આખરે ગુજરાત કોંગ્રેસને મળ્યા નવા પ્રભારી, પાર્ટી હાઈકમાન્ડે ડો.રઘુ શર્માને સોંપી જવાબદારી
આખરે કોંગ્રેસ હાઈકમાન્ડે ગુજરાત પ્રભારીની નિમણૂક કરી દીધી છે. રાજસ્થાનના સ્વાસ્થ્ય મંત્રી ડો. રઘુ શર્માને ગુજરાતના પ્રભારી બનાવવામાં આવ્યા છે.
Trending Photos
ગાંધીનગરઃ આખરે ગુજરાત કોંગ્રેસને નવા પ્રભારી મળી ગયા છે. કોંગ્રેસના અંતરિમ અધ્યક્ષ સોનિયા ગાંધીએ રાજસ્થાન સરકારમાં કેબિનેટ મંત્રી ડો. રઘુ શર્માની ગુજરાત કોંગ્રેસ કમિટીના પ્રભારી તરીકે નિમણૂંક કરી છે. ડો. રઘુ શર્મા રાજસ્થાનના આરોગ્ય મંત્રી છે. મહત્વનું છે કે આ પહેલા ગુજરાત કોંગ્રેસના પ્રભારી તરીકે રાજીવ સાતવ જવાબદારી સંભાળી રહ્યા હતા. પરંતુ કોરોનાને કારણે તેમનું નિધન થયુ હતું. ત્યારબાદ આ પ્રભારીની જગ્યા ખાલી હતી. ડો. રઘુ શર્મા ગુજરાત સાથે દમણ-દીવ અને દાદરા નગર હવેલીના પ્રભારી તરીકે પણ જવાબદારી સંભાળશે.
મુશ્કેલ સમયમાં રઘુ શર્માને મળી જવાબદારી
મહત્વનું છે કે ગુજરાત કોંગ્રેસ છેલ્લા ઘણા સમયથી નિતૃત્વ સંકટનો સામનો કરી રહ્યુ છે. આખરે પાંચ-છ મહિના બાદ પાર્ટી હાઈકમાન્ડે ગુજરાત પ્રભારીને નિમણૂક કરી છે. રાજીવ સાતવ બાદ આ જગ્યા ખાલી હતી. હાલમાં ગાંધીનગર મહાનગર પાલિકાની યોજાયેલી ચૂંટણીમાં પણ કોંગ્રેસનો કારમો પરાજય થયો હતો. આ પહેલા ફેબ્રુઆરી મહિનામાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ કોંગ્રેસનું પ્રદર્શન ખરાબ રહ્યુ હતું.
પરેશ ધાનાણી અને અમિત ચાવડા પણ આપી ચુક્યા છે રાજીનામુ
ફેબ્રુઆરી મહિનામાં છ મહાનગર પાલિકા સહિત અનેક નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કોંગ્રેસનો કારમો પરાજય થયો હતો. ત્યારબાદ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિધાનસભામાં નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ પણ પોતાના પદેથી રાજીનામુ આપી દીધુ હતું. પરંતુ કોંગ્રેસ હાઈકમાન્ડ હજુ ગુજરાતમાં નવા પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત પણ કરી શક્યુ નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે