મોટા સમાચાર! રવિવારે યોજાનાર સહાયક આ પરીક્ષા કેન્સલ, નવી તારીખ બહાર પડાશે

અત્રે જણાવી દઈએ કે, MCQ લેખિત પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભરતી બોર્ડ લેખિત પરીક્ષાનું પુનઃઆયોજન કરવા અંગેની વિગતવાર જાણ ટુંક સમયમાં કરશે તેવું પણ જણાવ્યું છે.

મોટા સમાચાર! રવિવારે યોજાનાર સહાયક આ પરીક્ષા કેન્સલ, નવી તારીખ બહાર પડાશે

ઝી બ્યુરો/ગાંધીનગર: ગુજરાતભરમાં ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે એક મોટા સમાચાર મળી રહ્યા છે. રવિવારે યોજાનારી સહાયક સબ ઇન્સપેક્ટર એસ્ટેટ TDOની જગ્યા માટેની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. 

અત્રે જણાવી દઈએ કે, MCQ લેખિત પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભરતી બોર્ડ લેખિત પરીક્ષાનું પુનઃઆયોજન કરવા અંગેની વિગતવાર જાણ ટુંક સમયમાં કરશે તેવું પણ જણાવ્યું છે.

અતિભારે વરસાદ હોવાના કારણે પરીક્ષા મોકુફ
આ ભરતીનો જાહેર ખબર ક્રમાંક : ૦૩/૨૦૨૨-૨૩ તા:૧૫/૦૩/૨૦૨૩ (સહાયક સબ ઇન્સ્પેકટર એસ્ટેટ-ટીડીઓ)ની જગ્યા માટેની લેખિત પરીક્ષા (MCQ-TEST) તા.૨૩/૦૭/૨૦૨૩ ને રવિવારના રોજ  ૧૦.૩૦ કલાકે રાખવામાં આવેલ, જે અતિભારે વરસાદ હોવાના કારણે મોકુફ રાખવામાં આવે છે. સદર લેખિત પરિક્ષાનું પુન:આયોજન કરવા અંગેની વિગતવાર જાણ ટૂંક સમયમાં કરવામાં આવશે. જેની લાગતા વળગતા ઉમેદવારો એ નોંધ લેવી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news