુકડે 85 હજારની લાંચ લીધી, અને...

એક તરફ સરકાર ભ્રષ્ટાચારને જડમૂળમાંથી ઉખેડી ફેંકવાની વાતો કરે છે, પરતું બીજી તરફ ખુદ સરકારના જ બાબુઓ લાંચિયા બની લોકો પાસેથી રૂપિયા પડાવી રહ્યા છે. ત્યારે ગુજરાત રાજ્ય પુરવઠા નિગમ લિમિટેડના નાયબ જિલ્લા મેનેજર અને ગોડાઉન મેનેજર 20 હજારની લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યુરોના રંગેહાથે ઝડપાયા હતાં.

Aug 9, 2019, 11:43 AM IST

ભ્રષ્ટાચાર ડામવા ACBના સફળ પ્રયત્નો, જાણો છેલ્લા 5 વર્ષનો સમગ્ર અહેવાલ

સરકારી વિભાગોમાં થઇ રહેલા ભ્રષ્ટાચારને લઇને લોકોમાં જાગૃતતા આવી છે. જો કે, એન્ટી કરપ્શન બ્યૂરો દ્વારા પણ વિવિધ પ્રયત્નો કરી કેસો કરવામાં આવી રહ્યાં છે. ત્યારે એસીબી આ પ્રયત્નોમાં 50 ટકા સફળતા મેળવી શક્યું છે

May 5, 2019, 09:26 AM IST

પૂર્વ ક્રિકેટર જયસૂર્યા પર લાગ્યો ભ્રષ્ટાચારનો આરોપ, ICCએ 14 દિવસમાં માંગ્યો જવાબ

આઈસીસી તરફથી આ કાર્યવાહી અલ-જજીરા તરફથી કરાયેલા સ્ટિંગ ઓપરેશનના આધાર પર કરવામાં આવી રહી છે. 

Oct 15, 2018, 06:02 PM IST

10 કરોડનો ચૂનો ચોપડનાર કેજરીવાલના કૌભાંડી ભાણીયાની ધરપકડ

આમ આદમી પાર્ટીના મુખિયા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ગુરૂવારે મોટો આંચકો લાગ્યો છે. દિલ્હીના એન્ટી કરપ્શન બ્યૂરો (એસીબી)એ PWD સ્કેમમાં કેજરીવાલના સાઢૂના દિકરા વિનય બંસલની ધરપકડ કરવામાં આવી છે. 

May 10, 2018, 11:16 AM IST

ગુજરાત જમીન વિકાસ નિગમમાં એસીબીનું મહાઓપરેશન પૂર્ણ, 56 લાખની રોકડ જપ્ત

રાજ્યના જમીન વિકાસ નિગમમાં ACBનું મેગા સર્ચ ઓપરેશન પૂર્ણ થયું છે. ACBના અધિકારીઓની ટીમ કેસી પરમાર સહિતના અધિકારીઓને અમદાવાદ ACBની ઓફિસ ખાતે લઈ ગઈ છે. સતત 14 કલાકથી વધુ સમય સુધી ચાલેલા આ ઓપરેશનમાં 56 લાખ રોકડ અને કોમ્પ્યુટર સહિતના દસ્તાવેજ જપ્ત કરવામાં આવ્યા છે. આ સાથે-સાથે જ તમામ મુદ્દામાલને સીઝ કરી લેવાયો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ACBએ જમીન વિકાસ નિગમના મેનેજિંગ ડિરેક્ટર કનુ દેત્રોજા અને જોઈન્ટ ડિરેક્ટર કેસી પરમાર સહિત કુલ 5 અધિકારીની અટકાયકત કરીને તપાસ હાથ ધરી હતી. 

Apr 13, 2018, 11:10 AM IST

ગુજરાતમાં એસીબીની ઐતિહાસિક રેડ, સરકારી અધિકારીઓ સકંજામાં

ગાંધીનગર સ્થિત ગુજરાત જમીન વિકાસ નિગમની ઓફિસમાં ACBએ સપાટો બોલાવ્યો છે. ACBની આ કાર્યવાહીમાં ક્લાસ વન અધિકારી કે.સી.પરમાર, કનુ દેત્રોજા સહિત 7થી 8 અધિકારીઓ આવી સકંજામાં ગયા છે. ત્યારે એસીબીની આ રેડને ઐતિહાસિક રેડ ગણાવવામાં આવી રહી છે.

Apr 13, 2018, 09:47 AM IST