Arvind Kejriwal Gujarat visit: અરવિંદ કેજરીવાલ ફરી ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે, જાણો શું છે તેમના કાર્યક્રમ?

Kejriwal Gujarat visit: આજે સાંજે 7 વાગ્યે દિલ્હીના મુખ્યમંત્રી અરવિન્દ કેજરીવાલ અમદાવાદ એરપોર્ટ પર આવશે અને રાત્રિ રોકાણ અમદાવાદમાં કરશે. ત્યારબાદ નેતાઓ અને કાર્યકર્તાઓ જોડે મુલાકાત કરશે.

Arvind Kejriwal Gujarat visit: અરવિંદ કેજરીવાલ ફરી ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે, જાણો શું છે તેમના કાર્યક્રમ?

Arvind Kejriwal Gujarat visit: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી ટાણે આમ આદમી પાર્ટી વધુને વધુ લોકો સાથે મળીને તેમની સમસ્યાઓ ઉકેલવાના વચનો આપી રહી છે. ત્યારે ફરી એકવાર આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આજે સાંજે 7 વાગ્યે દિલ્હીના મુખ્યમંત્રી અરવિન્દ કેજરીવાલ અમદાવાદ એરપોર્ટ પર આવશે અને રાત્રિ રોકાણ અમદાવાદમાં કરશે. ત્યારબાદ નેતાઓ અને કાર્યકર્તાઓ જોડે મુલાકાત કરશે.

મુખ્યમંત્રી અરવિન્દ કેજરીવાલ બીજા દિવસે એટલે કે 12/09/2022ના રોજ સવારે અમદાવાદ ખાતે ઓટો ડ્રાઈવર્સ ટાઉનહોલ મિટિંગ કાર્યક્રમમાં ભાગ લેશે. બપોરે અમદાવાદ ખાતે ટ્રેડર્સ ટાઉનહોલ મિટિંગ કાર્યક્રમમાં ભાગ લેશે. ત્યારબાદ સાંજે અમદાવાદ ખાતે એડવોકેટ ટાઉનહોલ મિટિંગ કાર્યક્રમમાં ભાગ લેશે.

કેજરીવાલના 13/09/2022ના રોજના કાર્યક્રમની વાત કરીએ તો બપોરે અમદાવાદ ખાતે વધુ એક ગેરંટીની ઘોષણા કરશે. સાંજે સફાઈ કર્મચારીઓ જોડે ટાઉનહોલ મિટિંગ કાર્યક્રમમાં ભાગ લેશે અને સાંજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિન્દ કેજરીવાલ તમામ કાર્યક્રમો પુરા કરી દિલ્હી જવા રવાના થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news