નગરપાલિકાની કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટીમાં મેનેજરે કર્યો લાખોનો ગોટાળો, પત્નીના નામે ઉપાડી મોટી રકમ
Trending Photos
ડભોઇ: નગરપાલિકા ખાતે આવેલી બાલાજી કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટીના મેનેજર ઘણા વર્ષો પહેલા મંજૂરી વગર પોતાના હોદ્દાનો દૂરઉપયોગ કરી પોતાના અને પોતાની પત્નીના નામે રૂપિયા પાંચ લાખ ઉપરાંત ખોટા દસ્તાવેજો ઉભા કરી લોન મેળવ્યા બાદ આજ દિન સુધી નહિ ભરતા બાલાજી કો ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી સાથે વિશ્વાસઘાતથી ઊંચાપત કરી ઠગાઈ અને છેતરપિંડી કરવા અંગેની મેનેજર સામે પોલીસમાં ફરીયાદ નોંધાવા સહકારી ક્ષેત્રમાં હાહાકાર મચી જવા પામ્યો હતો. ડભોઇ પોલીસમાંથી મળતી વિગત અનુસાર ફરિયાદી સુરેશભાઈ બાબુલાલ પારેખ રહેવાસી ડભોઇ ભીખન કુઈ બાલાજી કો ઓપરેટિવ સોસાયટીના સહમંત્રી દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
જેમાં સભાસદ અને મેનેજર તરીકેનો હોદ્દો ધરાવતા ચેતનભાઇ પ્રફુલભાઈ રાઠવા રહેવાસી વડોદરા શહેર સન 2005 થી મેનેજરની પોસ્ટ પર હતા. દરમિયાન પોતાના નામે બોગસ દસ્તાવેજો ઉભા કરી અધુરી વિગત સાથેના ફોર્મ ભરી ઠરાવ કમિટીના કર્યા વગર પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી ૧૦ હજારની લોન મેળવી સત્તા અધિકારીની મંજૂરી વગર લોન મેળવ્યા બાદ તેમજ પોતાની પત્ની સુનિતાબેન ચેતન રાઠવાના નામનો ખોટી રીતે અધુરી માહિતી સાથેનો અને સહી વગરનું ફોર્મ ભરી નોમિનલ સભાસદ બનાવવા અંગેનો ઢોંગ ઉભો કરી તેઓના નામે રૂપિયા 5.49 નું વિહિકલ લોનનું ફોર્મ ભરીને જરૂરી પરવાનગી વગર ખોટી રીતે પોતે લોન મંજૂર કરી બોલેરો ગાડીની ડિલિવરી લઈને મેનેજર તરીકે હોદ્દા નો દુરુપયોગ કરી આજદીન સુધી આ બંને લોનના નાણા નહીં ભરપાઈ કરતા પોતાની ફરજ દરમિયાન તારીખ 14 10 2005 થી આજદિન સુધીમાં કુલરૂપિયા 5.49 ગુનાહિત વિશ્વાસઘાતથી ઉંચાપત કરી હતી.
સહકારી મંડળી સાથે ઠગાઈ અને છેતરપિંડી કરતા તેઓના વિરૂદ્ધ સહકારી મંડળી ના કાયદા અને નિયમો મુજબ પોલીસમાં ફરિયાદ નોંધાતા સહકારી ક્ષેત્રે હાહકાર મચી ગયો હતો. જ્યારે કે બાલાજી કો-ઓપરેટિવ સોસાયટીની સ્થાપના સન 2001માં કરવામાં આવી હતી. જેના 2000 સભાસદો હોય તારીખ 31-12-16 થી પોતાની ફરજથી દુર ભાગી દસ્તાવેજો સંતળનાર મેનેજરની ધરપકડ કરી. તેના રિમાન્ડ માગવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. હાલ આ બેંકમાં કેટલાય ખાતેદારોના પૈસા અટવાઈ પડ્યા છે. આ બેંક છેલ્લા 4 વર્ષથી બંધ કરી દેવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે