પત્નીને રંગરેલિયા મનાવતી જોઇ ગુસ્સે ભરાયેલા પતિએ પ્રેમીની ગાડી સળગાવી અને પછી...

લગ્નોત્તર પ્રેમ સંબંધનો કરૂંણ અંજામ તાપીના વ્યારામાં આવ્યો છે, પતિએ પોતાની પત્નીનાં લગ્નેતર સંબંધોથી ત્રસ્ત થઇ ગયો હતો.

Updated By: Sep 17, 2020, 08:27 PM IST
પત્નીને રંગરેલિયા મનાવતી જોઇ ગુસ્સે ભરાયેલા પતિએ પ્રેમીની ગાડી સળગાવી અને પછી...

નરેન્દ્ર ભુવેચિત્રા/વ્યારા: લગ્નોત્તર પ્રેમ સંબંધનો કરૂંણ અંજામ તાપીના વ્યારામાં નિર્માણાધીન થયો છે, જેમાં માઠું લાગી આવતા યુવકે જીવન ટૂંકાવ્યું છે. બીજી તરફ મૃતક યુવકે સુસાઇડ નોટમાં તેની પત્નીના પ્રેમીનું સ્પષ્ટ નામ લખતા પોલીસે આરોપી પ્રેમીની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તાપી જિલ્લાના વડા મથક વ્યારામાં એક દુષ્પ્રેરણાની ઘટના સામે આવી છે. જેમાં પાર્થિવ ચૌધરી નામના પ્રાથમિક ધોરણના શિક્ષક અને તેની પત્ની વચ્ચે અન્ય યુવક સાથેના અનૈતિક સંબંધને પગલે વારંવાર ઝઘડો થયા કરતો હતો. 

નગરપાલિકાની કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટીમાં મેનેજરે કર્યો લાખોનો ગોટાળો, પત્નીના નામે ઉપાડી મોટી રકમ

જો કે ગત્ત દિવસોમાં ઝઘડો ઉગ્ર બનતા પાર્થિવે તેના પત્નીના પ્રેમી વિરલ ચૌધરીની કાર સળગાવી દીધી હતી. જે અંગેની ફરિયાદ વ્યારા પોલીસ મથકે થઇ હતી, અને પાર્થિવની પોલીસે અટક કરી જમીન મુક્ત કર્યો હતો. પત્ની ઝન્ક્રુતિના વિરલ ચૌધરી નામના યુવક સાથેના આડા સંબંધને પગલે લાંબા સમયથી ડિપ્રેશનમાં રહેતા પાર્થિવ તેના પિતાના ઘરે થોડા સમયથી રહેતો હતો. ગત રાત્રી દરમ્યાન તેણે પ્રથમ હાથની નસ કાપી બાદ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. તે પહેલા મૃતક પાર્થિવે એક સુસાઇડનોટ લખી હતી. જેમાં પોલીસના કહેવાનુસાર પત્નીના પ્રેમી વિરલ ચૌધરીનો ઉલ્લેખ હોવાને લઈ મૃતકના પિતાની ફરિયાદ આધારે પોલીસે આરોપી વિરલની અટક કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Gujarat Corona Update: નવા 1379 દર્દી, 1652 દર્દી સાજા થયા, 14 લોકોનાં મોત

પત્નીના અન્ય પુરુષ સાથેના સંબંધને લઈને પાર્થિવ અને તેની પત્ની ઝંકૃતિ વચ્ચે લાંબા સમયથી ઝઘડો ચાલ્યા કરતો હતો. મૃતક પાર્થિવના પિતાના કહેવા અનુસાર પાર્થિવ તેની પત્નીને વારંવાર લગ્નોત્તર સંબંધ તોડી નાખવા સમજાવતો હતો. જો કે તેમ નહી થતા આખરે પાર્થિવે અંતિમ પગલું ભરી પોતાનીજ જિંદગીને ટૂંકાવી દીધી હતી. ત્યારે લગ્નોત્તર સંબંધોનો અંજામ કેવો કરુણ હોય છે તે વ્યારાની બનેલ ઘટના પરથી ફલિત થાય છે.

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube