માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો! સમોસાંની લાલચ આપી હવસખોરે 5 વર્ષના બાળક સાથે આચર્યું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય

સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતો પાંચ વર્ષનો માસુમ બાળક ગત 25મી નવેમ્બરના રોજ પોતાના ઘર બહાર રમી રહ્યો હતો. આ દરમ્યાન એક અજાણ્યો શખ્સ આવી બાળકને સમોસા ખવડાવવાની લાલચ આપી અપહરણ કરી લઈ ગયો હતો.

માતા-પિતા માટે ચેતવણીરૂપ કિસ્સો! સમોસાંની લાલચ આપી હવસખોરે 5 વર્ષના બાળક સાથે આચર્યું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય

પ્રશાંત ઢીવરે/સુરત: પાંડેસરા વિસ્તારમાંથી સમોસાની લાલચ આપી પાંચ વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનાર નરાધમને ઝડપી પાડવામાં આવ્યો છે. માસુમ બાળક પોતાના ઘર બહાર રમતો હતો તે દરમિયાન નરાધમે બાળકને સમોસા ખવડાવવાની લાલચ આપી પોતાની સાથે લઈ ગયો હતો અને ત્યારબાદ બળજબરીપૂર્વક સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. જે બાદ ભોગ બનનાર બાળકના પિતાએ પોલીસ ફરિયાદ કરતા પોલીસે 50 જેટલા સીસીટીવી કેમેરાની મદદથી આરોપીને ઝડપી પાડયો હતો.

બાળકને સમોસા ખવડાવવાની આપી હતી લાલચ 
સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતો પાંચ વર્ષનો માસુમ બાળક ગત 25મી નવેમ્બરના રોજ પોતાના ઘર બહાર રમી રહ્યો હતો. આ દરમ્યાન એક અજાણ્યો શખ્સ આવી બાળકને સમોસા ખવડાવવાની લાલચ આપી અપહરણ કરી લઈ ગયો હતો. ઘર બહાર રમી રહેલું બાળક અચાનક ગુમ થઈ જતા પરિવારજનો દ્વારા ભારે શોધખોળ કરવામાં આવી હતી. ભારે શોધખોળ કર્યા બાદ પણ કોઈ પત્તો ન લાગતાં પાંડેસરા પોલીસને જાણ કરવામાં આવી હતી. જેને લઇ પોલીસે તાત્કાલિક ધોરણે અપરણનો ગુનો દાખલ કરી અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી.

માસુમ બાળક ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો
પોલીસે બનાવની ગંભીરતાને લઈ સૌ પ્રથમ આસપાસ લાગેલા સીસીટીવી ફૂટેજ તપસ્યા હતા.પોલીસે સીસીટીવીના આધારે અજાણ્યો શખ્સ માસુમ પાંચ વર્ષના બાળકને પોતાની સાથે પાંડેસરાના ગોવાલક રોડ તરફ લઈ જતો નજરે પડ્યો હતો. જે આધારે પોલીસે તપાસ કરતા ગોવાલક રોડ ઉપરથી માસુમ બાળક ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો. ઈજાગ્રસ્ત બાળકને સારવાર અર્થે સૌપ્રથમ ખાનગી અને ત્યારબાદ સુરત નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. તબીબી તપાસમાં માસુમ બાળક જોડે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું હોવાનું બહાર આવતા પોલીસે વધુ કલમોનો ઉમેરો કરી આરોપીની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા હતા.

આરોપીને પકડવા જુદી જુદી ટીમો કામે લગાવી
પોલીસને માસુમ બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય થયું હોવાનું જાણ થતાં જ પોલીસે આરોપીને પકડવા જુદી જુદી ટીમો કામે લગાવી હતી. પોલીસની જુદી જુદી ટીમો દ્વારા ગોવાલક રોડ ઉપર આવેલ દુકાનો અને ઘરોના સીસીટીવી ફૂટેજ ની તપાસ કરી હતી. જ્યાં આરોપી સાગર પરશુરામ બહેરા નામના શખ્સ દ્વારા માસુમ જોડે આ કૃત્ય આચર્યું હોવાનું બહાર આવ્યું હતું. જેથી પોલીસની ટીમો દ્વારા આરોપી ભાગી છૂટે તે પહેલાં તાત્કાલિક ધોરણે તપાસ કરી ઉધના વિષ્ણુનગર ખાતેથી સાગર પરશુરામ બહેરા નામના નામના મૂળ ઓરિસ્સાવાસી શખ્સની ધરપકડ કરી હતી.

બંધ મકાનમાં માસુમ બાળક જોડે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું
પોલીસે આરોપીની ધરપકડ કરી પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, ઘર બહાર રમતા બાળકનું સમોસાની લાલચ આપી અપહરણ કરવામાં આવ્યું હતું. નરાધમ યુવક દ્વારા પોતાની હવસ સંતોષવા માસુમ બાળકને ઉધના સોનલ રોડ ઉપર આવેલા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં લઈ ગયો હતો. ત્યારબાદ અહીં આવેલા એક બંધ મકાનમાં માસુમ બાળક જોડે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું. પોલીસ તપાસમાં આરોપી મૂળ ઓરિસ્સાના બલેશ્વર જિલ્લાના શિમોલિયા તાલુકાના પુનિયારી ગામનો વતની હોવાનું બહાર આવ્યું હતું.

હાલ તો સમગ્ર ઘટનાને લઈ પાંડેસરા પોલીસ આરોપી વિરુદ્ધ સૃષ્ટિ વિરુદ્ધનો ગુનો નોંધી જેલના સળિયા પાછળ ધકેલી કાર્યવાહી હાથ ધરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news